Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિગ બોસ શાહરુખ-કરણ જોહરને કન્ટેસ્ટન્ટ બનાવવા માંગતા હતા:પૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ બોલ્યા- ત્યારે હોસ્ટ નક્કી નહોતા; જાણો દર અઠવાડિયે ફી આપવાનું કારણ

    6 घंटे पहले

    રિયાલિટી શો 'બિગ બોસ'ના પૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ અને ટેલેન્ટ મેનેજર આનંદ ચવ્હાણ શોના શરૂઆતના દિવસો સાથે જોડાયેલો એક મોટો ખુલાસો કર્યો છે. સિદ્ધાર્થ કન્નનને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે 2006માં 'બિગ બોસ'ની પહેલી સીઝન માટે શાહરુખ ખાન અને કરણ જોહર જેવા મોટા કલાકારોનો કન્ટેસ્ટન્ટ તરીકે સંપર્ક કરવામાં આવ્યો હતો. ચવ્હાણના જણાવ્યા અનુસાર, તે સમયે શોના ફોર્મેટમાં કોઈ હોસ્ટ નક્કી કરવામાં આવ્યો ન હતો અને મેકર્સનું સંપૂર્ણ ધ્યાન માત્ર મોટા ચહેરાઓને ઘરની અંદર લાવવા પર હતું. હાલમાં શોની 20મી સીઝન ચાલી રહી છે. હોસ્ટ પહેલાં કન્ટેસ્ટન્ટ્સ પર હતું ધ્યાન આનંદ ચવ્હાણે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે કોઈપણ નવા શોની શરૂઆતમાં સૌથી મોટા કલાકારો વિશે વિચારવું સ્વાભાવિક છે. તેમણે જણાવ્યું, "જ્યારે અમે આ મોટા કલાકારોનો સંપર્ક કર્યો, ત્યારે અમને દરેક સાથે અલગ-અલગ અનુભવો થયા. જોકે, આ પ્રક્રિયામાં લાગેલા સમયને કારણે શોની નિર્ધારિત લૉન્ચ તારીખ પર કોઈ અસર પડી નહીં." તેમણે સ્પષ્ટ કર્યું કે મોટા સિતારાઓના ઇનકાર અથવા વાતચીતમાં સમય લાગવાથી શોમાં વિલંબ થયો નહોતો અને તેને નક્કી કરેલી યોજના મુજબ જ ટીવી પર લોન્ચ કરવામાં આવ્યો હતો. સ્પર્ધા વધારવા માટે શરૂ કરવામાં આવ્યો હતો સાપ્તાહિક ફીનો નિયમ કાસ્ટિંગ ઉપરાંત આનંદ ચવ્હાણે શોના પેમેન્ટ મોડલ પાછળની વિચારસરણી પણ શેર કરી. બિગ બોસમાં કન્ટેસ્ટન્ટ્સને એકસાથે રકમ આપવાને બદલે દર અઠવાડિયે ફીના હિસાબે ચુકવણી કરવામાં આવે છે. આ અંગે ચવ્હાણે કહ્યું, "પેમેન્ટ સ્ટ્રક્ચર પાછળ અમારો હેતુ કન્ટેસ્ટન્ટ્સ વચ્ચે સ્પર્ધાની ભાવના પેદા કરવાનો હતો. જ્યારે તમને રોકાઈ રહેવા બદલ ઇન્સેન્ટિવ મળે છે, ત્યારે તે જીતવા માટે પ્રેરિત કરે છે." તેમણે જણાવ્યું કે આ જ કારણસર પ્રતિ સપ્તાહ ચુકવણીનો નિયમ બનાવવામાં આવ્યો, જેના કારણે ઘરમાં વિતાવેલા અઠવાડિયાની સંખ્યા જ સ્પર્ધકની કુલ કમાણી નક્કી કરે છે. 2006માં અરશદ વારસીએ હોસ્ટ કરી હતી પહેલી સીઝન ભારતીય ટેલિવિઝન પર ‘બિગ બોસ’ની શરૂઆત વર્ષ 2006માં થઈ હતી. પહેલી સીઝનને અભિનેતા અરશદ વારસીએ હોસ્ટ કરી હતી. તે સીઝનમાં રાહુલ રોય, રવિ કિશન, રાખી સાવંત, કાશ્મીરા શાહ, અમિત સાધ અને રૂપાલી ગાંગુલી જેવા જાણીતા ચહેરાઓ સ્પર્ધક તરીકે સામેલ થયા હતા. દર્શકોના મતોના આધારે ફિલ્મ ‘આશિકી’થી જાણીતા અભિનેતા રાહુલ રોય પહેલી સીઝનના વિજેતા બન્યા હતા. બાદમાં લાંબા સમય સુધી આ શોની કમાન સલમાન ખાને સંભાળી હતી.
    Click here to Read More
    Previous Article
    हाथ काटने की धमकी देने वाले Pakistani Mantri PM Modi के Fan हो गए? |Pakistan Minister Musadik Malik
    Next Article
    મોરબી જતું કન્ટેનર રેલવે ફાટક પાસે ફસાયું:બજાણા-માલવણ વચ્ચે ટ્રાફિકજામ; દોઢથી બે કલાક બાદ કન્ટેનર બહાર કઢાયું

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment