Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. ચયનીકા ઉનિયાલના ભાજપ પ્રહાર:'મહિલા અનામત બિલ માત્ર કાગળ પર રાખી તેના અમલીકરણમાં નવા અવરોધો ઉભા કરાયા'

    14 hours ago

    ભાજપ સરકારે મહિલા આરક્ષણ બિલ (નારી શક્તિ વંદન અધિનિયમ)ના મુદ્દે દેશની જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રોફેસર અને ડૉ. ચયનીકા ઉનિયાલે ભાજપની નીતિ અને દાનત પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, જે બિલ 2023માં પાસ થઈ ગયું હતું તેને 2026 સુધી માત્ર કાગળ પર રાખી હવે તેના અમલીકરણમાં નવા અવરોધો ઉભા કરવામાં આવી રહ્યા છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રોફેસર અને ડૉ ચયનીકા ઉનિયાલનાએ જણાવ્યું હતું કે, અત્યારે હાલમાં જ પ્રધાનમંત્રી મોદીજીએ પોતાના રાષ્ટ્રજોગ સંદેશમાં 29 મિનિટમાં 58 વાર કોંગ્રેસનું નામ લઈને કોંગ્રેસ પર એવો આરોપ લગાવવાની ભાજપે કોશિશ કરી છે, પ્રધાનમંત્રીજીએ કોશિશ કરી છે કે મહિલા અનામત બિલ કોંગ્રેસના કારણે નથી આવી શક્યું. 'તેમાં વસ્તી ગણતરી અને ડીલિમિટેશનની કલમ ભાજપે ઉમેરી' તેને વધુમાં કહ્યું કે તો મારો સવાલ પ્રધાનમંત્રીને એ છે કે 2023માં જે બિલ પાસ થયું હતું તે શું હતું? જેને તમે 16 એપ્રિલ 2026 ના રોજ નોટિફાય કર્યું, એટલે કે મહિલા અનામત બિલ તો કાયદો બની ચૂક્યું છે, હવે તેના અમલીકરણની વાત છે. જો અમલીકરણની વાત છે, તો તે અમલીકરણ કેમ નથી થઈ રહ્યું? તેમાં સેન્સસ (વસ્તી ગણતરી) અને ડીલિમિટેશન (સીમાંકન) ની કલમ ભાજપે ઉમેરી. 'પહેલીવાર પંચાયતમાં 33 ટકા અનામત લાવનાર કોંગ્રેસ' ઉનિયાલનાએ જણાવ્યું હતું કે, અને જ્યારે તમે વારંવાર કોંગ્રેસ પર આરોપ લગાવી રહ્યા છો કે કોંગ્રેસ મહિલા વિરોધી છે, તો હું તમને એ પૂછવા માંગીશ કે 2010માં આ બિલને પહેલીવાર રાજ્યસભામાં પાસ કરાવનારી પાર્ટી કઈ હતી? કોંગ્રેસ. 33 ટકા અનામત પર આ દેશમાં પહેલીવાર સવાલ ઉઠાવનારી પાર્ટી કઈ હતી? ખુદ રાજીવ ગાંધીજીના સમયમાં NPPની ભલામણમાં આવ્યું હતું કે 33 ટકા અનામત બિલ હોવું જોઈએ. પહેલીવાર પંચાયતમાં 33 ટકા અનામત લાવનારી કોણ? કોંગ્રેસ પાર્ટી. '2017માં સોનિયાજીએ તમને પત્ર લખ્યો કે આને લોકસભામાં લાવો અને પાસ કરાવો' તેને વધુમાં કહ્યું કે, 2010માં જ્યારે આ બિલ પાસ થઈ ગયું હતું, ત્યારે ભાજપને પૂછવું જોઈએ કે 2014 સુધી તમે કોઈ એક વાર પણ કોંગ્રેસને કહ્યું કે અમે તમને સમર્થન આપીશું, આને લોકસભામાં લાવો? કોઈ પત્ર લખ્યો? કોઈ સંવાદ કર્યો કોંગ્રેસ સાથે? તો તે જણાવો. પણ 2014 પછી 2017માં સોનિયાજીએ તમને પત્ર લખ્યો કે આને લોકસભામાં લાવો અને પાસ કરાવો. 2018માં રાહુલ ગાંધીજીએ તમને પત્ર લખ્યો કે આને લોકસભામાં લાવો અને પાસ કરાવો. કેમ તમે આને લોકસભામાં લાવીને 2010ના બિલને લેપ્સ (રદ) થઈ જવા દીધું? અને પાસ ન કર્યું. 'સેન્સસ વગર ડીલિમિટેશન બિલ લઈને આવો છો' ઉનિયાલનાએ વધુમાં જણાવ્યું હતું કે, 2023માં લાવ્યા તો કેમ તેમાં કલમ ઉમેરી કે આમાં સેન્સસ થશે અને ડીલિમિટેશન થશે? વિપક્ષ આના વિરોધમાં હોવા છતાં વિપક્ષે સાથ આપ્યો અને આ બિલને પાસ કર્યું. તમે કહ્યું હતું કે આ સેન્સસ થઈ જશે 2024 સુધી, કેમ 2024 સુધી સેન્સસ ન થયું? તમે જવાબ આપો. કેમ તમે સેન્સસ વગર ડીલિમિટેશન બિલ લઈને આવો છો અને તેના પર વોટિંગ કરાવો છો 17 એપ્રિલે?
    Click here to Read More
    Previous Article
    મહિલા આરક્ષણ બિલ મુદ્દે કોંગ્રેસની પત્રકાર પરિષદ:પ્રભારી સુભાસીની યાદવે કહ્યુ-પંચાયતી રાજમાં મહિલાઓને સ્થાન રાજીવ ગાંધીજીએ આપ્યું, ગેનીબેન જિલ્લા પંચાયતથી સાંસદ સુધી પહોંચ્યા
    Next Article
    હિંમતનગર: ચૂંટણી માટે PR, APR, FPO ને તાલીમ અપાઈ:પોલીટેકનીક કોલેજમાં મતદાન મથકની કામગીરી શીખવાડાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment