Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્રાઝિલથી આવેલી યુવતીએ ગિરનારની પરિક્રમા કરી:કહ્યું- 'અહીં આવીને ખૂબ ખુશ છું', રાત્રિના સમયે રૂટ પર દીપડો આવી જતા વનવિભાગમાં દોડધામ મચી

    12 घंटे पहले

    જૂનાગઢમાં લીલી પરિક્રમાને લઈ ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જામ્યો છે.પરિક્રમાનો આજે ત્રીજો દિવસ છે ત્યારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રકૃતિ અને પરમેશ્વરના આ અનોખા સમન્વયમાં ભક્તિરસથી તરબોળ બન્યા છે. ગુજરાત અને દેશના લોકો તો લીલી પરિક્રમાનો આનંદ માણી પુણ્યનું ભાથું બાંધી જ રહ્યા છે સાથે બ્રાઝીલથી આવેલી એક યુવતી પણ ભાવિકો સાથે જોડાઈને પરિક્રમાનો આનંદ લેતા જોવા મળી. ઈમરાના નામની આ યુવતીએ કહ્યું- હું અહીં આવીને ખૂબ ખુશ છું. પરિક્રમામાં ભાવિકોને કોઈ વન્યજીવ નુકસાન ન પહોંચાડે તે માટે વનવિભાગની ટીમ એલર્ટ છે. ગતરાત્રિએ પરિક્રમાના રૂટ પર જ એક દીપડાએ દેખા દેતા વનવિભાગની ટીમે તાત્કાલીક યાત્રાળુઓને રોકી દીધા હતા. બાદમાં દીપડાને દૂર ખસેડી યાત્રાને ફરી શરૂ કરવામાં આવી હતી. રાત્રિ દરમિયાન વનવિભાગની ટીમ ખડેપગે રહી હતી. બ્રાઝિલથી આવેલી યુવતીએ ગિરનારની લીલી પરિક્રમામાં જોડાઈને ધન્યતા અનુભવી ​ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાની દિવ્યતા સાત સમંદર પારથી વિદેશીઓને પણ ભારતની ભૂમિ તરફ ખેંચી લાવે છે, જેનું જીવંત ઉદાહરણ બ્રાઝિલથી આવેલા સાધ્વીજી બન્યા છે. પોતાના અનુભવો વર્ણવતા બ્રાઝિલના સાધ્વીજીએ જણાવ્યું હતું કે તેમને પહેલેથી જ વાંચનનો ખૂબ શોખ રહ્યો છે અને ભગવદ્ ગીતા તેમજ પોતાના ગુરુજીના પુસ્તકોના વાંચન થકી તેમનામાં ભારતીય આધ્યાત્મિકતા પ્રત્યે ઊંડો રસ જાગ્યો હતો. આ જ આધ્યાત્મિક જોડાણને કારણે તેમણે ભારત આવવાનો નિર્ણય લીધો હતો અને ખાસ કરીને મહાકુંભ મેળામાં સહભાગી થવાની ઈચ્છા સાથે તેઓ ભારત આવ્યા હતા. ભારતમાં આવ્યાને તેમને એક વર્ષ પૂર્ણ થયું છે અને હવે તેઓ ગિરનારની લીલી પરિક્રમામાં જોડાઈને ધન્યતા અનુભવી રહ્યા છે. ​બ્રાઝિલના સાધ્વીજીએ વધુમાં ઉમેર્યું હતું કે ગિરનારની પાવન ભૂમિ પર આવીને પરિક્રમામાં સહભાગી થવું એ તેમના માટે એક અત્યંત સુંદર અને યાદગાર આધ્યાત્મિક અનુભૂતિ છે. ભારતની પ્રાચીન આધ્યાત્મિક પરંપરા અને અહીંના પવિત્ર ધાર્મિક વાતાવરણ સાથે સીધા જોડાવાની આ એક અનોખી તક છે. બ્રાઝિલથી શરૂ થયેલી તેમની આધ્યાત્મિક સફરમાં મહાકુંભ બાદ હવે ગિરનારની લીલી પરિક્રમાનો આ અનુભવ કાયમી સંભારણું બની રહેશે. ​બીજી તરફ, પોરબંદર જિલ્લાના બખરલા ગામેથી પ્રથમ વખત ગિરનારની લીલી પરિક્રમામાં આવેલા કાળાભાઈ નામના ભાવિકે પરિક્રમાના આનંદમાં તરબોળ થઈને "આભમાં ઉગેલ ચાંદલો ને ઝીઝાબાઈને આવ્યા બાળ રે..." એવું પ્રસિદ્ધ શિવાજીનું હાલરડું લલકારીને વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. તેમણે પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું હતું કે જીવનના 50 વર્ષ સુધી તેઓ પરિક્રમામાં આવ્યા નહોતા તેનો તેમને અફસોસ છે, કારણ કે જો અહીંની વ્યવસ્થા અને આનંદ વિશે પહેલા ખબર હોત તો તેઓ ઘણા વહેલા પરિક્રમા કરવા આવ્યા હોત. પરિક્રમાના રૂટ પર દીપડો આવી જતા યાત્રાળુઓને રોકવાની ફરજ પડી ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ગઈકાલે રાત્રે સરકડિયા ઘોડી નજીક દીપડો જોવા મળ્યો હતો.વન્યજીવની હાજરી અને યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, સાવચેતીના ભાગરૂપે પરિક્રમા માર્ગ થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો હતો. જૂનાગઢ વન વિભાગની ટીમ તથા ટ્રેકર ટીમ દ્વારા સફળતાપૂર્વક દીપડાને માર્ગ પરથી દૂર ખસેડવામાં આવ્યો હતો. પૂરતી ખાતરી અને સુરક્ષા વ્યવસ્થા કર્યા બાદ પરિક્રમા માર્ગ યાત્રિકો માટે ફરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રેસ્ક્યુ ટીમ રાત્રિ દરમિયાન સ્થળ પર જ તૈનાત રહી હતી.વનવિભાગે તમામ યાત્રિકોને વિનંતી છે કે પરિક્રમા દરમિયાન નિર્ધારિત માર્ગથી જ પસાર થવું, માર્ગ છોડીને જંગલ વિસ્તારમાં ન જવું તથા કોઈપણ વન્યજીવ દેખાય તો તાત્કાલિક નજીકના વન વિભાગના કર્મચારીને જાણ કરવી.
    Click here to Read More
    Previous Article
    રાહુલ ગાંધી બોલ્યા- BJP-RSSને ભારતીય પરંપરાઓની સમજ નથી:તેમને અસંસ્કારી, લોભી અને જાતિવાદી પુરુષવાદી ગણાવ્યા; અર્ધનારીશ્વરની તસવીર શેર કરી
    Next Article
    'છોકરાઓને બહાર મોકલ, નહીંતર પતાવી દઈશું':મિત્ર સાથેના ઝઘડાનો ખાર રાખી ગણપતનગરમાં 4 શખસ બેફામ, ફળના વેપારીની 2 બાઇક સળગાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment