Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આર્ટ ઓફ લિવિંગ દ્વારા ‘અનસંગ એવરીડે હીરોઝ એવોર્ડ્સ’:અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રેરણાદાયી કાર્યકરોને ગૌરવભેર સન્માન

    13 hours ago

    આર્ટ ઓફ લિવિંગ દ્વારા અમદાવાદના પાલડી સ્થિત ટાગોર હોલ ખાતે ‘અનસંગ એવરીડે હીરોઝ એવોર્ડ્સ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના ૭૦મા જન્મદિવસ અને સંસ્થાના ૪૫ વર્ષના સેવાયજ્ઞની ઉજવણીના ભાગરૂપે આયોજિત કરવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અમિત ઠાકર (એમએલએ) અને બંછાનિધિ પાની (આઈએએસ અધિકારી) ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, મહેસાણા અને ગાંધીનગર જિલ્લાઓના વિવિધ ક્ષેત્રોમાં નિઃસ્વાર્થ રીતે કાર્ય કરી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવનાર ગ્રાસરૂટ્સ પરિવર્તનકારોને સન્માનિત કરવામાં આવ્યા. યુથ લીડરશિપ એવોર્ડ: રવિન્દ્ર રાજ બી.એમ. (અમદાવાદ) યુવા ઉદ્યોગપતિ અને સ્પેસ ટેક્નોલોજી ઇનોવેટર તરીકે તેઓ ભારતના પ્રાઇવેટ સ્પેસ ક્ષેત્રમાં કાર્યરત છે. ઓમસ્પેસ દ્વારા રિયૂઝેબલ રૉકેટ ટેક્નોલોજી વિકસાવી સ્પેસ મિશનને વધુ સસ્તું અને અસરકારક બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ યુવાનોને વિજ્ઞાન અને ઇનોવેશન તરફ પ્રેરિત કરી રહ્યા છે. સ્પોર્ટ્સ એક્સેલન્સ એવોર્ડ: રચના પટેલ (અમદાવાદ) આંતરરાષ્ટ્રીય પેરા બેડમિન્ટન ખેલાડી તરીકે તેમણે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ પર મેડલ્સ જીત્યા છે. તેઓ રાષ્ટ્રીય સ્તરે પ્લેન્ક એક્સરસાઇઝમાં રેકોર્ડ ધરાવે છે. તેમની સંઘર્ષમય યાત્રા અને સિદ્ધિઓ અનેક યુવાનો માટે પ્રેરણારૂપ છે. જાનકીબા હરપાલસિંહ ડોડિયા (સુરેન્દ્રનગર) રાઇફલ શૂટિંગમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી ઓછા સમયમાં રાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ ઉભી કરી છે. ૪૦ વર્ષની ઉંમર પછી પણ સફળતા મેળવી તેમણે મહિલાઓ માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમની નિષ્ઠા અને સંકલ્પ તેમની ખાસ ઓળખ છે. રાધાપ્રિયા ગોયલ (ગાંધીનગર) આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ખેલાડી તરીકે તેમણે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કરીને અનેક મેડલ્સ જીત્યા છે. રમતગમત સાથે શૈક્ષણિક ક્ષેત્રે પણ તેઓ શ્રેષ્ઠતા દર્શાવી રહ્યા છે. બિઝનેસ ફિલાન્થ્રોપી એવોર્ડ: હરીશભાઈ ધરમશીભાઈ પટેલ (અમદાવાદ) ઉદ્યોગપતિ અને સમાજ સેવક તરીકે આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. આર.એમ.એસ. હોસ્પિટલ દ્વારા જરૂરિયાતમંદોને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજ uplift માટે સતત કાર્યરત છે. કુલદીપસિંહ જયદેવસિંહ જાડેજા (સુરેન્દ્રનગર) ‘ગૌકૃપા મિલ્ક પ્રોડ્યુસર કંપની’ દ્વારા ગ્રામ્ય મહિલાઓને સ્વરોજગાર અને આત્મનિર્ભરતા તરફ દોરી રહ્યા છે. તેઓ મહિલાઓને રોજગારના સાધનો પૂરા પાડીને આર્થિક સશક્તિકરણમાં મદદ કરી રહ્યા છે. તેમનું કાર્ય ગ્રામ વિકાસ માટે મહત્વપૂર્ણ છે. મનુભાઈ કે. ચોક્સી પટેલ (મહેસાણા) છેલ્લા ૪૦ વર્ષથી શિક્ષણ, આરોગ્ય અને સામાજિક સેવાઓ ક્ષેત્રે સક્રિય રહી સમાજ uplift માટે કાર્ય કરી રહ્યા છે. મહિલાઓના સશક્તિકરણ, ગરીબ વિદ્યાર્થીઓને સહાય અને આરોગ્ય કેમ્પ દ્વારા તેમણે અનેક લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. ડૉ. મિનોલ અમીન (ગાંધીનગર) બાળરોગ નિષ્ણાત અને પર્યાવરણપ્રેમી તરીકે તેઓ બાળકોના આરોગ્ય અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ મજબૂત બનાવવામાં કાર્યરત છે. ‘ગ્રીન આર્મી’ પ્રોજેક્ટ દ્વારા તેઓ બાળકોમાં પર્યાવરણ જાગૃતિ ફેલાવી રહ્યા છે. તેમનું કાર્ય સ્વસ્થ સમાજ નિર્માણ તરફ મહત્વપૂર્ણ પગલું છે. આ એવોર્ડ્સ માટે વ્યાપક પ્રમાણમાં નામાંકન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ચારેય જિલ્લાઓમાંથી અનેક પ્રતિભાશાળી નામાંકનો પ્રાપ્ત થયા હતા. નિષ્ણાત જ્યુરી દ્વારા કડક અને પારદર્શક સ્કોરિંગ સિસ્ટમના આધારે મૂલ્યાંકન કરીને સૌથી યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિતિ નોંધાવી અને સન્માનિત વ્યક્તિઓને વધાવી લીધા. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ પ્રત્યેની જવાબદારી દર્શાવતા સૅપ્લિંગ વોટરિંગ વિધિ યોજાઈ. સાથે જ સંસ્થાના ૪૫ વર્ષ અને ગુરુદેવના ૭૦મા વર્ષ નિમિત્તે આગામી સેવા પ્રોજેક્ટ્સ વિશે માહિતી આપવામાં આવી. ઉપરાંત, બાળકો માટેના આર્ટ ઓફ લિવિંગના ઇન્ટ્યુશન પ્રોસેસ કાર્યક્રમ વિશે પણ માહિતી આપવામાં આવી. “આધ્યાત્મિકતા એટલે કાળજી રાખવી અને શેરિંગની ભાવના રાખવી અને પોતાને સેવા માટે અર્પણ કરવું.” ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકરજીના આ વિચારને કેન્દ્રમાં રાખીને આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અહિંસા, કરુણા અને સેવા જેવા મૂલ્યોને જીવનમાં અપનાવવા માટે સૌને પ્રેરણા આપવામાં આવી. અનસંગ હીરોઝ એવોર્ડ્સ દેશવ્યાપી પહેલનો એક ભાગ છે, જેમાં ભારતના ૪૯૦થી વધુ જિલ્લાઓમાં આવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ પહેલનો હેતુ સામાન્ય લોકોના અસાધારણ યોગદાનને માન્યતા આપવાનો છે. તમામ વિજેતાઓએ આ સન્માન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી અને આવા પ્રકારના એવોર્ડ્સ માટેના કાર્યક્રમો આગળ પણ યોજાતા રહે તેવી આશા વ્યક્ત કરી. કાર્યક્રમ નિઃસ્વાર્થ સેવા અને સામાજિક જવાબદારીને પ્રોત્સાહન આપતો મહત્વપૂર્ણ પ્રયાસ બની રહ્યો.
    Click here to Read More
    Previous Article
    ઈન્ડસ યુનિવર્સિટીમાં વાર્ષિક પ્રોજેક્ટ એક્ઝિબિશન ProEx 2026 શરૂ:1200થી વધુ વિદ્યાર્થીઓએ 500 પ્રોજેક્ટ્સ રજૂ કર્યા
    Next Article
    નવસારી ST ડેપો પાસે બસ-બુલેટ અકસ્માત:યુવાન બસ નીચે આવતા રહી ગયો, માથામાં ગંભીર ઈજા; CCTV સામે આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment