Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરમતી–જેસલમેર એક્સપ્રેસમાં મુસાફરી કરનારાઓ ખાસ વાંચે:લૂણી–ભીલડી સેક્શનમાં ડબલિંગ કામગીરીને પગલે એક મહિના સુધી ટ્રેન પાલનપુર–મારવાડ થઈને ચાલશે

    7 घंटे पहले

    રેલવે તંત્ર દ્વારા મુસાફરોના વધારાના ધસારાને પહોંચી વળવા અને રેલવે ટ્રેકના આધુનિકીકરણની કામગીરીને પગલે બે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જે અંતર્ગત અમદાવાદ અને બરૌની વચ્ચે વધુ એક સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે, જ્યારે ઉત્તર પશ્ચિમ રેલવેમાં ડબલિંગના કાર્યને કારણે સાબરમતી–જેસલમેર એક્સપ્રેસ ટ્રેનને આગામી 23 નવેમ્બરથી 20 ડિસેમ્બર, 2026 સુધી પરિવર્તિત માર્ગે દોડાવવાનો નિર્ણય લેવાયો છે. બરૌની–અમદાવાદ–બરૌની સ્પેશિયલ ટ્રેનનો સમય અને મુખ્ય સ્ટોપેજ મુસાફરોની સુવિધા માટે દોડાવવામાં આવનાર આ સ્પેશિયલ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચની સુવિધા ઉપલબ્ધ રહેશે: ડબલિંગ કામગીરીને પગલે સાબરમતી–જેસલમેર એક્સપ્રેસ પાલનપુર–મારવાડ થઈને ચાલશે ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા લૂણી–સમદડી–ભીલડી રેલખંડ પર સતલાણા, ડૂડિયા અને ડુંડારા સ્ટેશનો વચ્ચે ડબલિંગના કાર્યનું કમિશનિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરીને કારણે 23 નવેમ્બરથી 20 ડિસેમ્બર, 2026 સુધી સાબરમતી–જેસલમેર ટ્રેન તેના નિર્ધારિત માર્ગ મહેસાણા–ભીલડી–લૂણીને બદલે પરિવર્તિત માર્ગ વાયા મહેસાણા–પાલનપુર–મારવાડ જંક્શન–લૂણી થઈને દોડશે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટના એસ.કે. ચોક નજીક સામે જોવા બાબતે યુવકની હત્યા કરાઈ:3 સંતાનો નિરાધાર બન્યા; મુખ્ય આરોપી સાયબર ફ્રોડના 2 ગુનામાં જેલ જઈ ચૂક્યો છે; બે આરોપીની ધરપકડ
    Next Article
    વહેલા ગયેલા 2 લાખથી વધુ યાત્રાળુઓએ પરિક્રમા કરી પૂર્ણ:19 તારીખે સવારે એક દિવસ વહેલી શરૂ થયેલી ગિરનાર પરિક્રમામાં બે લાખથી વધુ ભાવિકોએ 36 કલાકમાં પરિક્રમા કરી,યાત્રાળુએ કહ્યું વ્યવસ્થા ખૂબ સારી હતી મજા આવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment