Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિવાદિત ખજોદ સાઈટનું ભારણ ઘટાડવા ઉંબેર ખાતે વૈકલ્પિક સાઇટ:140 મેટ્રિક ટન કચરાના ટ્રાયલ સાથે કામગીરી શરૂ, રોજ 1000 ટન નિકાલનું લક્ષ્ય

    6 hours ago

    સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના ઘન કચરાના વ્યવસ્થાપનને વધુ સુદ્રઢ બનાવવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. વિવાદિત ખજોદ ડિસ્પોઝલ સાઇટ પર વર્ષોથી એકત્રિત થયેલા કચરાના જથ્થાનો નિકાલ કરવામાં આવી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને, હવે ઉંબેર ખાતે તૈયાર કરાયેલી નવી વૈકલ્પિક સાઇટ પર કચરાના નિકાલની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં ટ્રાયલ બેઝ પર 140 મેટ્રિક ટન કચરાની આવક સાથે વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ખજોદ સાઈટ ખાતે ધીમી ગતિએ કચરાનો નિકાલ થતા અપેક્ષિત પરિણામ ન મળ્યા ખજોદ સાઇટ પર અગાઉથી કચરાના નિકાલની કામગીરી ચાલુ હોવા છતાં, કોન્ટ્રાક્ટરની અત્યંત ધીમી ગતિને કારણે તંત્રને અપેક્ષિત પરિણામો મળી શક્યા ન હતા. જૂના કચરાના નિકાલની સામે દરરોજ નવા કચરાનો જથ્થો સતત ઉમેરાતો રહેતાં ખજોદ ખાતે કચરાનો વિશાળ ડુંગર ખડકાઈ ગયો હતો. આ ગંભીર સ્થિતિને નિવારવા અને કચરાના નિકાલની પ્રક્રિયાને વેગ આપવા માટે પાલિકા તંત્ર દ્વારા ઉંબેર ખાતે આધુનિક સુવિધાઓ સાથેની નવી ડિસ્પોઝલ સાઇટ વિકસાવવામાં આવી છે. હવે શહેરના કેટલાક વિસ્તારોનો કચરો ખજોદને બદલે સીધો ઉંબેર ખાતે મોકલવાનો નિર્ણય લેવાયો છે. નવી સાઈટ પર 1000 મેટ્રિક ટન કચરાનું વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનું આયોજન પ્રથમ તબક્કાની ટ્રાયલ કામગીરીના ભાગરૂપે હાલમાં શહેરના ડિંડોલી અને ભેસ્તાન વિસ્તારમાંથી એકત્ર થતા કચરાને ઉંબેર સાઇટ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આ બંને વિસ્તારોમાંથી કુલ 14 વાહનો મારફતે 140 મેટ્રિક ટન કચરો ઉંબેર ખાતે પહોંચાડીને સાઇટની કાર્યક્ષમતાનું સફળ પરીક્ષણ કરાયું હતું. આ પ્રારંભિક કામગીરીના હકારાત્મક પરિણામોના આધારે આગામી દિવસોમાં કચરાનો જથ્થો તબક્કાવાર વધારવામાં આવશે. પાલિકા તંત્રનું આયોજન આ નવી સાઇટ પર પ્રતિદિન 1000 મેટ્રિક ટન સુધી કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનું છે, અને ત્યારબાદ સાઇટની મહત્તમ ક્ષમતા મુજબ સંપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવશે. ઉંબેર સાઇટ પર નિયમિત ધોરણે કચરાનો નિકાલ શરૂ થવાથી ખજોદ સાઇટ પર ઠલવાતા નવા કચરાનો પ્રવાહ નોંધપાત્ર રીતે ઘટશે. પરિણામે, ખજોદ ખાતે અગાઉથી જમા થયેલા કચરાના ડુંગરને સાફ કરવા માટે તંત્રને વધુ સમય અને સંસાધનો ફાળવવાની તક મળશે. બીજી તરફ, વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે ખજોદ સાઇટનો સંપૂર્ણ કબજો પણ આગામી સપ્તાહમાં પાલિકાને મળી જવાની શક્યતા છે, જેનાથી શહેરની સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીની કામગીરીને નવી ગતિ મળશે.
    Click here to Read More
    Previous Article
    દમણમાં મશાલ ચોકથી ભેંસલોર સર્કલ સુધીના મેનહોલ બન્યા જોખમી:તંત્રની અધૂરી સમારકામની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ, ગંભીર દુર્ઘટના સર્જાય તે પહેલાં યોગ્ય રિપેરિંગની માંગ
    Next Article
    Jinder Mahal Sets The Record Straight On WWE Leak Allegations

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment