Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:મોટા છૈડા ગામની ઝાડીમાંથી વિદેશી દારૂ સહિત રૂ. 8.46 લાખનો મુદ્દામાલ ઝબ્બે

    2 weeks ago

    બોટાદ એલસીબી પોલીસે પૂર્વ બાતમીને આધારે બોટાદ જિલ્લાના મોટા છૈડા ગામે ભાદર નદીની બાજુમાં પડતર જગ્યામાં બાવળની કાટમાં ભારતીય બનાવટના વિદેશી બિયરનો જથ્થો ભરેલ નંબર વગરની બોલેરો પીકપ ગાડી ઝડપી લઇ અલગ અલગ કંપની બ્રાન્ડના સીલપેક બિયર ટીન નંગ 1608 કિ.રૂ. 3,46,560 તથા બોલેરો પીકઅપ ગાડી કિ.રૂ.5 લાખ મળી 8,46 520 નો મુદ્દામાલ પોતાના આર્થીક ફાયદા સારૂ રાખી રેડ દરમ્યાન હાજર નહી મળી આવતા બોલેરો પીકઅપના ચાલક/માલીક વિરુદ્ધ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહી એક્ટ મુજબ ગુનો દાખલ કરી ધોરણસની કાર્યવાહી કરી છે. બનાવની વિગત પ્રમાણે,બોટાદ એલસીબીમાં અનાર્મ એ.એસ. તરીકે ફરજ બજાવતા હરેશભાઈ બુધાભાઈ ખેરાળીયા તથા પેરોલ ફર્લો સ્કોડના માણસો 14 માર્ચના રાત્રિના 9-00 વાગ્યાથી પાળીયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન રાત્રિના 11-30 કલાકે રતનપર ચોકડી પાસે પહોંચતાં અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ રમેશભાઈ સાપરાને હકીકત મળેલ કે, બોટાદ જિલ્લાના મોટા છૈડા ગામની સીમમાં ભાદર નદી બાજુ આવેલ પડતર જગ્યામાં બાવળની કાટમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ નો જથ્થો ભરેલ એક પીકઅપ પડેલ છે. જેથી પોલીસે રેઇડ કરતા ત્યાં એક મહીન્દ્રા બોલેરો પીકઅપ ગાડી પડેલ હોય જે ગાડીના નંબર જોતા આગળ પાછળ નંબર લખેલ ન હોય જેથી મહીન્દ્રા બોલેરો પીકઅપ ગાડીમાં તપાસ કરતા પુઠાના બોક્સ મળી આવેલ. જે બોકસમાં જોતા અલગ અલગ બ્રાન્ડના ભારતીય બનાવટના વિદેશી દારૂના બીયરના અલગ અલગ કંપની બ્રાન્ડના સીલપેક ટીન નંગ-1608 કિ.રૂ. 3,46,560 તથા બોલેરો પીકઅપ કિંમત રૂ.5 લાખ મળી કુલ 8,46,560નો મુદ્દામાલ પોતાના આર્થીક ફાયદા સારૂ રાખી રેડ દરમ્યાન હાજર નહીં મળી આવતા બોલેરો પીકઅપના ચાલક/માલિક વિરુદ્ધ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહી.કલમ 65(એ)(ઈ), 116(બી), 98(2) મુજબ ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ છે.
    Click here to Read More
    Previous Article
    અકસ્માતની ભીતિ‎:હેરંજ બ્રિજનું ડાયવર્ઝન ભારદારી વાહનો માટે જોખમી બન્યું
    Next Article
    આત્મહત્યા:કામ ધંધો ન કરતા ઠપકો આપતા યુવાનનો આપઘાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment