Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર: ચૂંટણી માટે PR, APR, FPO ને તાલીમ અપાઈ:પોલીટેકનીક કોલેજમાં મતદાન મથકની કામગીરી શીખવાડાઈ

    12 hours ago

    હિંમતનગર: આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, હિંમતનગરની પોલીટેકનિક કોલેજના એકેડેમી બિલ્ડીંગ ખાતે એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ફરજ બજાવનાર પ્રિસાઈડીંગ ઓફિસર (PR), આસિસ્ટન્ટ પ્રિસાઈડીંગ ઓફિસર (APR) અને ફીમેલ પોલિંગ ઓફિસર (FPO) ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મંગળવારે યોજાયેલી આ તાલીમમાં હિંમતનગર નગરપાલિકાના 88 મતદાન મથકો પર ફરજ બજાવનારા 128 પ્રિસાઈડીંગ ઓફિસર (PR), 137 આસિસ્ટન્ટ પ્રિસાઈડીંગ ઓફિસર (APR) અને 211 ફીમેલ પોલિંગ ઓફિસર (FPO) ને આવરી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, હિંમતનગર તાલુકા પંચાયત અને સાત જિલ્લા પંચાયત બેઠકોના 269 મતદાન મથકો માટે 306 પ્રિસાઈડીંગ ઓફિસર (PR), 330 આસિસ્ટન્ટ પ્રિસાઈડીંગ ઓફિસર (APR) અને 580 ફીમેલ પોલિંગ ઓફિસર (FPO) ને પણ તાલીમ આપવામાં આવી હતી. તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાન મથક પર પહોંચ્યા પછી મતદાન પૂર્ણ થાય ત્યાં સુધીની સમગ્ર કામગીરી કેવી રીતે સુચારુ રીતે પાર પાડવી તે અંગેની જાણકારી આપવાનો હતો. તાલીમ સવારના 10 થી બપોરના 1 વાગ્યા સુધી અને બપોરના 3 થી સાંજના 6 વાગ્યા સુધી એમ બે સેશનમાં યોજાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. ચયનીકા ઉનિયાલના ભાજપ પ્રહાર:'મહિલા અનામત બિલ માત્ર કાગળ પર રાખી તેના અમલીકરણમાં નવા અવરોધો ઉભા કરાયા'
    Next Article
    Rajkot News |આ ગામમાં 40 વર્ષથી કોઈપણ રાજકીય પ્રચાર પર સંપૂર્ણ પ્રતિબંધ છે|Gujarati Samachar| News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment