Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં પ્રથમ રાજકોટ રૂરલ પોલીસની અનોખી પહેલ:આપઘાતનો પ્રયાસ કરનારાઓ માટે "PRERNA નવા જીવનની" સાયકોલોજિકલ કાઉન્સેલિંગ સેન્ટર : રાજકોટ ગ્રામ્યમાં 3 માસમાં સ્યુસાઇડનો પ્રયાસ કરનારા 217 લોકો

    1 day ago

    ગુજરાતમાં આપઘાતના બનાવો દિન પ્રતિદિન રહ્યા છે ત્યારે રાજ્યમાં સંભવત: પ્રથમ વખત રાજકોટ રૂરલ પોલીસ દ્વારા આપઘાતના પ્રયાસો કરતા લોકો માટે કાઉન્સેલિંગ સેન્ટરનો આજે 17 જૂનથી રેન્જ આઇજી નિર્લિપ્ત રાયના હસ્તે પ્રારંભ કરાયો છે. જેમાં મનોવિજ્ઞાનના અધ્યાપકો અને રિસર્ચ સ્કોલર દ્વારા આપઘાતનો પ્રયાસ કરતા લોકોનું અલગ અલગ પ્રશ્નાવલી અને ટેકનિકની મદદથી કાઉન્સિલિંગ કરવામાં આવશે. રાજકોટ ગ્રામ્યમાં છેલ્લા ત્રણ મહિનામાં 217 લોકોએ કોઈને કોઈ કારણોથી આપઘાતનો પ્રયાસ કરેલો છે. જેઓનું અહીં મનોવૈજ્ઞાનિક રીતે કાઉન્સેલિંગ કરવામાં આવશે અને ત્યારબાદ જરૂર પડ્યે તેઓને મનોચિકિત્સકની સારવાર પણ અપાવવામાં આવશે. જેથી આ પ્રોજેક્ટનું નામ PRERNA નવા જીવનની આપવામાં આવ્યું છે. રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયે જણાવ્યું હતું કે, રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જર અને તેમની ટીમ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે મળીને એક કાઉન્સિલિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. એમાં છેલ્લા ત્રણ મહિનામાં છે લોકોએ સ્યુસાઇડનો પ્રયાસ કર્યો છે તેવા લોકોને બોલાવીને તેમનું કાઉન્સિલિંગ કરવામાં આવશે. તેમનું મેન્ટલ અને સાયકોલોજીકલ હેલ્થનું એસેસમેન્ટ કરવામાં આવશે. જે બાદ તેઓને સાયકોલોજિકલ ટ્રીટમેન્ટની જરૂર હોય તો મનોચિકિત્સક પાસે મોકલવામાં આવશે. આ પ્રકારના રાજકોટ ગ્રામ્યમાં 217 લોકો છે કે જેઓએ છેલ્લા ત્રણ મહિનામાં આપઘાતનો પ્રયાસ કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના હેડ અને પ્રોફેસરો તેમજ રિસર્ચ સ્કોલરની ટીમ પોલીસના આ પ્રયાસમાં ભાગીદાર બનશે. સ્યુસાઇડનો પ્રયાસ કરતા 217 લોકો પાસે અલગ અલગ પ્રકારની પ્રશ્નાવલી ભરાવવામાં આવશે. જેના આધારે આ લોકોનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ સાથે જ તેઓને મોટીવેટ કરવામાં આવશે તે આપઘાતનું પગલું ફરી વખત તેઓ ન ભરે. તેમણે જણાવ્યું કે, આ પ્રોજેક્ટનું નામ PRERNA રાખવામાં આવ્યું છે. જેનો મતલબ એવો થાય છે કે, "પ્રમોટિંગ રેઝિલિયન્સ એન્ડ ઈમોશનલ રિકવરી થ્રૂ નેટવર્ક આસિસ્ટન્સ અ સોશ્યો સાયકોલોજીકલ ઈનિશિએટીવ". આ પ્રોજેક્ટ માટે રાજકોટ શહેર અને જિલ્લામાં આવેલા મનોચિકિત્સકોનો પણ સંપર્ક કરવામાં આવેલો છે. જેથી વધુ જરૂરિયાત હોય તે લોકોને મનોચિકિત્સકો પાસે મોકલવામાં આવશે. એવા લોકો છે જે પોતાના જીવનથી નિરાશ છે અને અમુક કારણોથી થાકી ગયા છે અને સ્યુસાઇડ કરવાનું વિચારે છે તે લોકોને અપીલ કરું છું કે પોલીસને એક તક આપો. નજીકના પોલીસ સ્ટેશનમાં જાઓ અને જીવન આસ્થા હેલ્પ લાઇન (1800-233-300) પર ફોન કરી મદદ મેળવી શકો છો. આ સાથે એમ પણ જણાવ્યું હતું કે કોઈ વિસ્તારમાં માથાભારે તત્વો હેરાન કરતા હોય અથવા વ્યાજના કારણે કોઈ હેરાન કરતું હોય અને તેથી તમે આપઘાતનું પગલું ભરવાનું વિચારતા હોય તો તેવું ન કરો અને રાજકોટ રૂરલ SP તેમજ રેન્જ આઇજી કચેરીનો સંપર્ક કરી શકો છો. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસર ડો. યોગેશ જોગસને જણાવ્યું હતું કે, રાજકોટ રૂરલ પોલીસ દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવી છે કે કોઈપણ વ્યક્તિએ પોતાના જીવનમાં મુશ્કેલીઓના કારણે પોતાના જીવનથી પીછેહઠ કરવાનો પ્રયત્ન કર્યો હોય તેઓને હું અને ધારાબેન સહિતની ટીમ કાઉન્સેલિંગ કરશે. જેનાથી ઘણો બધો ફેરફાર આવશે કારણકે ભૂતકાળમાં પણ કોરોનામાં ઘણા બધા લોકોના કાઉન્સેલિંગ કરીને તેમના જીવ બચાવવામાં અમે સફળ રહ્યા છીએ. રૂરલ SP ના પ્રયાસોથી લોકોને માનસિક સધિયારો મળશે અને તેઓ નવા જીવન તરફ જીવવા માટે પ્રેરાશે. જેથી તેનું ટાઇટલ પ્રેરણા નવા જીવનની રાખવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં 21 જૂને વિશ્વ યોગ દિવસ ઉજવાશે:રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં મુખ્ય કાર્યક્રમ
    Next Article
    Iran US War LIVE | ઈરાન - અમેરિકાના યુદ્ધનો અંત નહી? | Netanyahu હુમલાની તૈયારીમાં? | Trump | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment