Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રા.લો. સંઘના હોદેદારોની નિમણુંક માટે પ્રદેશ ભાજપને બાહુબલીઓના દબાણની ચર્ચા:પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે કહ્યું- 'નિયુક્તિનો નિર્ણય મોવડી મંડળ લેશે, મારા અને જયેશ રાદડિયા વચ્ચે કોઈ મતભેદ નથી'

    6 घंटे पहले

    રાજકોટ લોધીકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી પૂર્ણ થયા આજે 75 દિવસ વીતવા છતાં ચેરમેન વાઇસ ચેરમેન સહીત હોદેદારોની નિમણુંક થવા પામી નથી અને તેની પાછળ બે બાહુબલીઓનું જૂથવાદ દબાણ કારણભૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે જો કે આજે રાજકોટ આવેલા પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રશાંત કોરાટે નિયમ મુજબ નિમણુંક કરવામાં આવશે અને કોઈ જૂથવાદ ન હોવાનુ કહી ડિપ્લોમેટિક જવાબ આપ્યા હતા અને આ સાથે તમામ લોકો જાણતા હોવા છતાં તેમના અને જયેશ રાદડિયા વચ્ચે કોઈ મતભેદ ન હોવાનું કહી બન્ને લોકો પાર્ટી માટે કામ કરતા હોવાનું જણાવ્યું હતું. પ્રશાંત કોરાટે ડિપ્લોમેટિક જવાબ આપ્યા ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રશાંત કોરાટ આજે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા અને રાજકોટમાં પત્રકાર પરિષદ સંબોધતા તેમને રાજકોટ લોધીકા સંઘના ચેરમેન વાઇસ ચેરમેન સહિત હોદેદારોની નિમણુંક અંગે સવાલ કરતા તેઓએ ડિપ્લોમેટીક જવાબ આપવાની કોશિશ કરી હતી. તેમના નિવેદનોમાં કયાંકને કયાંક જયેશ રાદડિયા સાથે મતભેદ ચાલી જ રહ્યો છે તેવું આડકતરી રીતે જોવા મળ્યું હતું. રાજકોટ લોધીકા સંઘની ચૂંટણીમાં કુલ 15 બેઠક પર ભાજપ સામે ભાજપના જ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા અને તેમાં જયેશ રાદડિયા વર્સીસ પ્રશાંત કોરાટ જૂથ લડતા હોવાનું ભાજપના જ આંતરિક વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું હતું. જેમાં પ્રશાંત કોરાટ જૂથના એક માત્ર બાબુ નસીતની જીત થવા પામી હતી જયારે બાકીની તમામ બેઠક પર જયેશ રાદડિયા જૂથના ઉમેદવારોની જીત થતા ફરી એક વખત સહકારી ક્ષેત્રમાં રાદડિયાનો હાથ ઉપર રહ્યો હતો. સતાવાર ઉમેદવારનો પરાજય થયો હતો તે ડંખ મોવડી મંડળને રહી ગયો રાજકોટ લોધીકા સંઘની ચૂંટણીમાં ભાજપ પક્ષના મેન્ડેટ છતાં પણ સતાવાર ઉમેદવારનો પરાજય થયો હતો તે ડંખ મોવડી મંડળને રહી ગયો છે અને રાલો સંઘના બોર્ડમાં બળવાખોર કહેવાતા જુથની બહુમતી હોવા છતાં પણ નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણુંક થતી નથી. બંને બાહુબલીઓ વારા મવડી મંડળ સમક્ષ લોબિંગ કરવામાં આવી રહ્યું છે અને હવે આ નિર્ણય પણ પક્ષ દ્વારા થઇ શકતો નથી માટે મોટું દબાણ પક્ષના નેતૃત્વ પર આવી પહોંચ્યું છે અને સહકારી મંડળીનો વહીવટ ચકડોળે ચડ્યો છે. રા.લો. સંઘનો મુદ્દો મોવડી મંડળ માટે પણ મુશ્કેલ બની ગયો પ્રશાંત કોરાટ અને જયેશ રાદડિયા વચ્ચે જૂથવાદ અંગે સીધો સવાલ પુછવામાં આવતા તેઓએ કહ્યું હતું કે હું અને જયેશ રાદડીયા બન્ને પાર્ટીના કાર્યકર છીએ. બન્ને લોકો પાર્ટી માટે કામ કરી રહ્યા છીએ. બન્ને વચ્ચે મતભેદોની કોઈ વાત નથી. અમે બંને ભાજપને મજબુત કરવાનું કામ કરી રહ્યા છીએ અને અમારા વચ્ચે કોઇ મતભેદ નથી. રાજકોટ લોધીકા સંઘના હોદેદારોની નિયુકિત અંગે યોગ્ય સમયે પ્રદેશ મોવડી મંડળ નિર્ણય લેશે. એટલે એક વાત તો સ્પષ્ટ છે કે રાજકોટ લોધીકા સંઘનો મુદ્દો મોવડી મંડળ માટે પણ મુશ્કેલ જરૂર બની ગયો છે.
    Click here to Read More
    Previous Article
    DDA नरेला से लेकर वसंत कुंज तक प्राइम लोकेशन में दुकान-स्टोर खरीदने का दे रहा मौका, प्राइस करीब 8 लाख रुपये
    Next Article
    ડિંડોલીની હરિદ્વાર સોસાયટીમાં મકાન ભડભડ સળગ્યું:વૃદ્ધ મહિલાનું રેસ્ક્યુ, દીકરી માતાને ભેટીને ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી; ઘરવખરી-સામાન બળીને ખાખ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment