Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલજીત દોસાંજના કોન્સર્ટમાં અમેરિકા-પંજાબથી ફેન્સ પહોંચ્યા:આખું સ્ટેડિયમ ભરાઈ ગયું, હજી સુધી કોન્સર્ટ શરૂ થયો નથી; ચાહકોએ ગીતો ગાઈ ચિયર અપ કર્યું

    19 hours ago

    આજે 21 નવેમ્બરના રોજ અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટમાં દેશભરમાંથી ફેન્સ મોદી સ્ટેડિયમ પહોંચ્યા. પંજાબથી સ્પેશિયલ દિલજીતને ચિયર અપ કરવા ફેન્સ અમદાવાદ પહોંચ્યા. આ ઉપરાંત બ્લેક કૂર્તા અને પાઘડીમાં યુવતીઓ કોન્સર્ટ જોવા પહોંચી. મેટ્રો ટ્રેન અને પ્રાઈવેટ વ્હીકલમાં ધીમે-ધીમે ચાહકો સ્ટેડિયમ પહોંચતા જ પોલીસ દ્વારા એન્ટ્રી આપવામાં આવી. મોદી સ્ટેડિયમ પહોંચતા જ યંગસ્ટર્સ કોન્સર્ટની ટિકિટ સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. તેમજ કેટલાક ફેન્સે તો દિલજીતના ગીતો ગાઈ પબ્લિકનો ઉત્સાહ વધાર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઈન્ટરનેશનલ બેન્ડ 'કોલ્ડ પ્લે' કરતા દિલજીતના કોન્સર્ટમાં પબ્લિક ખૂબ ઓછી જોવા મળી રહી છે. જોકે, ફેન્સ પહોંચે તે પહેલાં જ પંજાબી સિંગર દિલજીત દોસાંજ ITC નર્મદા હોટલથી મોદી સ્ટેડિયમ રવાના થયો હતો. બોડીગાર્ડ સાથે દિલજીત સ્ટેડિયમ પહોંચ્યો હતો. જ્યાં ક્રૂ મેમ્બર્સ સાથે રિહર્સલ અને મજાક-મસ્તી કરતો પણ જોવા મળ્યો હતો. મોદી સ્ટેડિયમ પહોંચતા જ ફેન્સની મોજ-મસ્તીની તસવીરો દિલજીત અમારા પંજાબનો હીરો છે: ફેન્સ પંજાબથી કોન્સર્ટ જોવા આવેલા એક ફેન્સે કહ્યું કે દિલજીત અમારા પંજાબનો હીરો છે. અહીં રિવરફ્રન્ટ, અક્ષરધામ મંદિર, કાંકરિયા લેક સહિતની જગ્યાઓ પર ફર્યા છીએ તેમજ અમદાવાદમાં સ્વચ્છતા સારી છે. દિલજીતનું ઇક કુડી સોંગ અમારું ખૂબ જ ફેવરિટ છે: પ્રિયંકા સુરતથી આવેલા પ્રિયંકા ચોપડા અને ભૂમિકાએ જણાવ્યું હતું કે, દિલજીતના અમે નાનપણથી ખૂબ જ મોટા ફેન છીએ અને તેનું ઇક કુડી સોંગ અમારું ખૂબ જ ફેવરિટ છે. ------------------------- આ પણ વાંચો… દિલજીત દોસાંજને ગિફ્ટ આપવા અમદાવાદના ફેન્સે બનાવી ખાસ પેઇન્ટિંગ અમદાવાદનો આર્ટિસ્ટ પૌમિલ ખત્રીએ 15 દિવસની મહેનત કરીને દિલજીત દોસાંજની ખાસ પેઇન્ટિંગ બનાવી છે. આ પેઇન્ટિંગ દિલજીત દોસાંજને રૂબરૂ મળીને ગિફ્ટ કરવાનું પૌમિલનું બે વર્ષથી સ્વપ્ન છે. આજે તે ખાસ પેઇન્ટિંગ ગિફ્ટ કરવા ITC નર્મદા હોટેલ ખાતે પહોંચ્યા છે. પેઇન્ટિંગમાં દિલજીતનો ચહેરો પોપ આર્ટથી બનાવ્યો છે અને પાઘડી છે તે રિયલ લાગે તે માટે કપડાથી બનાવી છે. તેમજ જે શર્ટ છે તે એક્રેલિક પેઇન્ટથી બનાવ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    Honda and Toyota Recall Cars: होंडा की 8 लाख से ज्यादा कारों में खतरा, क्यों मचा हड़कंप? |Car Safety
    Next Article
    કડી શહેરમાંથી બે યુવતીઓ ગુમ:LLBનો અભ્યાસ કરતી અને 19 વર્ષીય યુવતી ઘરેથી નીકળ્યા બાદ પરત ન ફરી, પરિવારજનો ચિંતાતુર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment