Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દમણમાં મશાલ ચોકથી ભેંસલોર સર્કલ સુધીના મેનહોલ બન્યા જોખમી:તંત્રની અધૂરી સમારકામની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ, ગંભીર દુર્ઘટના સર્જાય તે પહેલાં યોગ્ય રિપેરિંગની માંગ

    6 घंटे पहले

    સંઘપ્રદેશ દમણના મશાલ ચોકથી ભેંસલોર સર્કલ સુધીના અત્યંત વ્યસ્ત મુખ્ય માર્ગ પર આવેલા હેવી ડ્યુટી મેનહોલ વાહનચાલકો માટે જોખમી બન્યા છે. ડ્રેનેજ લાઈન માટે બનાવવામાં આવેલા આ મેનહોલ રસ્તાની સપાટીથી ઊંચા ઉપસી આવ્યા છે, જ્યારે તેની આસપાસના ડામર અને કોંક્રિટના ભાગ તૂટી જતાં ઊંડા ખાડા પડી ગયા છે. તંત્ર દ્વારા અગાઉ સમારકામ કરવામાં આવ્યું હોવા છતાં કામગીરી અધૂરી રહેતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોંક્રિટ તૂટતાં કાંકરી અને માટી બહાર આવી મુખ્ય માર્ગ પર આવેલા મેનહોલનું લેવલ રસ્તાની સપાટી સાથે સરખું ન હોવાથી વાહનોને પસાર થતી વખતે અચાનક જોરદાર ઝટકા લાગી રહ્યા છે. મેનહોલની ફ્રેમને મજબૂતાઈ આપતો કોંક્રિટનો ભાગ પણ અનેક સ્થળે તૂટી ગયો છે. પરિણામે ડામર અને કોંક્રિટ ઉખડી જતાં નીચેની કાંકરી અને માટી બહાર દેખાવા લાગી છે, તેમજ મેનહોલની આસપાસની ધાર ખુલ્લી પડી હોવાથી સ્થિતિ વધુ જોખમી બની છે. ટુ-વ્હીલરચાલકો પર સૌથી વધુ જોખમ આ માર્ગ પર દિવસભર કાર, રિક્ષા, ટુ-વ્હીલર સહિત ભારે વાહનોની સતત અવરજવર રહે છે. ઊંચા મેનહોલ અને ખાડાને કારણે વાહનચાલકોને અચાનક બ્રેક મારવી પડે છે અથવા વાહનને આડાઅવળું વાળીને પસાર થવું પડે છે. ખાસ કરીને ટુ-વ્હીલરચાલકો માટે આ સ્થિતિ ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. વાહનોના ટાયર ખાડામાં ફસાવા, ફાટવા કે બાઈક સ્લિપ થવાનું જોખમ પણ વધી ગયું છે. તંત્રની નબળી કામગીરીથી સમસ્યા યથાવત્ સ્થાનિક તંત્ર દ્વારા થોડા સમય અગાઉ મેનહોલની આસપાસ સમારકામ હાથ ધરાયું હતું, પરંતુ મેનહોલની ફ્રેમ અને તેની આસપાસના તૂટેલા ભાગનું યોગ્ય રીતે રિપેરિંગ ન થતાં સમસ્યા યથાવત્ રહી છે. ભારે વાહનોની સતત અવરજવરને કારણે મેનહોલની ફ્રેમ વધુ નબળી પડીને તૂટી જવાની પણ ભીતિ સેવાઈ રહી છે. ગંભીર જાનહાનિ થાય તે પહેલાં યોગ્ય સમારકામની લોકમાંગ સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ જોખમી મેનહોલને કારણે અગાઉ પણ 1-2 વખત નાના-મોટા અકસ્માતો સર્જાયા છે. માર્ગ પર વાહનોની સતત અવરજવર રહેતી હોવાથી કોઈ ગંભીર અકસ્માત કે જાનહાનિ થાય તે પહેલાં સંબંધિત તંત્ર દ્વારા તમામ નુકસાનગ્રસ્ત મેનહોલનું મજબૂતાઈપૂર્વક અને રસ્તાના લેવલ મુજબ સમારકામ કરવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં ગરીબ પરિવારોને કરિયાણાની કીટ આપી:હરેશભાઈ કણજારીયા અને પ્રિતેશભાઈ ચાવડાએ બાળકોના શિક્ષણની જવાબદારી લેવાની ખાતરી આપી
    Next Article
    વિવાદિત ખજોદ સાઈટનું ભારણ ઘટાડવા ઉંબેર ખાતે વૈકલ્પિક સાઇટ:140 મેટ્રિક ટન કચરાના ટ્રાયલ સાથે કામગીરી શરૂ, રોજ 1000 ટન નિકાલનું લક્ષ્ય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment