Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠા: 2.45 લાખ ખેડૂતોને PM કિસાનનો હપ્તો મળ્યો:પાલનપુરમાં મંત્રી પ્રવીણ માળીની અધ્યક્ષતામાં કિસાન ઉત્સવ, જળસંચય પર ભાર

    23 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના તારકેશ્વર ખાતેથી ભારત સરકારની PM કિસાન યોજનાનો 23મો હપ્તો રીલીઝ કર્યો હતો. આ હપ્તો દેશભરના જમીન ધારક ખેડૂતોના આધાર લિંક અને DBT ઇનેબલ ખાતામાં સીધો જમા કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 2.45 લાખ ખેડૂતોને 49.08 કરોડ રૂપિયાની સહાય 23મા હપ્તા તરીકે ચૂકવવામાં આવી હતી. આ પ્રસંગે બનાસકાંઠાના ખેડૂતોમાં મિલેટના વાવેતરનો વિસ્તાર વધારવા અને મૂલ્યવર્ધન દ્વારા આવક વધારવાના હેતુથી પાલનપુરના નવા ગંજ બજાર સ્થિત 'ધી બનાસકાંઠા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ' ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં "પી.એમ. કિસાન ઉત્સવ દિવસ" અને તાલુકા કક્ષાના મિલેટ મેળાનું પણ આયોજન કરાયું હતું. રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાયમેન્ટ ચેન્જ તથા વાહનવ્યવહાર રાજ્ય મંત્રી પ્રવીણ માળીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી પ્રવીણ માળીએ આ પ્રસંગે જળ સંચય અને વરસાદી પાણીના રિચાર્જ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે ઉપસ્થિત ખેડૂતોને આ વર્ષે એકજૂટ થઈને વરસાદનું પાણી ફિલ્ટર કરી પોતાના જૂના ટ્યુબવેલ અને બોરવેલમાં ઉતારવા માટે આહવાન કર્યું હતું. આ પહેલથી ભૂગર્ભ જળસ્તર સુધારવામાં મદદ મળશે.
    Click here to Read More
    Previous Article
    કુવો ખોદતી વખતે પડી ગયેલા રાજસ્થાની યુવકનું મોત:ફેસબુક મારફત મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી યુવતી ઉપર દુષ્કર્મના કેસમાં આરોપી પોલીસ કોન્સ્ટેબલ અમિતસિંહની જામીન અરજી કોર્ટે ફગાવી
    Next Article
    ભરૂચ સિવિલમાં રિનોવેટેડ ટ્રોમા સેન્ટરનું લોકાર્પણ:પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ PPP મોડલને ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ ગણાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment