Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડનગરના ઐતિહાસિક વારસાથી અભિભૂત થયા દિલજીત દોસાંઝ:પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિરમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા બાદ દેશના પ્રથમ આર્કિયોલોજિકલ મ્યુઝિયમની લીધી મુલાકાત

    1 day ago

    વિશ્વભરમાં પોતાના અવાજ અને અભિનયથી કરોડો ચાહકોના દિલ પર રાજ કરનાર પ્રખ્યાત પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝે આજે મહેસાણા જિલ્લાના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા નગર વડનગરની વિશેષ મુલાકાત લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મભૂમિ અને હજારો વર્ષોનો જીવંત ઇતિહાસ ધરાવતા આ પ્રાચીન નગરની મુલાકાત દરમિયાન દિલજીત દોસાંઝે અહીંના ભવ્ય સ્થાપત્યો અને સાંસ્કૃતિક વારસાને ખૂબ જ નજીકથી નિહાળ્યો હતો. હાટકેશ્વર મહાદેવના દર્શન-પૂજા કરી મંદિરના શિલ્પ-સ્થાપત્યથી પ્રભાવિત થયા પોતાની આ મુલાકાતની શરૂઆતમાં દિલજીત દોસાંઝે વડનગરના સુપ્રસિદ્ધ અને અતિપ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે ભગવાન ભોળાનાથના દર્શન અને પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસરમાં પ્રવેશતાની સાથે જ તેઓ મંદિરના અદભુત શિલ્પ-સ્થાપત્ય, ઝીણવટભર્યું કોતરણીકામ અને શાંત આધ્યાત્મિક વાતાવરણથી અત્યંત પ્રભાવિત થયા હતા. આ પ્રસંગે મંદિરના પૂજારીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશના પ્રથમ આર્કિયોલોજિકલ મ્યુઝિયમની લીધી મુલાકાત હાટકેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ દિલજીત દોસાંઝે વડનગર ખાતે નિર્માણ પામેલા દેશના પ્રથમ અને અત્યાધુનિક આર્કિયોલોજિકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. આ મ્યુઝિયમમાં વડનગરના ઉત્ખનન દરમિયાન મળી આવેલા હજારો વર્ષ જૂના પુરાતત્વીય અવશેષો, પ્રાચીન સિક્કાઓ, માટીના વાસણો, બૌદ્ધ કાલીન સ્થાપત્યો અને વડનગરની અવિરત જીવંત સંસ્કૃતિની ગાથા રજૂ કરતા વિવિધ વિભાગોનું તેમણે ખૂબ જ રસપૂર્વક અને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. મ્યુઝિયમની મુલાકાત દરમિયાન ઉપસ્થિત પુરાતત્વ વિભાગના નિષ્ણાતો અને અધિકારીઓએ દિલજીત દોસાંઝને વડનગરના 2500 વર્ષથી પણ વધુ જૂના ગૌરવશાળી ઇતિહાસ અને વિવિધ રાજવંશોના શાસનકાળ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. વડનગરના આ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા વિશે જાણીને દિલજીત દોસાંઝે ભારે ઉત્સાહ અને આનંદ વ્યક્ત કર્યો હતો. આ મુલાકાત દરમિયાન સ્થાનિક વહીવટી તંત્ર તથા પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ખડેપગે ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વૈભવ સૂર્યવંશી પાકિસ્તાન સામે 11 રન બનાવીને આઉટ:ભારતનો સ્કોર- 56/2; રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં પાક.એ 314 રનનો ટાર્ગેટ આપ્યો
    Next Article
    FSSAI Finds Sample Of Bisleri Packaged Drinking Water 'Unsafe'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment