Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેટમાં દુખાવો થતા હોસ્પિટલ લઈ ગયા 4 માસનો ગર્ભ નીકળ્યો:16 વર્ષથી સગીરાનું શારીરિક શોષણ કરી ગર્ભવતી બનાવનાર એમ્બ્રોડરી કારીગરને 20 વર્ષની સખત કેદ, ફાસ્ટ ટ્રેક કોર્ટનો ચુકાદો

    6 hours ago

    સુરતના પુણાગામ વિસ્તારમાં રહેતી 16 વર્ષથી પણ નાની વયની સગીરા સાથે ઈન્સ્ટાગ્રામ પર પરિચય કેળવી, અવારનવાર શારીરિક સંબંધ બાંધીને ગર્ભવતી બનાવવાના ચકચારી કેસમાં સુરતની વિશેષ પોક્સો કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. ચોથા અધિક સત્ર ન્યાયાધીશની ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટે 25 વર્ષીય આરોપી પંકજકુમાર બચ્ચનલાલ સરોજને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા અને 10,000નો દંડ ફટકાર્યો છે. કોર્ટની પરવાનગીથી સગીરાનો ગર્ભપાત કરાવાયો આ ગંભીર કેસમાં ભોગ બનનાર સગીરાની નાની વય અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સુરતની કોર્ટમાંથી કાયદેસરની પરવાનગી મેળવીને તેનું ગર્ભપાત કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ વિશાલ ફળદુ દ્વારા આરોપી વિરુદ્ધ દલીલો રજૂ કરવામાં આવી હતી. સરકારી વકીલની આ દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓને ગ્રાહ્ય રાખીને નામદાર કોર્ટે આરોપીને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. હોસ્પિટલમાં પીડિતાની તપાસ કરતા 4 માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું આ ઘટનાની વિગત મુજબ ગત 2 જૂન, 2025ના રોજ રાત્રિના સમયે ભોગ બનનાર સગીરાએ પરિવાર સાથે તરબૂચ ખાધા બાદ અચાનક છીંક આવતા શ્વાસ લેવામાં તકલીફ અને પેટમાં અસહ્ય દુખાવો શરૂ થયો હતો. જેથી માતા-પિતા તેને સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ દુખાવો બંધ થતા ઘરે પરત ફર્યા હતા. જોકે, બીજા જ દિવસે એટલે કે 3 જૂન, 2025ના રોજ ફરી તબિયત લથડતા હોસ્પિટલ લઈ જવાતા તબીબોએ તપાસ કરી સગીરાને આશરે 4 માસનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું. તબિયત ગંભીર હોવાથી તેને તાત્કાલિક ICUમાં દાખલ કરવામાં આવી હતી. ઈન્સ્ટાગ્રામ પર સંપર્ક કરી ખાડીવાળા રસ્તે બોલાવી દુષ્કર્મ આચરતો હતો ICUમાં સારવાર દરમિયાન માતાએ પૂછપરછ કરતા સગીરાએ ચોંકાવનારી હકીકત જણાવી હતી. આઠેક મહિના અગાઉ તેના જ મહોલ્લામાં રહેતા આરોપી પંકજકુમાર સરોજ સાથે ઈન્સ્ટાગ્રામ પર ઓળખાણ થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે મેસેજ અને વાતચીત શરૂ થઈ હતી. આરોપી સગીરાની સોસાયટીની બાજુમાં આવેલા ખાડીવાળા રસ્તે સાંજના સમયે તેને મળવા બોલાવતો હતો અને તેની ઉંમર 16 વર્ષથી નાની હોવાનું જાણવા છતાં અવારનવાર શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવી હતી. કોર્ટે દંડ ન ભરે તો વધુ 1 વર્ષની કેદનો હુકમ કર્યો આ મામલે સગીરાની માતાએ પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપી પંકજકુમાર સરોજ (રહે. રાજીનગર ઝૂંપડપટ્ટી, ઉમરવાડા, પુણાગામ)ની ધરપકડ કરી હતી. સુરતની ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટમાં કેસ ચાલી જતા પુરાવાઓને ધ્યાને રાખી ન્યાયાધીશે આરોપીને 20 વર્ષની સખત કેદ ફટકારી છે. આ ઉપરાંત 10,000નો દંડ ભરવાનો અને જો દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સાદી કેદ ભોગવવાનો હુકમ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠા જિલ્લા સંકલન-ફરિયાદ સમિતિની બેઠક મળી:લોકોના પ્રશ્નો, સરકારી કામોની પ્રગતિ, વહીવટી સમસ્યાઓ અંગે ચર્ચા, કલેક્ટરે પ્રશ્નોના સમયસર ઉકેલ માટે સૂચના આપી
    Next Article
    सड़कों के मामले में धनी हो रहा बिहार, फिर भी पिछड़ा और ग़रीब क्यों है बिहार

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment