Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વહેલા ગયેલા 2 લાખથી વધુ યાત્રાળુઓએ પરિક્રમા કરી પૂર્ણ:19 તારીખે સવારે એક દિવસ વહેલી શરૂ થયેલી ગિરનાર પરિક્રમામાં બે લાખથી વધુ ભાવિકોએ 36 કલાકમાં પરિક્રમા કરી,યાત્રાળુએ કહ્યું વ્યવસ્થા ખૂબ સારી હતી મજા આવી

    7 घंटे पहले

    ​નવ નાથ, ચોર્યાસી સિદ્ધ અને ચોસઠ જોગણીઓના બેસણા છે એવા જૂનાગઢ ગિરનારની 36 કિલોમીટરની પરિક્રમા 21 તારીખની મોડી રાત્રે સાધુ-સંતો તથા વનતંત્ર દ્વારા વિધિવત રીતે ગેટ ખોલીને શરૂ કરવામાં આવી હતી. જોકે, પરિક્રમામાં આવતા ભાવિકોની ભીડ એક દિવસ અગાઉ જ વધી જતા તંત્ર દ્વારા ગઈકાલે એટલે કે 19 તારીખે સવારે એક દિવસ વહેલી પરિક્રમા શરૂ કરી દેવામાં આવી હતી. આમ વહેલી શરૂ થયેલી પરિક્રમામાં નીકળેલા બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ માત્ર 36 કલાકમાં 36 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ કરીને પુણ્યનું ભાથું બાંધી ભવનાથ તરફ પાછા ફર્યા છે, જેમાં ગુજરાત ઉપરાંત દેશ-વિદેશ અને વિવિધ રાજ્યોમાંથી આવેલા ભાવિકો સામેલ છે. તંત્રના જણાવ્યા મુજબ 2 લાખથી વધુ લોકો પરિક્રમા પૂર્ણ કરી ચૂક્યા છે અને હાલ પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરી રહ્યા છે. ​કચ્છથી પરિક્રમામાં આવેલા સામંતભાઈ ડાંગરે પોતાનો અનુભવ જણાવતા કહ્યું હતું કે તેઓ પરિક્રમા કરવા ગયા હતા અને તેમને ખૂબ જ મજા આવી. સામંતભાઈ ડાંગરે ઉમેર્યું હતું કે પરિક્રમા દરમિયાન જમવાની સારી વ્યવસ્થા, પાણીની સુવિધા અને સારા રસ્તા હતા, તેમજ ભવનાથ મહાદેવનું મંદિર ખૂબ જ સુંદર છે. તેમણે "જૂનાગઢ તો જૂનાગઢ છે, જૂનાગઢ ન જોયું તો કંઈ ન જોયું" તેમ જણાવતા પોતાના કચ્છવાસીઓને સંદેશ આપ્યો હતો કે સૌએ જૂનાગઢ આવવું જોઈએ કારણ કે ત્યાં આવવાની ખૂબ મજા આવે છે. ​જામનગરના કાળુભાઈએ પરિક્રમા અંગે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે તેમને પરિક્રમામાં ખૂબ આનંદ આવ્યો અને ખાવા-પીવાની વ્યવસ્થા સારી હતી. કાળુભાઈએ જણાવ્યું હતું કે તેઓ વહેલી સવારે ખુલ્લા પગે નીકળી ગયા હતા અને ધીરે-ધીરે આનંદથી પરિક્રમા પૂરી કરવાના હેતુથી તેમણે વહેલી પરિક્રમા શરૂ કરી હતી. ​સુરેન્દ્રનગરના સજ્જનબેન પરોભાઈએ જણાવ્યું હતું કે તેઓ નવ લોકોના સમૂહ સાથે પરિક્રમા કરવા આવ્યા છે અને તેમને પરિક્રમામાં ખૂબ મજા આવી રહી છે. સજ્જનબેન પરોભાઈએ અહીં અન્નક્ષેત્ર, જમવા-રહેવા, સૂવા અને પીવાના પાણીની ઉત્તમ વ્યવસ્થા હોવાનું જણાવતા કહ્યું હતું કે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી આવે છે, જોકે અગાઉ એક વર્ષ ભારે વરસાદને કારણે આવી શક્યા નહોતા. પોતાના માર્ગ અને પડાવની વિગતો આપતા સજ્જનબેન પરોભાઈએ જણાવ્યું હતું કે તેઓ પહેલા જીણા બાવાની મઢી ખાતે નાસ્તા-પાણી કરે છે, ત્યારબાદ સરખાડીયા હનુમાન જઈ બપોરનું જમવાનું રાખે છે, ત્યાંથી માળવેલા ખાતે રાત્રિ રોકાણ કર્યું છે, લાભૂગીરીના આશ્રમે જઈ સવારે નાહી-ધોઈ નાસ્તા-પાણી કર્યા છે અને ત્યારબાદ બોરદેવી સ્થિત ગુરુ દત્તાત્રેયના આશ્રમે બપોરે રીંગણાનો ઓળો અને બાજરાના રોટલા જમી આરામ કર્યા બાદ ભવનાથ ખાતે પાછા ફર્યા છે, અને આ પરિક્રમા દરમિયાન તેમને જરા પણ થાક લાગ્યો નથી.
    Click here to Read More
    Previous Article
    સાબરમતી–જેસલમેર એક્સપ્રેસમાં મુસાફરી કરનારાઓ ખાસ વાંચે:લૂણી–ભીલડી સેક્શનમાં ડબલિંગ કામગીરીને પગલે એક મહિના સુધી ટ્રેન પાલનપુર–મારવાડ થઈને ચાલશે
    Next Article
    બોટાદમાં તુલસી વિવાહની 53મી શોભાયાત્રા નીકળી:ખારા વિસ્તારથી સ્ટેશન રોડ, જૈન દેરાસર, છત્રી ચોક અને ટાવર રોડ થઈ દિનદયાળના પૂતળા સુધી ફરી; મોટી સંખ્યામાં લોકો જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment