Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોટા વરાછામાં મહિલાનું દિલધડક રેસ્ક્યૂ:બાલ્કનીની સ્લાઈડિંગ વિન્ડો અચાનક લોક થતાં ફસાઈ, ફાયર બ્રિગેડે મેઈન ડોર તોડી સહીસલામત બહાર કાઢી

    10 hours ago

    સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક અજીબોગરીબ અને ચિંતાજનક ઘટના સામે આવી છે, જેમાં એક 30 વર્ષીય પરિણીતા પોતાના જ ફ્લેટની બાલ્કનીમાં ફસાઈ ગઈ હતી. બાલ્કનીની સ્લાઈડિંગ બારી અચાનક લોક થઈ જતાં અને ફ્લેટનો મુખ્ય દરવાજો પણ બંધ હોવાથી મહિલા બાલ્કનીમાં કેદ થઈ ગઈ હતી. જોકે, સુરત ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ફ્લેટનો મેઈન ડોર તોડી મહિલાનું સહીસલામત રેસ્ક્યૂ કર્યું હતું. બાલ્કનીમાં ગયા બાદ અચાનક સ્લાઈડિંગ વિન્ડો લોક થઈ મોટા વરાછાના દુઃખિયાના દરબાર રોડ પર ડિવાઈન વર્લ્ડ સ્કૂલની સામે આવેલા 'સિલવાસા હેવન' એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર A-202માં રહેતા 30 વર્ષીય કાજલબેન લાઠીયા કોઈ કામ અર્થે બાલ્કનીમાં ગયા હતા. આ દરમિયાન અચાનક બાલ્કનીની સ્લાઈડિંગ વિન્ડો લોક થઈ ગઈ હતી. ફ્લેટમાં અન્ય કોઈ સભ્ય હાજર ન હોવાથી અને મુખ્ય દરવાજો પણ બંધ હોવાથી કાજલબેન બાલ્કનીમાં જ ફસાઈ ગયા હતા અને બહાર નીકળવાનો કોઈ રસ્તો બચ્યો ન હતો. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ મહિલા બાલ્કનીમાં ફસાઈ હોવાની જાણ થતાં જ સ્થાનિક યુવક દ્વારા તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમને કોલ કરીને મદદ માંગવામાં આવી હતી. કોલ મળતાની સાથે જ સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગના સબ ઓફિસર સિદ્ધાંત ગઢવી અને તેમની રેસ્ક્યૂ ટીમ સાધનસામગ્રી સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સમયસૂચકતા વાપરી મેઈન ડોર તોડી મહિલાને બચાવી ઘટનાસ્થળે પહોંચેલા ફાયર જવાનોએ પરિસ્થિતિનો તાગ મેળવીને ભારે સમયસૂચકતા વાપરી હતી. ઊંચાઈ પર આવેલી બાલ્કનીનો કાચ તોડવાને બદલે ફ્લેટનો મેઈન ડોર તોડીને અંદર પ્રવેશવાનો સુરક્ષિત નિર્ણય લેવાયો હતો. ફાયર બ્રિગેડની ટીમે મેઈન ડોર તોડી ફ્લેટમાં પ્રવેશ કર્યો હતો અને અંદરથી બાલ્કનીની સ્લાઈડિંગ બારી ખોલી કાજલબેનને હેમખેમ બહાર કાઢ્યા હતા. સમગ્ર રેસ્ક્યૂ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થતાં પરિવારજનો અને એપાર્ટમેન્ટના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    વડતાલમાં CM ભૂપેન્દ્ર પટેલે પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું:પ્રા.શાળા, અતિથિ ભુવનના વિસ્તરણ, સ્મૃતિ દ્વારનું ઉદ્ઘાટન; શિક્ષણની સુવિધામાં, શ્રદ્ધાળુઓની રહેવાની વ્યવસ્થામાં વધારો
    Next Article
    હાથમતી જળાશયમાંથી રવિ પાક માટે પાણી છોડાયું:‘બ’ ઝોનમાં 100 ક્યુસેક પાણી, 15 દિવસ સુધી આપવાનું આયોજન; સિઝનમાં કુલ પાંચ પિયત મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment