Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠા જિલ્લા સંકલન-ફરિયાદ સમિતિની બેઠક મળી:લોકોના પ્રશ્નો, સરકારી કામોની પ્રગતિ, વહીવટી સમસ્યાઓ અંગે ચર્ચા, કલેક્ટરે પ્રશ્નોના સમયસર ઉકેલ માટે સૂચના આપી

    6 hours ago

    સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક આજે હિંમતનગર કલેક્ટર કચેરીમાં યોજાઈ હતી. કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુએ અધિકારીઓને લોકોના પ્રશ્નો સમયમર્યાદામાં ઉકેલવા સૂચના આપી હતી. બેઠકમાં જિલ્લાના લોકોના પ્રશ્નો, સરકારી કામોની પ્રગતિ અને વહીવટી સમસ્યાઓ અંગે ચર્ચા થઈ હતી. કલેક્ટરે સંબંધિત વિભાગોના અધિકારીઓને પરસ્પર સંકલન રાખી જવાબદારીપૂર્વક પ્રશ્નોનો ઝડપથી અને સંતોષકારક ઉકેલ લાવવા જણાવ્યું હતું. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ તાલુકાનાં વિવિધ ગામોમાં સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા, નેશનલ હાઈવે, સર્વિસ રોડ અને માર્ગ-મકાન વિભાગનાં વિકાસકામો અંગે રજૂઆત કરી હતી. તેમણે વિવિધ સ્થળોના પ્રશ્નો પણ રજૂ કર્યા હતા. આ મુદ્દાઓ પર જરૂરી કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને જણાવાયું હતું. બેઠકના બીજા તબક્કામાં સરકારી કચેરીઓના આંતરિક પ્રશ્નો, નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન કેસો અને સરકારી લેણાંની વસૂલાતની સમીક્ષા થઈ હતી. નિવૃત્ત કર્મચારીઓને પેન્શન મેળવવામાં વિલંબ ન થાય તે માટે પ્રક્રિયા સમયસર પૂરી કરવા કલેક્ટરે અધિકારીઓને કહ્યું હતું. બેઠકમાં સાંસદ શોભનાબેન બારૈયા, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, નિવાસી અધિક કલેક્ટર કૃષ્ણા વાઘેલા, પ્રાંત અધિકારીઓ અને જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સરસાવમાં ભોલેનાથ મહાદેવ મંદિરનું ખાતમુહૂર્ત થયું:ધારાસભ્ય નિમિષાબેન સુથારે પૂજન-અર્ચન કરી બાંધકામ શરૂ કરાવ્યું
    Next Article
    પેટમાં દુખાવો થતા હોસ્પિટલ લઈ ગયા 4 માસનો ગર્ભ નીકળ્યો:16 વર્ષથી સગીરાનું શારીરિક શોષણ કરી ગર્ભવતી બનાવનાર એમ્બ્રોડરી કારીગરને 20 વર્ષની સખત કેદ, ફાસ્ટ ટ્રેક કોર્ટનો ચુકાદો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment