Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બીમારીથી કંટાળી વૃદ્ધાનો આપઘાત:રાજકોટનાં જંગલેશ્વરમાં બીમારીથી કંટાળીને વૃદ્ધાએ એસિડ પી લેતા એક પુત્ર અને બે પુત્રી નોધારા બન્યા

    7 hours ago

    જંગલેશ્વરના ભીમરાવ ચોક નજીક બુદ્ધનગરમાં રહેતા 75 વર્ષીય જેઠીબેન મેઘાભાઈ મહિડાના ગત તા.21ના ઘરે હતા. ત્યારે એસિડ પી જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આપઘાત કરનાર વૃધ્ધાને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પતિ હયાત નથી, જેઠીબેન લાંબા સમયથી બીમાર હતા. જેની સારવાર ચાલુ હતી. આ બીમારીથી કંટાળી પગલું ભરી લીધાનું પરિવારે જણાવ્યું હતું. હાલમાં ભક્તિનગર પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આજીડેમ ચોકડીએ આઇસરની ઠોકરે છોટાહાથીના ચાલક 19 વર્ષીય મેહુલ સિંધવનું કમકમાટીભર્યું મોત નવાગામ આણંદપર ગામે રહેતો 19 વર્ષીય મેહુલભાઈ વિઠ્ઠલભાઈ સિંધવ ગઈકાલે પોતાનું છોટાહાથી વાહન લઈને ગોંડલ તરફથી ગ્રીનલેન્ડ ચોકડી તરફ આવતો હતો. ત્યારે આજીડેમ ચોકડી નજીક પાસે કાબુ ગુમાવતા છોટા હાથી રોડ રોંગ સાઇડમાં ઘૂસી ગયું હતું. જેથી ગોંડલ ચોકડી તરફ જતા આઇસર સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મેહુલને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી અને સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નીપજ્યું હતું. મૃતક બે ભાઈ બે બેનમાં નાનો અને અપરણિત હતો. બનાવથી પરિવારમાં હૈયાફાટ આક્રંદ છવાયો હતો. ​રાજકોટ-ભાવનગર હાઈવે પર આર.કે. યુનિવર્સિટીના ગેઈટ પાસેથી બે સીએનજી રિક્ષામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો ​રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ભાવનગર હાઇવે પર આર.કે. યુનિવર્સિટીના ગેઈટ પાસેથી 28 વર્ષીય આકિબ ઈકબાલભાઈ બેલીમ અને 39 વર્ષીય ઈદ્રીસખાન ઉર્ફે મયુર અયુબખાન જલવાણીને ઝડપી ફરાર દિલાવર ઉર્ફે જીણી સલીમભાઈ મકરાણીને ઝડપી પાડવા ચક્રો ગ્તિમાન કર્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 1152 બોટલ વિદેશી દારૂ કબજે કરી છે. ​આ ઉપરાંત પોલીસે બે CNG રિક્ષા તેમજ બે મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. તપાસમાં આરોપી આકિબ ઈકબાલભાઈ બેલીમ વિરુદ્ધ અગાઉ અમદાવાદ ગ્રામ્યના બગોદરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના બે ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સોખડા રોડ પરથી કારમાં છુપાવેલ રૂ.૧.૦૧ લાખના વિદેશી દારૂ સાથે હુડકો ચોકડીનો શખ્સ ઝડપાયો ​રાજકોટ પીસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે, સોખડા ચોકડીથી સોખડા ગામ તરફ જતા રોડ પર આવેલી રાણીમા રૂડીમા રેસ્ટોરન્ટના પાર્કિંગમાં ઉભેલી એક ક્રેટા કારમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ ચોક્કસ હકીકતના આધારે પીસીબીની ટીમે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. પાર્કિંગમાં ઉભેલી હ્યુન્ડાઈ ક્રેટા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી 29 વર્ષીય અલીએહમદ બસીર શેખ નામના આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે 420 બોટલ વિદેશી દારૂ કિંમત રૂ.1,01,400 અને ક્રેટા કાર મળી કુલ રૂ.9,01,400 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    TAT-HSના પરિણામમાં ગેરરીતિના આક્ષેપો:‘અમારી ઉત્તરવહીઓ બતાવો, પુનઃમૂલ્યાંકન કરો’; ઉમેદવારોની ચીમકી, ન્યાય નહીં મળે તો ઉપવાસ પર ઉતરશે
    Next Article
    School Assembly News Headlines (November 24): Top National, International News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment