Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોંઘેરા મહેમાનોને મોંઘી રિટર્ન ગિફટ!:કાવ્યા-અનિરુદ્ધના લગ્નમાં કર્મચારીઓને મળી વીંટી; પ્રિયંકા-નિકે ચાંદીના સિક્કા તો દીપિકા-રણવીરે આપી સિલ્વર પ્લેટેડ ફ્રેમ

    6 hours ago

    સન ગ્રુપના માલિકની પુત્રી કાવ્યા મારને 11 નવેમ્બરે મ્યુઝિક પ્રોડ્યુસર અનિરુદ્ધ સાથે ગ્રીસમાં લગ્ન કર્યા છે. હવે દાવો કરવામાં આવી રહ્યો છે કે કાવ્યા-અનિરુદ્ધે સન ગ્રુપના કર્મચારીઓને લગ્ન નિમિત્તે ચાંદીની વીંટીઓ ભેટમાં આપી છે. આ પહેલાં રણવીર સિંહ-દીપિકા પાદુકોણે પણ લગ્નમાં આવેલા મહેમાનોને રિટર્ન ગિફ્ટ તરીકે સિલ્વર પ્લેટેડ ફોટો ફ્રેમ આપી હતી, જ્યારે પ્રિયંકા ચોપરા-નિક જોનસે રિટર્ન ગિફ્ટમાં કસ્ટમાઇઝ્ડ સિલ્વર કૉઇન આપ્યો હતો. વાંચો, કયા સેલેબ્સે લગ્ન અને ફંક્શનમાં મોંઘી રિટર્ન ગિફ્ટ આપી- દીપિકા પાદુકોણ-રણવીર સિંહ 14-15 નવેમ્બર 2018, લેક કોમો, ઇટાલી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ગણતરીના ખાસ મહેમાનોની હાજરીમાં ઇટાલીના લેક કોમોમાં લગ્ન કર્યા હતા. કપલે તમામ મહેમાનોને સિલ્વર પ્લેટેડ ફોટો ફ્રેમ ભેટમાં આપી હતી, જેમાં તેમના લગ્નની તસવીર લગાવવામાં આવી હતી. ગિફ્ટ ડિઝાઇનર કોડ સિલ્વરે તેની તસવીર શેર કરી હતી. પ્રિયંકા ચોપરા-નિક જોનસ લગ્ન: 1-2 ડિસેમ્બર 2018, ઉમેદ ભવન પેલેસ, જોધપુર પ્રિયંકા ચોપરા અને નિક જોનસનાં લગ્ન જોધપુરના પેલેસમાં થયાં હતાં. આ લગ્નમાં આવેલા ભારતીય અને વિદેશી મહેમાનોને સૌથી પહેલાં એક વેલકમ હેમ્પર બેગ આપવામાં આવી હતી, જેમાં ભારતીય મસાલા, મીઠાઈ અને નાસ્તો હતો. આ ઉપરાંત કપલે રિટર્ન ગિફ્ટમાં તમામ મહેમાનોને કસ્ટમાઇઝ્ડ ચાંદીનો સિક્કો આપ્યો હતો, જેમાં નિક-પ્રિયંકાના ઇનિશિયલ્સ N-P લખેલા હતા. પ્રિયંકાની બહેન પરિણીતિએ જણાવ્યું હતું કે જૂતા ચુરાઈની વિધિમાં તેમને નિક તરફથી હીરાની વીંટી મળી હતી. ટેલર સ્વિફ્ટ- ટ્રેવિસ કેલ્સ 3 જુલાઈ 2026, મેડિસન સ્ક્વેર, ન્યૂયોર્ક પૉપ સિંગર ટેલર સ્વિફ્ટે જુલાઈમાં અમેરિકન ફૂટબોલર ટ્રેવિસ કેલ્સ સાથે લગ્ન કર્યા છે. લગ્નમાં 100 ખાસ મહેમાનો સામેલ થયા હતા, જેમને લૉટરી સિસ્ટમ દ્વારા રિટર્ન ગિફ્ટ આપવામાં આવી હતી. તેમાં 1970 એડિશનની શેવરોલે શેવેલ કાર, લક્ઝરી ઘડિયાળો અને મોંઘી લક્ઝરી બેગ્સ સામેલ હતા. જ્યોર્જ ક્લૂની-અમલ ક્લૂની લગ્ન: 27 સપ્ટેમ્બર 2014, વેનિસ, ઇટાલી અમેરિકન ફિલ્મમેકર જ્યોર્જ ક્લૂનીએ પોતાના લગ્નમાં મહેમાનોને iPod ભેટમાં આપ્યા હતા, જેમાં તેમના મનપસંદ ગીતોની પ્લેલિસ્ટ હતી. આ સેલેબ્સની રિટર્ન ગિફટ પણ ખાસ રહી- સોનમ કપૂર–આનંદ આહુજા 8 મે 2018, મુંબઈ સોનમે લગ્નમાં આવેલી મહિલાઓ માટે સ્પેશિયલ હેમ્પર તૈયાર કરાવ્યું હતું. તેમાં કસ્ટમાઇઝ્ડ મોજડી, બ્રાઉન ક્લચ, 2 MAC લિપસ્ટિક, લીલી બંગડીઓ, માંગટીકો-ઇયરિંગ્સ સામેલ હતાં. અનુષ્કા શર્મા–વિરાટ કોહલી 11 ડિસેમ્બર 2017, ટસ્કની, ઇટાલી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ઇન્ટિમેટ વેડિંગની ચર્ચા થઈ હતી. કપલને લેખક રૂમીની કવિતાઓ પસંદ છે. તેથી તેમણે મહેમાનોને રૂમીની કવિતાઓનો સંગ્રહ ભેટમાં આપ્યો હતો. ગિફ્ટ હેમ્પરમાં છોડ પણ સામેલ હતો. દિયા મિર્ઝા–વૈભવ રેખી 15 ફેબ્રુઆરી 2021, મુંબઈ એક્ટ્રેસ દિયા મિર્ઝા અને વૈભવ રેખીના ઇકો-ફ્રેન્ડલી લગ્ન ખૂબ ચર્ચામાં રહ્યા હતા. કપલે મહેમાનોને ભેટ પણ ઇકો-ફ્રેન્ડલી આપી હતી. તેમણે સૌને છોડ આપ્યા હતા, જેને મેઘાલયના કારીગરોએ બનાવેલી ટોપલીઓમાં મૂકવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Pakistan मंत्री Musadik Malik SCO Meet के लिए INDIA आए, Congress ने Modi सरकार को घेरा | Pakistan
    Next Article
    સ્ટ્રગલના દિવસોમાં 12 લોકો રૂમમેટ હતા:પહેલી ફી માત્ર ₹70 હજાર હતી, ‘ધમાકા’ના 10 દિવસના શૂટ માટે કાર્તિક આર્યનને મળ્યા ₹20 કરોડ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment