Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના રાણકીવાવ રોડ સ્થિત કાલિકા મંદિરમાં તુલસીવિવાહ યોજાયો:બતીવાડા વિસ્તારથી ભગવાનનો વરઘોડો મંદિરે પહોંચ્યો; ભક્તોએ દર્શન અને પ્રસાદનો લાભ લીધો

    8 hours ago

    પાટણ શહેરના રાણકીવાવ રોડ પર આવેલા નવીન કાલિકા માતાજી મંદિર પરિસરમાં દેવઉઠી અગિયારસની રાત્રે તુલસીવિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. યજમાન પરિવારના નિવાસસ્થાનેથી નીકળેલા વરઘોડા બાદ મંદિર પરિસરમાં શાસ્ત્રોક્ત વિધિથી વિવાહ પ્રસંગ ઉજવાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો. બતીવાડા વિસ્તારથી ભગવાનનો વરઘોડો મંદિર પહોંચ્યો દેવઉઠી અગિયારસના પર્વ નિમિત્તે શનિવારે રાત્રે આયોજિત આ પ્રસંગની શરૂઆતમાં પાટણના બતીવાડા વિસ્તારમાં રહેતા યજમાન રાકેશ ચુનીલાલ અને તેમના પત્ની નયનાબેનના નિવાસસ્થાનેથી વાજતે-ગાજતે ભગવાનનો વરઘોડો નીકળ્યો હતો, જે શહેરના માર્ગો પરથી પસાર થઈને રાણકીવાવ રોડ પર આવેલા નવીન કાલિકા માતાજી મંદિર પરિસર ખાતે પહોંચ્યો હતો. મંત્રોચ્ચાર સાથે તુલસીવિવાહની વિધિ રાકેશ ચુનીલાલ પરિવારના યજમાન પદે સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં મંદિર પરિસરમાં વરઘોડાના આગમન બાદ મંદિરના પૂજારી શિવમ મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે તુલસીવિવાહની ધાર્મિક વિધિ સંપન્ન કરાવવામાં આવી હતી. ભક્તોએ દર્શન અને પ્રસાદનો લાભ લીધો દેવઉઠી અગિયારસના અવસરે યોજાયેલા આ તુલસીવિવાહ પ્રસંગમાં પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો મંદિર પરિસરમાં ઉમટી પડ્યા હતા, અને તુલસીવિવાહનાં દર્શન તેમજ પ્રસાદનો લાભ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    સોમનાથના મેળામાં પ્રથમ વખત ‘રંગ મેઘાણી’ કાર્યક્રમ યોજાશે:23 નવેમ્બરે રાત્રે 9 વાગ્યે રવિ મારુ અને ટીમ એકત્વ ભજન, લોકવાર્તા, સંગીત અને સાહિત્ય રજૂ કરશે
    Next Article
    9 Of Family Killed As Their Car Rams Parked Truck In Rajasthan's Kota

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment