Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં દબાણ સામે રોજ કાર્યવાહી કરવા કલેક્ટરની સૂચના:જપ્ત કરેલો સામાન દુકાનદારોને પરત ન આપવા જણાવ્યું; સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યોએ રોડ અને જમીનના પ્રશ્નો ઉઠાવ્યા

    2 days ago

    વલસાડ કલેક્ટરાલયના સભાખંડમાં મળેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટર નિતિન સાંગવાને જાહેર રસ્તા પર દબાણ કરનારા દુકાનદારો સામે રોજ કાર્યવાહી કરવા પાલિકાના ચીફ ઓફિસરને સૂચના આપી છે. કલેક્ટરે રસ્તા પરથી જપ્ત કરેલો સામાન દુકાનદારોને પરત નહીં આપવા, ટીમ બનાવી સરપ્રાઇઝ ચેકિંગ કરવા તેમજ ગંદકી ફેલાવતી દુકાનો સીલ કરવા સુધીના પગલાં લેવા જણાવ્યું હતું. વલસાડમાં દબાણ અને ધરમપુર-નાનાપોંઢા રોડના કામ અંગે રજૂઆત બેઠકમાં વલસાડના ધારાસભ્ય ભરત પટેલે હોર્ડિંગ્સ, બેનર અને દુકાનોની બહાર મુકેલા સામાનથી ટ્રાફિક જામ અને પાર્કિંગની સમસ્યા થતી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ ઉપરાંત ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે ધરમપુરથી નાનાપોંઢા રોડ પહોળો કરવાની કામગીરી દરમિયાન 11 વાહનો જપ્ત થતાં કામ અટક્યું હોવાની રજૂઆત કરી હતી, જેના પર કલેક્ટરે દંડની કાર્યવાહી બાદ વાહનો છોડવાની ખાતરી આપી હતી. ગોવાડા ગામની જમીન અને ફલધરામાં ભજન-સત્સંગનો મુદ્દો ઉઠ્યો ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરે ગોવાડા ગામના સર્વે નંબર 916ની જમીન સરકારી શીર પડતર તરીકે નોંધાઈ હોવાથી 50 વર્ષથી ખેતી કરતા ખેડૂતોને જમીન પરત આપવાની માંગ કરી હતી, જેના પર મામલતદારે અરજદારોને અપીલ કરવા જણાવ્યું હતું. તેમજ રમણલાલ પાટકર અને અરવિંદ પટેલે ફલધરા ગામના જલારામધામમાં જલારામ જયંતીએ રાત્રે 9:30 વાગ્યે પોલીસે ભજન-સત્સંગ બંધ કરાવ્યાનો મુદ્દો ઉઠાવતા જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાએ આ બાબત અગાઉ ધ્યાન પર આવી હોત તો ઉકેલ લાવી શકાયો હોત તેમ જણાવ્યું હતું. વારંવાર ગંદકી કરનારની મિલકત પર બોજો દાખલ કરવા સૂચના બેઠકના બીજા ભાગમાં દર મહિનાના પ્રથમ રવિવારે યોજાતા સ્વચ્છતા અભિયાનની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં સફાઈ બાદ પણ વારંવાર ગંદકી કરનાર લોકો સામે દંડ ફટકારવા, દંડ નહીં ભરનારની મિલકત પર બોજો દાખલ કરવા અને દુકાન સીલ કરવા કલેક્ટરે સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વંદના મીણા, જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સંચાલન નિવાસી અધિક કલેકટર કે.એસ. ડાભીએ કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સ્કૂલમાં લેક્ચર લઈ ઘરે પરત ફરતા શિક્ષકને કાળ ભરખી ગયો:રાજકોટ-જામનગર હાઇ-વે પર અજાણ્યા ટ્રકની અડફેટે બાઇકસવારનું મોત, ચાલક ફરાર
    Next Article
    શહેરમાં તુલસી વિવાહની ઠેરઠેર ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ:કન્યાદાન સાથે હસ્તમેળાપ મંગળ ફેરા સાથે લગ્ન વિધિ સંપન્ન, પૂર્વ ના ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ દર્શન કરી ધન્યતા અનુભવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment