Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ સિવિલમાં રિનોવેટેડ ટ્રોમા સેન્ટરનું લોકાર્પણ:પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ PPP મોડલને ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ ગણાવ્યું

    1 day ago

    આરોગ્ય મંત્રી તેમજ ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ શનિવારે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રિનોવેશન કરાયેલા ટ્રોમા સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજ પ્રોજેક્ટની કામગીરી અને હોસ્પિટલમાં ઉપલબ્ધ તબીબી સુવિધાઓની સમીક્ષા બેઠક પણ યોજી હતી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્યો રમેશ મિસ્ત્રી અને અરુણસિંહ રાણા, જિલ્લા કલેક્ટર નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે તેમજ ડો. કિરણ સી. પટેલ મેડિકલ એન્ડ રિસર્ચ સેન્ટરના સંચાલક સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આરોગ્ય ક્ષેત્રે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ હેઠળ તબીબી સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા સતત પ્રયાસશીલ છે. ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે અમલમાં મુકાયેલો બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજ પ્રોજેક્ટ તેનો જ એક ભાગ છે.તેમણે ઉમેર્યું હતું કે, આ પ્રોજેક્ટને કારણે સામાન્ય અને આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓને વધુ સારી અને આધુનિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થઈ રહી છે. ભરૂચ સિવિલ હોસ્પિટલ અને બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજ વચ્ચેનું આ જોડાણ ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે, જ્યાં તેમને જટિલ બીમારીઓની સારવાર સહિતની ઉચ્ચ કક્ષાની સેવાઓ વિનામૂલ્યે અથવા રાહતદરે મળે છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલોમાં સ્વચ્છતા, આધુનિક માળખાકીય સુવિધાઓ અને ગુણવત્તાસભર સારવાર સુનિશ્ચિત કરવા સરકાર પ્રતિબદ્ધ છે. હોસ્પિટલોના તમામ વિભાગો કાર્યક્ષમ બને અને દર્દીઓને ઝડપી તેમજ અસરકારક સારવાર મળે તે દિશામાં સરકાર સતત કાર્યરત છે.પાનસેરિયાએ આશા વ્યક્ત કરી હતી કે, ભરૂચમાં અમલમાં રહેલું PPP મોડલ આરોગ્ય ક્ષેત્રે સફળ સાબિત થઈ રહ્યું છે અને તેના માધ્યમથી તબીબી સેવાઓ તેમજ માળખાકીય સુવિધાઓનો વ્યાપ વધી રહ્યો છે. આગામી સમયમાં ભરૂચનો આ પ્રોજેક્ટ સમગ્ર રાજ્ય માટે આરોગ્ય ક્ષેત્રે એક ઉત્તમ અને અનુકરણીય મોડલ બનશે.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠા: 2.45 લાખ ખેડૂતોને PM કિસાનનો હપ્તો મળ્યો:પાલનપુરમાં મંત્રી પ્રવીણ માળીની અધ્યક્ષતામાં કિસાન ઉત્સવ, જળસંચય પર ભાર
    Next Article
    જામનગરમાં પ્રી-મોન્સૂન કામગીરી ન થતાં રોષ:રંગમતી નદીમાં કચરાના ઢગ, કોંગ્રેસે ઉગ્ર સુત્રોચ્ચાર સાથે ધરણા કરી સફાઈ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment