Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્લોકા અંબાણીએ દેરાણી રાધિકાની જૂની સાડી પહેરી:સાદગી અને સસ્ટેનેબલ ફેશનનું ઉદાહરણ પૂરું પાડ્યું, પતિ આકાશ સાથેની રોમેન્ટિક કેમેસ્ટ્રીએ ધ્યાન ખેંચ્યું

    6 घंटे पहले

    અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા પોતાના સાદગીભરેલા અને એલિગન્ટ ફેશન સેન્સ માટે જાણીતી છે. તાજેતરમાં એક લગ્ન સમારોહ દરમિયાન શ્લોકાએ સસ્ટેનેબલ લિવિંગનું ઉદાહરણ પુરું પાડ્યું. તેણે પોતાની દેરાણી એટલે કે રાધિકા મર્ચન્ટની જૂની મલ્ટી કલર્ડ સિલ્ક સાડી પહેરીને લગ્નમાં ભાગ લીધો. સમારોહ દરમિયાન આકાશ અને શ્લોકાની રોમેન્ટિક કેમેસ્ટ્રીએ પણ સૌનું ધ્યાન ખેંચ્યું. આકાશ-શ્લોકાનો રોમેન્ટિક અંદાજ અંબાણી પરિવારનું લવેબલ કપલ એટલે કે આકાશ અંબાણી અને શ્લોકા મેહતા મુંબઈમાં એક લગ્નમાં પહોંચ્યા હતા. કારમાંથી ઉતરતાં જ શ્લોકા કેટલાક લોકોને ઉશ્માભેર મળી. આ દરમિયાન તે પતિ આકાશની રાહ જોતી પણ દેખાઈ. આકાશે પણ આવીને લોકો સાથે મુલાકાત કરી. બાદમાં બંને એકબીજાનો હાથ પકડીને સમારોહમાં જતા જોવા મળ્યા. બંનેની રોમેન્ટિક કેમેસ્ટ્રીના સોશિયલ મીડિયા યુઝર્સે પણ ભરી ભરીને વખાણ કર્યાં. શ્લોકાની સાડી બની આકર્ષણનું કેન્દ્ર બંનેની કેમેસ્ટ્રી ઉપરાંત શ્લોકાની સાડીએ પણ સૌનું ધ્યાન ખેંચ્યું. શ્લોકાએ આ ખાસ તકે કોઈ નવી સાડી પહેરવાને બદલે પોતાની દેરાણી રાધિકા મર્ચન્ટની જૂની સાડી પહેરી હતી. જોકે, શ્લોકાએ આ સાડીને પોતાના અંદાજમાં સ્ટાઇલ કરી. શ્લોકાએ મલ્ટીકલર્ડ સિલ્ક સાડી પહેરી હતી. સાડી પર પેસ્ટલ કલર્સની લાઈનિંગ્સ હતી. સાડીની બોર્ડર પર ગોલ્ડન દોરાથી સુંદર ઝરીકામ કરવામાં આવ્યું હતું. તેના બોર્ડર પર સિક્વન્સ અને લેસનું ઝિણવટપૂર્વકનું કામ કર્યું હતું. શ્લોકાએ સાડીને ગોલ્ડન કલરના સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું હતું, જેના પર પણ સિક્વન્સનું કામ કરાયું હતું. બ્લાઉઝની વી નેકલાઇન અને ફિટેડ ડિઝાઈન રોયલ સાડીને મોર્ડન ટચ આપી રહી હતી. શ્લોકાએ આ સાડીને રૂબી ડાયમંડ નેકલેસ, ડાયમંડના ફ્લાવરવાળા ઇયરરિંગ્સ સાથે પેર કર્યા હતા. રાત્રીના ઇવેન્ટને ધ્યાને લઈને શ્લોકાએ ચહેરા પર હળવો ગ્લોઈંગ મેકઅપ કર્યો હતો. તેણે પિંક લિપસ્ટિક અને હળવું બ્લશ લગાવ્યું હતું. તેણે સ્લિક પોનીટેલ સાથે લુક કમ્પ્લિટ કર્યો હતો. રાધિકાએ બે વર્ષ પહેલાં પહેરી હતી આ સાડી નોંધનીય છે કે, આ સાડી રાધિકા અંબાણી પહેલાં પહેરી ચૂકી છે. 2024માં એન્ટિલિયામાં યોજાયેલા ગણેશ ચતુર્થીના ઉત્સવ દરમિયાન રાધિકાએ આ જ સાડી પહેરી હતી. રાધિકાએ સાડીને હાફ સ્લીવ્સ ગોલ્ડન બ્લાઉઝ સાથે પહેરી હતી. તેની સાથે તેણે કુંદન જ્વેલરી પેર કરી હતી. આકાશ-શ્લોકા સ્કૂલમાં સાથે ભણતા હતા આકાશ અને શ્લોકાના લગ્ન 9 માર્ચ 2019ના રોજ થયા હતા. બંને સ્કૂલમાં મિત્રો બન્યા હતા. તેમણે ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યું. શ્લોકાએ અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી એન્થ્રોપોલોજીનો અભ્યાસ કર્યો છે. આ પછી તેણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાંથી માસ્ટર ડિગ્રી મેળવી. આકાશ અને શ્લોકાનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન સ્વિત્ઝરલેન્ડના સેન્ટ મોરિટ્ઝમાં યોજાયું હતું. આ પ્રિ-વેડિંગ સેલિબ્રેશન ત્રણ દિવસ સુધી ચાલ્યું. આ ઉજવણીમાં ઘણી મોટી હસ્તીઓ પણ સામેલ થઈ હતી. શ્લોકા એક બિઝનેસમેન હોવાની સાથે સોશિયલ વર્કર પણ છે શ્લોકા રોઝી બ્લુ ફાઉન્ડેશનની ડાયરેક્ટર છે. શ્લોકાના પિતા રસેલ મહેતા આ ડાયમંડ કંપનીના માલિક છે. બિઝનેસ લેડી હોવા ઉપરાંત શ્લોકા એક સોશિયલ વર્કર પણ છે. તેણે 2015માં કનેક્ટફોર નામની એનજીઓ શરૂ કરી, જે જરૂરિયાતમંદોને શિક્ષણ, ખોરાક અને આશ્રય પ્રદાન કરે છે.
    Click here to Read More
    Previous Article
    આજે સોનું ₹1,230 મોંઘું થઈને ₹1.25 લાખ પર પહોંચ્યું:એક કિલો ચાંદીની કિંમતમાં ₹413નો વધારો, કેરેટ પ્રમાણે જુઓ સોનાની કિંમત
    Next Article
    મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં શાળાઓને મિલકત વેરામાંથી મુક્તિ આપવા માગ:શાળાઓ પાસેથી લાખો રૂપિયા વસૂલાતો હોવાથી વિરોધ દર્શાવ્યો,માંગણી નહીં સ્વીકારાય તો હાઈકોર્ટમાં જવાની ચીમકી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment