Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથના મેળામાં પ્રથમ વખત ‘રંગ મેઘાણી’ કાર્યક્રમ યોજાશે:23 નવેમ્બરે રાત્રે 9 વાગ્યે રવિ મારુ અને ટીમ એકત્વ ભજન, લોકવાર્તા, સંગીત અને સાહિત્ય રજૂ કરશે

    8 hours ago

    સોમનાથમાં યોજાતા કાર્તિકી પૂર્ણિમાના મેળામાં આ વર્ષે પ્રથમ વખત ‘રંગ મેઘાણી’ નામનો સાહિત્યિક કાર્યક્રમ રજૂ થવા જઈ રહ્યો છે. આવતીકાલે 23 નવેમ્બર, 2026ના રોજ રાત્રે 9 કલાકે સોમનાથના પટાંગણમાં આ કાર્યક્રમ યોજાશે, જેમાં રવિ મારુ અને ટીમ એકત્વ દ્વારા સાહિત્ય, લોકવાર્તા, સંગીત અને ભક્તિની રજૂઆત કરવામાં આવશે. મેઘાણીના ઓછા જાણીતા સાહિત્યિક પાસાઓ અને લોકવાર્તા રજૂ કરાશે રવિ મારુના નેતૃત્વમાં ટીમ એકત્વ દ્વારા રજૂ થનારા ‘રંગ મેઘાણી’ કાર્યક્રમમાં ગુજરાતી સાહિત્યના સર્જક ઝવેરચંદ મેઘાણીના ઓછા જાણીતા સાહિત્યિક પાસાઓ, લોકસાહિત્ય અને તેમની રચનાઓ સાથે જોડાયેલી વાતોને રજૂ કરવામાં આવશે. મેઘાણીની લોકવાર્તાઓ, ભજનો અને સાહિત્યિક અભિવ્યક્તિ દ્વારા શ્રોતાઓને ગુજરાતી સંસ્કૃતિના વારસાનો પરિચય કરાવાશે. ભજન, ભાવ, ભક્તિ અને સાહિત્યને એક મંચ પર ઉજવવાનો પ્રયાસ કાર્યક્રમના સંદર્ભમાં રવિ મારુએ જણાવ્યું હતું કે સોમનાથની ભૂમિ પર મેઘાણીના સાહિત્યને ઉજવવાનો આ એક અવસર છે, કારણ કે મેઘાણીની અનેક એવી વાતો અને રચનાઓ છે જે આપણે સાંભળી તો છે, પરંતુ તેના મૂળ ભાવ સુધી પહોંચવાનું બાકી રહી ગયું છે. આપણા ભજનોમાં વૈરાગ્યનો ભાવ સમાયેલો છે, ત્યારે આવા ભજન, ભાવ, ભક્તિ અને સાહિત્યને એક મંચ પર ઉજવવાનો પ્રયાસ ‘રંગ મેઘાણી’ દ્વારા કરવામાં આવશે. મેઘાણીના સાહિત્યને નવી પેઢી સુધી પહોંચાડવાનું આયોજન કરાયું સોમનાથના સાનિધ્યમાં યોજાનારો આ કાર્યક્રમ સાહિત્યપ્રેમીઓ, લોકસાહિત્યના ચાહકો અને ભજનરસિકો માટે આયોજિત કરવામાં આવ્યો છે. કાર્તિકી પૂર્ણિમાના મેળામાં પ્રથમ વખત યોજાનારી આ રજૂઆત દ્વારા ઝવેરચંદ મેઘાણીના સાહિત્ય અને ગુજરાતી લોકસંસ્કૃતિના વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકામાં ભારતીયો પર તવાઈ:ટ્રમ્પના શાસનમાં 6,111 ભારતીયોની રેકોર્ડબ્રેક ધરપકડ, 2,349ને દેશનિકાલ; ગ્રીન કાર્ડ હોવા છતાં 60 વર્ષીય મહિલાને જેલમાં પૂરાયા!
    Next Article
    પાટણના રાણકીવાવ રોડ સ્થિત કાલિકા મંદિરમાં તુલસીવિવાહ યોજાયો:બતીવાડા વિસ્તારથી ભગવાનનો વરઘોડો મંદિરે પહોંચ્યો; ભક્તોએ દર્શન અને પ્રસાદનો લાભ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment