Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુનાખોરી પર અંકુશ માટે વડોદરા પોલીસની નવી પહેલ:'મેન્ટર પ્રોજેક્ટ' હેઠળ મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા ઈસમોનું કાઉન્સેલિંગ કરી ગુનાખોરીનો માર્ગ છોડવા સમજાવાયા

    6 hours ago

    વડોદરા શહેરમાં ગુનાખોરી પર નિયંત્રણ મેળવવા અને ગુનેગારોને સુધારવાની તક આપવાના હેતુથી પોલીસે 'મેન્ટર પ્રોજેક્ટ' અંતર્ગત વિશેષ પહેલ હાથ ધરી છે. ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે ઝોન-2ના DCP મંજીતા વણઝારાની ઉપસ્થિતિમાં મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા ઈસમોને બોલાવી તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને ભવિષ્યમાં કોઈપણ અસામાજિક પ્રવૃત્તિમાં સામેલ ન થવા તાકીદ કરાઈ હતી. ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે ઝોન-2ના અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ઝોન-2 હેઠળ આવતા તમામ પોલીસ સ્ટેશનોના પોલીસ ઇન્સ્પેક્ટરો હાજર રહ્યા હતા. પોલીસ અધિકારીઓએ મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા ઈસમોને ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહી સમાજની મુખ્યધારામાં જોડાવા અને સકારાત્મક જીવન જીવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. અગાઉ પકડાયેલા ઈસમો પર સતત વોચ રાખી એલર્ટ કરાયા: DCP DCP ઝોન-2 મંજીતા વણઝારાએ જણાવ્યું કે, મેન્ટર પ્રોગ્રામ હેઠળ અગાઉ કોઈ ગુનામાં પકડાયેલા ઈસમોની ગતિવિધિઓ પર પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવે છે. આવા ઈસમો ફરી વખત કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં ન સંકળાય તે હેતુથી તેમનું બ્રિફિંગ રાખી તેમને એલર્ટ અને તાકીદ કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી જતું કન્ટેનર રેલવે ફાટક પાસે ફસાયું:બજાણા-માલવણ વચ્ચે ટ્રાફિકજામ; દોઢથી બે કલાક બાદ કન્ટેનર બહાર કઢાયું
    Next Article
    Man's Unusual Eye Movement During Zohran Mamdani Speech Sparks Conspiracy Theory Online

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment