Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમવારનું રાશિફળ:મીન રાશિના લોકો માટે પ્રગતિના નવા રસ્તા ખુલશે, તુલા રાશિના જાતકોનું અટકેલું પેમેન્ટ આવવાથી તણાવ દૂર થશે

    1 day ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 23 નવેમ્બર 2026, સોમવારના રોજ કારતક સુદ ચૌદસ છે. આ દિવસની ચંદ્ર રાશિ મેષ છે. રાહુકાળ સવારે 08:23થી 09:44 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે. એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ: ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. વ્યસ્તતા છતાં મિત્રો તથા સંબંધીઓ સાથે સંપર્કમાં રહેશો. તમારા જીવન સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓનો ઉકેલ તમે જાતે જ કાઢવાનો પ્રયાસ કરશો અને ઘણી હદ સુધી સફળ પણ થશો. મિત્રો સાથે સામૂહિક યાત્રાનો પ્લાન પણ બની શકે છે. નેગેટિવ: કોઈ પણ ખોટી વાત પર તરત પ્રતિક્રિયા આપવાને બદલે શાંતિપૂર્ણ રીતે સમજાવવાનો પ્રયત્ન કરો. જો કોઈ સરકારી મામલો ચાલી રહ્યો હોય તો સાવચેતી રાખવાની જરૂર છે. ક્રોધ અને આવેશમાં પરિસ્થિતિઓ વધુ બગડી શકે છે તથા અકારણ જ કોઈની સાથે ગેરસમજ પણ રહેશે. વ્યવસાય: કારોબારી મામલાઓમાં સાવધાન રહો. શેર, સટ્ટો વગેરે જેવા કાર્યોમાં રોકાણ ન કરો તથા ગેરકાનૂની કાર્યમાં હાથ ન નાખો, કોઈ પ્રકારની ઈન્કવાયરી થવાની આશંકા બની રહી છે. નોકરીમાં બોસ અને અધિકારીઓ સાથે કોઈ નાની સરખી વાતને લઈને તણાવ થઈ શકે છે. લવ: ઘરની વ્યવસ્થામાં મધુરતા તથા પરસ્પર સામંજસ્ય યોગ્ય રહેશે. યુવા વર્ગ નકામા પ્રેમ સંબંધોમાં પડીને સમય બરબાદ ન કરો. સ્વાસ્થ્ય: થોડો સમય તમારા સ્વાસ્થ્ય અને મનોબળને બહેતર બનાવવામાં પણ વિતાવો. તમારા સામર્થ્ય કરતાં વધુ કાર્ય કરવું તમને થકવી દેશે. લકી કલર: પીળો લકી નંબર: 1 પોઝિટિવ: કોઈ સામાજિક પ્રવૃત્તિમાં તમારા વિચારોને વિશેષ પ્રાથમિકતા મળશે અને માન-સન્માન મળશે. કોઈ મહત્વપૂર્ણ કાર્ય પર પૈસા લગાવવાનું વિચારી રહ્યા છો તો ગંભીરતાથી આના પર વિચાર કરો, આ સમયે પરિસ્થિતિઓ અનુકૂળ છે. નેગેટિવ: ઘરમાં કોઈ વાતને લઈને તણાવ રહી શકે છે, પરંતુ શાંતિપૂર્ણ રીતે સમસ્યાનો ઉકેલ કાઢવાની કોશિશ કરો. કોઈના પર પણ વધુ ભરોસો કે વિશ્વાસ કરવો નુકસાનદાયક રહી શકે છે. આ સમય ખૂબ જ સંભાળીને ચાલવાનો છે. વ્યવસાય: પાર્ટનરશિપ સંબંધી વ્યવસાયમાં ચાલી રહેલી ગેરસમજો દૂર થશે. વ્યવસાયની સાથે-સાથે કેટલાક નવા કાર્યો પ્રત્યે પણ તમારી રુચિ વધશે. સ્ટાફ તથા કર્મચારીઓ સાથે સંબંધોમાં ખટાશ ન આવવા દો, નહિતર આની નકારાત્મક અસર તેમની કાર્યક્ષમતા પર પડી શકે છે. લવ: પતિ-પત્નીના પ્રયાસોથી ઘરમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે. પ્રેમ પ્રસંગોનો પ્રભાવ પરિવાર અને સમાજમાં સારો નહીં જાય. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય પ્રત્યે લાપરવાહી ન રાખો. તમારી દિનચર્યાને સુવ્યવસ્થિત જ રાખો. એક્સરસાઈઝ જરૂર કરો. લકી કલર: લીલો લકી નંબર: 5 પોઝિટિવ: કોઈ અપરિચિત વ્યક્તિ સાથે મુલાકાત તમને એક નવી દિશા પ્રદાન કરશે. ધર્મ-કર્મ સંબંધિત કાર્ય અને સમાજસેવી સંસ્થાના સહયોગમાં તમારો સમય પસાર થશે. આનાથી તમને આત્મિક સુકૂન મળશે અને તમે તમારા કાર્યોને બહેતરીન રીતે કરી શકશો. નેગેટિવ: કોઈ પણ મુશ્કેલ સમયમાં ગભરાવાને બદલે તેનો ઉકેલ શોધવાની કોશિશ કરો, તો તમે જલ્દી જ કોઈ યોગ્ય પરિણામ પર પહોંચી શકશો. જો પૈતૃક પ્રોપર્ટી સંબંધી કોઈ મનદુઃખ ચાલી રહ્યું હોય, તો આજે આ સમસ્યાનું નિવારણ શક્ય છે. વ્યવસાય: કારોબારી પ્રવૃત્તિઓ વ્યવસ્થિત થતી જશે, પરંતુ તમારા વિરોધીઓની પ્રવૃત્તિઓ પ્રત્યે લાપરવાહ ન રહો. કમિશન સંબંધી કાર્યોમાં સાવધાની રાખવાની જરૂર છે. વિશેષ કરીને નોકરીયાત મહિલાઓ માટે કેટલીક મહત્વપૂર્ણ સિદ્ધિઓ બનશે. લવ: ઘરમાં સુખ-શાંતિનો માહોલ રહેશે. પરસ્પર સંબંધોમાં પણ મધુરતા વધશે. સ્વાસ્થ્ય: હવામાનના પ્રતિકૂળ પ્રભાવથી બચાવ રાખવા માટે પ્રાકૃતિક વસ્તુઓનું વધુમાં વધુ સેવન કરો. લકી કલર: વાદળી લકી નંબર: 8 પોઝિટિવ: સમયમાં સકારાત્મક બદલાવ આવી રહ્યો છે. છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી અસ્વસ્થતામાં આજે થોડો સુધારો અનુભવાશે અને તમે ભરપૂર એનર્જી અનુભવશો. પરિવાર સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડી શકે છે, પરંતુ આ નિર્ણયો સકારાત્મક જ રહેશે. નેગેટિવ: ઘરમાં નાની સરખી વાત પર અકારણ જ તણાવ ઉત્પન્ન થઈ શકે છે. આ નકામી વાતોને નજરઅંદાજ કરો તથા ક્રોધ કરવાથી બચો. ઘરમાં યોગ્ય સામંજસ્ય જાળવી રાખવા માટે વરિષ્ઠ સભ્યોનું યોગદાન લેવું જરૂરી છે. વ્યવસાય: તમારી વ્યાવસાયિક માહિતીઓ કોઈની સાથે પણ શેર ન કરો. કાર્યક્ષેત્રમાં જાળવણી સંબંધી પ્રવૃત્તિઓ પર ખર્ચ પડશે. તમે જે નવીન કાર્ય સંબંધી યોજનાઓ બનાવી છે, તેના પર એકાગ્ર ચિત્ત થઈને કામ કરો. સરકારી કર્મચારીઓ વધારાના કાર્યભારના લીધે પરેશાન રહેશે. લવ: પરિવાર સાથે મનોરંજન અને ડિનર માટે જવું યાદગાર પળોમાં સામેલ થશે તથા પરસ્પર સંબંધોમાં પણ ભાવનાત્મક નિકટતા વધશે. સ્વાસ્થ્ય: ગળામાં ઈન્ફેક્શનના લીધે હળવો-ફૂલકો તાવ પણ અનુભવાઈ શકે છે. આયુર્વેદિક વસ્તુઓનું વધુ સેવન કરો, સાથે જ પ્રાણાયામ પણ જરૂરી છે. લકી કલર: ગુલાબી લકી નંબર: 3 પોઝિટિવ: આજે તમારી કેટલીક યોજનાઓ સાર્થક થવાની છે. ફક્ત એટલું ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ કામ કરવામાં દિલને બદલે દિમાગના અવાજને પ્રાથમિકતા આપો. વધુ ભાવુકતા રાખવી કામ બગાડી શકે છે. યુવા વર્ગ પોતાના કરિયરને લઈને વધુ ગંભીર અને સજાગ રહેશે. નેગેટિવ: કોઈ પણ પરિસ્થિતિમાં ધીરજ અને સંયમ રાખવો જરૂરી છે. કોઈ નકારાત્મક વાત તમારા આત્મવિશ્વાસને ડગમગાવી શકે છે. આ સમય ગભરાવાને બદલે સમજદારીથી કામ કરવાનો છે. વડીલો સાથે વિચાર-વિમર્શ કરવો અને તેમની સલાહ પર અમલ કરવો જરૂરી છે. વ્યવસાય: વ્યવસાયમાં આંતરિક વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખવામાં તમારું યોગદાન જરૂરી છે. પાર્ટનરશિપ સંબંધી કોઈ નવા કાર્યને શરૂ કરવા માટે પણ ઉત્તમ સમય છે. કોઈ ઓફિશિયલ કાર્યભાર પણ વધી શકે છે. રાજનીતિ જેવી પ્રવૃત્તિઓથી પોતાની જાતને દૂર રાખો. લવ: પતિ-પત્ની એકબીજા પ્રત્યે સન્માન અને પ્રેમ ભાવના રાખે. પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે. સ્વાસ્થ્ય: તણાવ અને થાક જેવી પ્રવૃત્તિઓથી દૂર રહો. મેડિટેશન અને યોગ ચોક્કસ કરો. લકી કલર: વાદળી લકી નંબર: 6 પોઝિટિવ: આજે તમને કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી નવી સંભાવનાઓ મળશે. જોકે કેટલાક લોકો તમારા કાર્યોમાં અડચણ પણ નાખી શકે છે, પરંતુ તમે પરવા કર્યા વગર તમારા કાર્યો પ્રત્યે સંલગ્ન રહો, નિશ્ચિત જ તમને સફળતા મળશે. અંગત તથા સામાજિક કાર્યોમાં પણ વ્યસ્તતા રહેશે. નેગેટિવ: કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં તમારે તમારા આવેશ તથા ગુસ્સા પર કંટ્રોલ રાખવો જરૂરી છે, નહિતર વાત વધુ બગડી શકે છે. ભાઈઓ સાથે કોઈ પણ પ્રકારના વાદ-વિવાદમાં ન ગૂંચવાઓ, સારું રહેશે કે વ્યસ્ત રહો. વ્યવસાય: કારોબારી વ્યવસ્થા યોગ્ય બનેલી રહેશે, સાથે જ સહયોગીઓ અને કર્મચારીઓનું પણ સહયોગાત્મક વલણ રહેશે, પરંતુ કાનૂની કે રોકાણ સંબંધી જટિલતાઓનો સામનો કરવો પડી શકે છે. આને ઉકેલવામાં કોઈ ઉચ્ચ અધિકારીની મદદ લેવી યોગ્ય રહેશે. લવ: પતિ-પત્ની વચ્ચે મધુર સામંજસ્ય રહેશે. કોઈ બાળપણના મિત્ર સાથે મુલાકાત જૂની ખુશનુમા યાદો તાજા કરશે. સ્વાસ્થ્ય: તમારી કોઈ જૂની સ્વાસ્થ્ય સંબંધી બીમારીનું પૂરી રીતે ચેકઅપ કરાવો, કારણ કે ફરીથી ઉભરવાના અણસાર લાગી રહ્યા છે. લકી કલર: લાલ લકી નંબર: 2 પોઝિટિવ: અચાનક જ કોઈ અટકેલું પેમેન્ટ આવવાથી અથવા કોઈ ખાસ કામ બની જવાથી તમે તણાવમુક્ત અનુભવશો. ફક્ત દિલને બદલે દિમાગના અવાજને પ્રાથમિકતા આપો. કોઈ નજીકના સંબંધી સાથે બનેલા ખરાબ સંબંધોમાં ફરીથી મધુરતા આવશે. નેગેટિવ: કોઈ નિર્ણય લેવામાં મુશ્કેલી આવે તો તમારા મહત્વપૂર્ણ કાર્યોમાં કોઈ વરિષ્ઠ વ્યક્તિની સલાહ ચોક્કસ લો. આ સમયે કોઈ પણ પ્રકારની યાત્રાના સકારાત્મક પરિણામો નહીં મળે, બહેતર છે કે સ્થગિત જ રાખો. જો કોઈ સરકારી મામલો ગૂંચવાયેલો હોય, તો તેમાં હમણાં રાહત મળવાની આશા નથી. વ્યવસાય: કામકાજમાં ખૂબ વધુ ગંભીરતા અને એકાગ્રતા રાખવી જરૂરી છે. લાપરવાહીથી કોઈ મોટો ઓર્ડર રદ થઈ શકે છે, જેના લીધે આર્થિક નુકસાનની પણ આશંકા છે. ઈન્કમ ટેક્સ, સેલ્સ ટેક્સ જેવા કામોને કમ્પ્લીટ રાખો. લવ: પારિવારિક વાતાવરણ સુખ-શાંતિથી પરિપૂર્ણ રહેશે. પ્રેમ પ્રસંગોમાં ભાવનાત્મક નિકટતા વધશે. સ્વાસ્થ્ય: તણાવ અને થાકની અસર તમારા સ્વાસ્થ્ય પર પણ પડશે. યોગ અને મેડિટેશન આનો યોગ્ય ઈલાજ છે. લકી કલર: ઓરેન્જ લકી નંબર: 1 પોઝિટિવ: આજે કોઈ અનુભવી વ્યક્તિના માધ્યમથી કેટલાક જૂના મતભેદો તથા સમસ્યાઓનું નિરાકરણ થશે અને તમને તમારી કાર્યક્ષમતા અને યોગ્યતાને પણ પ્રદર્શિત કરવાની તક મળશે. વિદ્યાર્થીઓ માટે નોકરી અથવા ઈન્ટરવ્યુમાં સફળતાના યોગ બની રહ્યા છે. નેગેટિવ: રિસ્ક પ્રવૃત્તિના કાર્યોમાં રોકાણ કરતા પહેલાં યોગ્ય માહિતી ચોક્કસ હાંસલ કરો. થાક અને તણાવના લીધે તમારી દિનચર્યા અસ્ત-વ્યસ્ત રહી શકે છે. આ સમયે તમારું મનોબળ મજબૂત બનાવી રાખો તથા સમસ્યાઓ આવવા પર તણાવ લેવાને બદલે ઉકેલ શોધવાનો પ્રયાસ કરો. વ્યવસાય: વ્યવસાયમાં તમે જે મુકામ હાંસલ કરવા માંગો છો, તેના માટે અતિશય પ્રયાસોની જરૂર છે અને જો કોઈ નવો વેપાર કે કામ શરૂ કરવા જઈ રહ્યા છો, તેમાં પણ કંઈક ને કંઈક અડચણો આવશે. ધીરજ અને હિંમત રાખવી જરૂરી છે. નોકરીયાત લોકોના ઓફિસનો માહોલ શાંતિપૂર્ણ રહેશે. લવ: દાંપત્ય સંબંધોમાં નિકટતા રહેશે, પરંતુ પ્રેમ સંબંધોમાં એકબીજાની ભાવનાઓનું સન્માન કરો તથા સંબંધોની ગરિમા જાળવી રાખો. સ્વાસ્થ્ય: સમસ્યાઓના લીધે તણાવ અને ચિંતા રહેશે. તમારી સમસ્યાઓને કોઈ વિશ્વસનીય વ્યક્તિ સાથે શેર કરો, તમને ચોક્કસ જ યોગ્ય ઉકેલ મળશે અને સ્વાસ્થ્યમાં પણ સુધારો આવશે. લકી કલર: વાદળી લકી નંબર: 8 પોઝિટિવ: બાળકોની કોઈ સિદ્ધિને લઈને મનમાં ખુશી અને સુકૂન રહેશે. ઘરની જાળવણી સંબંધી યોજનાઓ બનશે. તમે તમારી સૂઝબૂઝથી કોઈ સમસ્યાને ઉકેલવામાં સક્ષમ રહેશો તથા તમારા વ્યક્તિત્વમાં પણ સકારાત્મક પરિવર્તન આવશે. નેગેટિવ: પારિવારિક મામલાઓમાં પણ તમારું યોગદાન આપવું જરૂરી છે, આનાથી પારિવારિક વ્યવસ્થા સકારાત્મક રહેશે. યુવા વર્ગ નકામી મોજ-મસ્તીમાં સમય બરબાદ ન કરો, નહિતર કોઈ સિદ્ધિ હાથમાંથી સરકી પણ શકે છે. વ્યવસાય: કારોબારમાં સ્ટાફનો યોગ્ય સહયોગ બનેલો રહેશે. ભાગીદારીના વ્યવસાયમાં પણ આજે કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય ન લો. નોકરીયાત લોકોનો ઉચ્ચ અધિકારીઓ સાથે કોઈ વાત પર તણાવ રહી શકે છે, ગુસ્સાને બદલે શાંતિપૂર્ણ રીતે સમસ્યાનો ઉકેલ કાઢો. લવ: દાંપત્ય સંબંધોમાં મધુરતા રહેશે. અવિવાહિત લોકો માટે સારું માંગું આવશે. સ્વાસ્થ્ય: સંતુલિત આહારની સાથે-સાથે કસરત અને યોગ જેવી બાબતો પર પણ ધ્યાન આપો, આનાથી ઈમ્યુનિટી સ્ટ્રોંગ રહેશે. લકી કલર: બદામી લકી નંબર: 4 પોઝિટિવ: આજે તમે તમારી અંદર ઉમંગ અને ઊર્જા અનુભવશો. તમારી બનાવેલી યોજનાઓને ક્રિયાન્વિત કરશો અને સકારાત્મક પરિણામો પણ હાંસલ થશે. નજીકના સંબંધીઓ સાથે મુલાકાતની તક મળશે. રાજકીય સંપર્કથી તમને ફાયદો થઈ શકે છે. નેગેટિવ: યુવા વર્ગ નકામી પ્રવૃત્તિઓમાં પડીને પોતાના કરિયર સાથે ચેડાં ન કરો. કોઈ અપ્રિય ઘટનાની તમારા મન-મસ્તિષ્ક પર નકારાત્મક અસર પડી શકે છે. થોડો સમય મેડિટેશનમાં વિતાવો, આનાથી પોઝિટિવિટી આવશે. વ્યવસાય: કાર્યસ્થળ પર બહારના લોકોની દખલગીરી ન થવા દો, કારણ કે કોઈની નકારાત્મક પ્રવૃત્તિથી વાતાવરણ દૂષિત થઈ શકે છે. તમારા કોઈ વિશેષ પ્રોજેક્ટ પર ઉચ્ચ અધિકારીઓનું પણ માર્ગદર્શન અને સહયોગ રહેશે. ઓનલાઈન પ્રવૃત્તિઓ પર પણ ધ્યાન આપો. લવ: ઘરમાં બધા સભ્યો માટે યોગ્ય સામંજસ્ય અને પ્રેમ જળવાઈ રહેશે. તમારા લવ પાર્ટનરને કોઈ ભેટ ચોક્કસ આપો. સ્વાસ્થ્ય: બ્લડ પ્રેશર, ડાયાબિટીસ વગેરેથી પરેશાન લોકો પોતાનું વિશેષ ધ્યાન રાખે અને પોતાની નિયમિત તપાસ કરાવે. લકી કલર: કેસરી લકી નંબર: 7 પોઝિટિવ: અંગત તથા આર્થિક મામલાઓમાં તમારા નજીકના મિત્રો તથા પરિવારજનો સાથે સલાહ-મસલત ચોક્કસ કરો, તમને કોઈ નિર્ણય લેવામાં સરળતા રહેશે. પ્રિયજનો સાથે સંબંધોમાં મધુરતા આવશે. કોઈ પોલિસી અથવા પ્રોપર્ટીમાં રોકાણ કરવાની પ્રબળ સંભાવનાઓ છે. નેગેટિવ: બપોર પછી કોઈ કારણસર આત્મવિશ્વાસ ડગમગી શકે છે. લાપરવાહીના લીધે કોઈ તક પણ હાથમાંથી સરકી જશે. તમારા અહમ પર કાબૂ રાખો. કોઈ મિત્ર કે સંબંધી સાથે વાદ-વિવાદની સ્થિતિ ઉગ્ર રૂપ લઈ શકે છે તેથી સાવચેતી રાખો. વ્યવસાય: વ્યવસાયમાં તમારા નેતૃત્વ અને સંચાલન દ્વારા બધા કાર્યો યોગ્ય રીતે વ્યવસ્થિત રહેશે, ફક્ત કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતી વખતે અનુભવી વ્યક્તિની સલાહ ચોક્કસ લો. ઓફિસની જવાબદારીઓ સારી રીતે નિભાવશો. સ્ટાફનો પણ યોગ્ય સહયોગ બનેલો રહેશે. લવ: દાંપત્ય જીવન મધુર અને સુખમય પસાર થશે. પ્રેમ પ્રસંગોમાં પણ નિકટતા બનેલી રહેશે. સ્વાસ્થ્ય: કોઈ ખાસ કાર્યમાં અવરોધ આવવાના લીધે માનસિક તણાવ રહેશે. થોડો સમય આત્મચિંતન તથા મનનમાં પણ ચોક્કસ વિતાવો. લકી કલર: લાલ લકી નંબર: 5 પોઝિટિવ: પરિવાર સાથે જોડાયેલા કોઈ નિર્ણય પર અમલ કરવાનો સારો સમય છે. આ સમયે પ્રકૃતિ તમારી પ્રગતિ માટે નવા રસ્તા ખોલી રહી છે, ખુલ્લા દિલથી તેનું સ્વાગત કરો. કોઈ ખાસ સભામાં જવાની તક મળી શકે છે. યુવાનોને કરિયરમાં કોઈ નવી તક મળવાથી રાહત મળશે. નેગેટિવ: તમારા વિરોધીઓની પ્રવૃત્તિઓથી અજાણ ન રહો અને સાથે જ ઉતાવળમાં કોઈ પણ કાર્ય ન કરો. ઉધાર આપેલા પૈસા પાછા માંગવા પર વાદ-વિવાદની સ્થિતિ બની રહી છે. શાંતિ અને ધીરજથી સમસ્યાઓનો ઉકેલ કાઢો. વ્યવસાય: વ્યાવસાયિક કાર્યો યોજનાબદ્ધ રીતે સંપન્ન થઈ જશે. માર્કેટિંગ, પેમેન્ટ વગેરે કલેક્ટ કરવામાં તમારો વધુ સમય લગાવો. સરકારી કર્મચારીઓને ઉચ્ચ અધિકારીઓ તરફથી કોઈ ઓથોરિટી પણ મળી શકે છે, જે લાભદાયી પણ સાબિત થશે. લવ: વ્યસ્તતાની વચ્ચે જીવનસાથી તથા પરિવારજનો માટે પણ સમય જરૂર કાઢો, આનાથી પરસ્પર સંબંધોમાં વધુ નિકટતા વધશે. સ્વાસ્થ્ય: થોડો સમય તમારા આરામ માટે પણ જરૂર કાઢો. અતિશય કાર્યભારના લીધે થાક અને તણાવ હાવી રહી શકે છે. લકી કલર: ઓરેન્જ લકી નંબર: 4
    Click here to Read More
    Previous Article
    23 નવેમ્બરનું ટેરો રાશિફળ:તુલા, વૃશ્ચિક અને કુંભ રાશિના જાતકોને મળશે પગાર વધારો, ધન રાશિ માટે ભાગ્યોદય
    Next Article
    જામનગરમાં રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને દિવાળી સ્નેહમિલન યોજાયું:ચિંતન ત્રિવેદીના ભજન-ગીતોએ જમાવ્યો રંગ, મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment