Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કડી શહેરમાંથી બે યુવતીઓ ગુમ:LLBનો અભ્યાસ કરતી અને 19 વર્ષીય યુવતી ઘરેથી નીકળ્યા બાદ પરત ન ફરી, પરિવારજનો ચિંતાતુર

    6 hours ago

    કડી શહેરના અલગ-અલગ વિસ્તારમાં રહેતી બે યુવતીઓ રહસ્યમય સંજોગોમાં ગુમ થવાના બનાવો સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ બંને યુવતીઓ ગત 19 નવેમ્બરના રોજ પોતાના ઘરેથી નીકળ્યા બાદ પરત ન ફરતાં પરિવારજનો ભારે ચિંતામાં મુકાયા છે. પરિવારજનો દ્વારા આસપાસના વિસ્તારો અને સગાસંબંધીઓને ત્યાં વ્યાપક શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતાં આખરે 20 નવેમ્બરના રોજ કડી પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રથમ બનાવ: LLBનો અભ્યાસ કરતી યુવતી 19 નવેમ્બરથી ગુમ કડીના શાસ્ત્રીનગર વિસ્તારમાં નાયરા પેટ્રોલ પંપ સામે આવેલા કર્મવન ફ્લેટ-02માં રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા પ્રહલાદભાઈ મગનભાઈ પરમાર (ઉં.વ. 54)ની 26 વર્ષીય પુત્રી પ્રિયંકાબેન ગુમ થઈ છે. હાલ LLBના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી પ્રિયંકાબેન 19 નવેમ્બરના રોજ સવારે આશરે 11:30 વાગ્યે કડીની એ.બી. પરીખ લો કોલેજમાં જવાનું કહીને ઘરેથી નીકળી હતી. ત્યારબાદ તેણે પોતાની બહેન કિરણના મોબાઈલ પર વોટ્સએપ મેસેજ કરીને પોતે નીકળી ગઈ હોવાની જાણ કરી હતી. જોકે, ત્યારથી તેનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે, જેના કારણે પરિવારજનોએ શોધખોળ બાદ પોલીસની મદદ લીધી છે. બીજો બનાવ: 19 વર્ષીય યુવતી લાપતા બની કડીના અણુખોલ પ્રજાપતિ વાસમાં પ્રાથમિક શાળા સામે રહેતા અને માટીના વાસણ બનાવવાનો વ્યવસાય કરતા જ્યંતિભાઈ સેધાભાઈ પ્રજાપતિ (ઉં.વ. 46)ની 19 વર્ષીય પુત્રી ખુશીબેન લાપતા બની છે. 19 નવેમ્બરના રોજ બપોરે પરિવાર સાથે ભોજન કર્યા બાદ પિતા કામ અર્થે અન્ય ઘરે ગયા હતા અને બપોરે આશરે 1 વાગ્યે પરત ફરતાં ખુશીબેન ઘરે જોવા મળી ન હતી. ઘરમાં હાજર દાદીના જણાવ્યા અનુસાર, ખુશી બપોરે 12:30 વાગ્યાથી ઘરે ન હતી. પરિવારજનોએ તેનો મોબાઈલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં ફોન સ્વિચ ઓફ આવતો હતો. યુવતીઓની મોબાઈલ લોકેશન અને સીસીટીવીના આધારે શોધખોળ બંને યુવતીઓના પરિવારજનોએ ગામમાં, શહેરમાં તેમજ સગાસંબંધીઓને ત્યાં તપાસ કરવા છતાં કોઈ ભાળ ન મળતાં અંતે પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે. કડી પોલીસે બંને અલગ-અલગ ફરિયાદોના આધારે ગુમ થયેલી યુવતીઓના મોબાઈલ લોકેશન અને સીસીટીવી ફૂટેજ સહિતની દિશામાં તપાસ હાથ ધરી શોધખોળ તેજ કરી છે. સમગ્ર બાબતે પી.એસ.આઈ પ્રદીપ ચાવડાએ જણાવ્યું કે, હાલમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આ કેસમાં વધુ તપાસ આદરી છે.
    Click here to Read More
    Previous Article
    દિલજીત દોસાંજના કોન્સર્ટમાં અમેરિકા-પંજાબથી ફેન્સ પહોંચ્યા:આખું સ્ટેડિયમ ભરાઈ ગયું, હજી સુધી કોન્સર્ટ શરૂ થયો નથી; ચાહકોએ ગીતો ગાઈ ચિયર અપ કર્યું
    Next Article
    પાટણમાં ભાજપ અનુસૂચિત જાતિ મોરચાની બેઠક યોજાઈ:આગામી કાર્યક્રમોનું આયોજન; 22, 26 અને 29 નવેમ્બરે કાર્યક્રમો યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment