Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં કલેક્ટર જી.એચ. સોલંકીની અધ્યક્ષતામાં બે સમિતિની બેઠકો યોજાઈ:જિલ્લા સંકલન સમિતિમાં ફરિયાદોનો ઝડપી ઉકેલ લાવવા કલેક્ટરની સૂચના; વાજબી ભાવની દુકાનોના અનાજ વિતરણની સમીક્ષા

    6 घंटे पहले

    સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ તેમજ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠકો યોજાઈ હતી. આ બેઠકોમાં નાગરિકોના પ્રશ્નો, ચાલી રહેલાં વિકાસકામો અને અનાજ વિતરણ વ્યવસ્થાની સમીક્ષા કરાઈ હતી. કલેક્ટરે અધિકારીઓને બાકી ફરિયાદોનો ઝડપથી નિકાલ લાવવા અને સમયમર્યાદામાં કામ પૂરું કરવા સૂચના આપી હતી. સિંચાઈનાં કામો અને સરકારી હુકમોના પાલન પર ચર્ચા જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ અરજદારોની મુશ્કેલીઓનો ઝડપથી ઉકેલ લાવવા જણાવ્યું હતું, જ્યારે ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ યોગને રોજિંદા જીવનનો ભાગ બનાવવા કહ્યું હતું. બેઠકમાં નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગે રજૂઆત કરી હતી અને જિલ્લામાં સિંચાઈ વિભાગે કરેલાં કામોની ચર્ચા થઈ હતી, તેમજ લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવા જણાવાયું હતું. CBDCની કામગીરી અને અનાજ વિતરણની માહિતી અપાઈ નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠકમાં કલેક્ટરે ગરીબ અને મધ્યમ વર્ગનાં પરિવારોને સમયસર અને પૂરતા પ્રમાણમાં અનાજ મળે તે માટે માર્ગદર્શન આપ્યું હતું. ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી મેહુલ ભરવાડે વાજબી ભાવની દુકાનો, CBDCની કામગીરી, જિલ્લાને મળતા અનાજના જથ્થા અને તેના વિતરણની માહિતી રજૂ કરી હતી. ફૂડ વિભાગની ઓક્ટોબર માસની કાર્યવાહીની વિગતો મેહુલ ભરવાડે રજૂ કરેલી વિગતો મુજબ કાનૂની માપ વિજ્ઞાન તંત્રે ઓક્ટોબર માસમાં 49 પેટ્રોલ પંપ, 8 ગેસ એજન્સી, સસ્તા અનાજની 19 દુકાનો અને 540 વેપારીઓ મળી કુલ 616 સ્થળોએ તપાસ કરીને ગુના માંડવાળ પેટે ₹82,000 અને ફી પેટે ₹3,93,735ની વસૂલાત કરી હતી. આ ઉપરાંત ખોરાક અને ઔષધ નિયમન તંત્રે 93 કાયદેસરના અને 108 ઇન્ફોર્મલ નમૂના લેવા સાથે 130 સ્થળોએ તપાસ કરી હતી, જેમાં અગાઉના 96 નમૂનામાંથી 5 સબ-સ્ટાન્ડર્ડ જણાયા હતા. મેયર, DDO અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહ્યા બંને સમીક્ષા બેઠકોમાં ધારાસભ્ય પ્રકાશ વરમોરા, મેયર રાકેશકુમાર રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર જે.કે. જાદવ, નિવાસી અધિક કલેક્ટર વી.ડી. સાકરીયા, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ સલાહકાર સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ સહિત રાજ્યની 10 જેલના જેલરની સાગમટે બદલી:જુઓ કોને ક્યાંથી ક્યાં મૂકવામાં આવ્યા?
    Next Article
    સેમોદ્રાથી ભક્તો માતાજીનો રથ લઈને અંબાજી પગપાળા રવાના થયા:ડીજે પર માતાજીનાં ભજનો અને જયઘોષ સાથે ભક્તો નાચતા-ગાતા આગળ વધ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment