Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનું સ્નેહસંમેલન મોડાસામાં યોજાયું:અરવલ્લી જિલ્લાના કાર્યકર્તાઓ જોડાયા, સેવા, સંસ્કાર અને સંગઠનના કામો અંગે ચર્ચા

    14 घंटे पहले

    આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, અરવલ્લી જિલ્લાનું સ્નેહસંમેલન 22 નવેમ્બર 2026, રવિવારે મોડાસા સ્થિત સાબરકાંઠા કલ્યાણ ટ્રસ્ટના કાર્યાલયમાં યોજાયું હતું. તેમાં જિલ્લાના વિવિધ તાલુકાના કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને હિન્દુ સમાજના આગેવાનો જોડાયા હતા.સંમેલનનો હેતુ સંગઠનને મજબૂત બનાવવો, કાર્યકર્તાઓ વચ્ચે એકતા વધારવી અને સેવા, સંસ્કાર, સુરક્ષા તથા સંગઠનનાં કામોને આગળ વધારવાનો હતો.નવા વર્ષની ઉજવણી સાથે પ્રભુ શ્રીરામને યાદ કરીને દીપ પ્રગટાવવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓ અને મહેમાનોનું ફૂલછડી આપીને સ્વાગત કરાયું હતું. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી માલાબેન રાવલ, ઉત્તર ગુજરાત પ્રાંતના મહામંત્રી જયંતીભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા અધ્યક્ષ રામાભાઈ પટેલ, જિલ્લા મંત્રી કનુભાઈ પટેલ અને રાષ્ટ્રીય બજરંગદળના અધ્યક્ષ પ્રિયંકભાઈ પોકાર હાજર રહ્યા હતા. વિજયભાઈ પટેલ, દેવરાજભાઈ દેસાઈ, સંતોષભાઈ વ્યાસ, કાન્તાબેન પટેલ, હિતેશભાઈ જોષી, લાયન્સ ક્લબના પ્રમુખ પંકજભાઈ પ્રજાપતિ અને જાયન્ટ પ્રમુખ અમરીશભાઈ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓએ હિન્દુ સમાજની એકતા, ધર્મ-સંસ્કૃતિ અને સંસ્કારોનું રક્ષણ, ગૌસેવા, સેવા કાર્યો અને યુવાનોને સંગઠન સાથે જોડવા અંગે વાત કરી હતી. જિલ્લામાં સંગઠનનો વિસ્તાર કરવા ‘સેવા હિ સંકલ્પ’નું સૂત્ર આપવામાં આવ્યું હતું.ઇન્ડિયા હેલ્થ લાઇન, હિન્દુ હેલ્પ લાઇન, એક મુઠ્ઠી અનાજ અને હનુમાન ચાલીસા કેન્દ્ર જેવી યોજનાઓ ટૂંક સમયમાં અરવલ્લી જિલ્લામાં શરૂ કરવાની વાત પણ કરવામાં આવી હતી. નવા કાર્યકર્તાઓને જોડવા અને સેવાકીય પ્રવૃત્તિઓ ગામેગામ પહોંચાડવા અંગે ચર્ચા થઈ હતી. કાર્યકર્તાઓએ સંગઠનનું કામ મજબૂત કરવા અને સમાજસેવા માટે તત્પર રહેવાનો સંકલ્પ કર્યો હતો. જિલ્લા અધ્યક્ષ રામાભાઈ પટેલે આભારવિધિ કરી સૌને નવા વર્ષની શુભેચ્છા આપી હતી. કાર્યક્રમ બાદ ઉપસ્થિતોએ ભોજનપ્રસાદ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં રોકાણના નામે ₹48.45 લાખની છેતરપિંડી:ફતેગંજમાં બિલ્ડરે ફ્લેટ બુકિંગના નામે ₹40 લાખ પડાવ્યા, સયાજીગંજમાં સમૃદ્ધ જીવન સોસાયટીમાં વધુ વ્યાજની લાલચે બે લોકો સાથે ₹8.45 લાખની ઠગાઈ
    Next Article
    સિવિલના ગોડાઉનનું તાળું અને બારીની જાળીઓ તોડી ચોરી કરી:મોડાસામાં નિર્માણધીન સિવિલના ગોડાઉનમાંથી 8.46 લાખની ચોરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment