Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરમાં તુલસી વિવાહની ઠેરઠેર ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ:કન્યાદાન સાથે હસ્તમેળાપ મંગળ ફેરા સાથે લગ્ન વિધિ સંપન્ન, પૂર્વ ના ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ દર્શન કરી ધન્યતા અનુભવી

    2 days ago

    કારતક સુદ એકાદશી એટલે કે દેવ ઉઠી એકાદશીએ ભગવાન ઠાકોરજીના રૂડાં લગ્નોત્સવ યોજવામાં આવે છે શહેરના જુદાં જુદાં વિસ્તારમાં ભગવાનના રૂડા લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના ડાયમંડ ચોક મિત્ર મંડળ ખાતે ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા દર્શન કરી પર્વની ભાવિકોને શુભેચ્છાઓ પાઠવી હતી, લાલજી મહારાજ અને માતા વૃંદાના આજરોજ કાળિયાબીડ સ્થિત સદગુરુ આશ્રમ વિશાલ બાપુના આશ્રમ ખાતેથી વાજતે-ગાજતે નીકળી ડાયમંડ ચોક ખાતે વાજતેગાજતે પહોંચ્યા હતો, તેમજ ભગવાન લાલજી મહારાજ અને માતા વૃંદાના લગ્નના હસ્ત મેળાપ વિધિ પૂર્ણ થઈ હતી, લગ્ન વિધિ દરમિયાન ઇન્ટરનેશનલ લોક ગાયિકા રાજેશ્રીબેન પરમાર તથા તેની ટીમ લગ્નના રૂડા ફટાણા ગાયા હતા, તેમજ તુલસી વિવાહ દરમિયાન પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરી વિશ્વ વિદ્યાલય સરદારનગર ભાવનગર દ્વારા જુદા જુદા માતાજીની ઝાંખીના દર્શન કરાવવામાં આવ્યા હતા, લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ રાધામાસીનો દરબારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, ભાવેણાવાસીઓએ આધ્યાત્મિકતાની ઉજળી પ્રથા એવાં "દેવ વિવાહ" એટલે કે ભગવાન બાલકૃષ્ણ અને માતા તુલસીવૃદા ના શુભાશુભ વિવાહ રંગેચંગે ધર્મોઉલ્હાસ સાથે સંપન્ન કર્યાં હતાં આ પ્રસંગે ભાવનગર શહેર-જિલ્લામાં અનેક ધાર્મિક સામાજિક કાર્યક્રમો નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં અનેક સ્થળોએ તુલસી વિવાહના આયોજનો કરવામાં આવ્યાં હતાં, જેમાં લોકો એ ઢળતી સાંજે ઠાકોરજીને સુંદર વાઘામાં સજાવી જાડેરી જાન જોડી માતા તુલસીવૃદાના લગ્ન મંડપ સુધી વરઘોડા સાથે પહોંચ્યા હતા, આ વરઘોડામાં ડીજે ઢોલ શરણાઈની સુરાવલીના સથવારે ભગવાનના વરઘોડામાં મન મૂકીને નાચ્યાં હતાં, જેમાં શહેરમાં જુદી જુદી જગ્યાએ દર વર્ષે તુલસી વિવાહના ભવ્ય આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત શહેરના ડાયમંડ ચોક, બોરતળાવ, સુભાષનગર, સંસ્કાર મંડળ, પાનવાડી તથા કાળિયાબીડ સહિતના વિસ્તારોમાં તુલસી વિવાહનું જાહેરમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે તમામ જગ્યાએ રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું, શહેરભરમાં ઠેરઠેર સાંજે 6 વાગ્યાથી લાલજી મહારાજનો વરઘોડો વાજતેગાજતે નીકળી અને લગ્નોત્સવ વિધિ રાત્રે 9 વાગે કરવામાં આવી હતી...
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં દબાણ સામે રોજ કાર્યવાહી કરવા કલેક્ટરની સૂચના:જપ્ત કરેલો સામાન દુકાનદારોને પરત ન આપવા જણાવ્યું; સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યોએ રોડ અને જમીનના પ્રશ્નો ઉઠાવ્યા
    Next Article
    Yuzvendra Chahal Joins BJP, Gets Role In Party's OBC Morcha Committee

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment