Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં દિલજીત દોસાંજનો ફીવર, મેટ્રોમાં યંગસ્ટર મોટેરા પહોંચવાનું શરૂ:મોદી સ્ટેડિયમમાં પબ્લિક પહેલાં જ દિલજીતની એન્ટ્રી, ગ્રાઉન્ડમાં સ્ટેજ-લાઈટિંગ સેટઅપ તૈયાર

    16 hours ago

    આજે 21 નવેમ્બરના રોજ AURA ઈન્ડિયા ટૂર અંતર્ગત અમદાવાદના મોદી સ્ટેડિયમમાં દિલજીત દોસાંજનો કોન્સર્ટ યોજાઈ રહ્યો છે. ગુજરાતના યુવાનોમાં અનોખો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, દિલ્હી, પંજાબ સહિતના રાજ્યોમાં મોટી સંખ્યામાં ફેન્સ અમદાવાદ આવી પહોંચશે. અમદાવાદ એરપોર્ટ પર સેલિબ્રિટીઓથી લઈને ફેન્સ ઉમટી પડશે. તો બીજી તરફ મોદી સ્ટેડિયમ પહોંચવા માટે મેટ્રો ટ્રેનમાં પણ પ્રેશકોની ભારે ભીડ જોવા મળશે. કોન્સર્ટમાં ફ્રી ટર્બન (પાઘડી) કેમ્પ દિલજીત દોસાંજના કોન્સર્ટમાં ફ્રી ટર્બન (પાઘડી) કેમ્પ રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાંથી કોન્સર્ટમાં જતા દર્શકોને ફ્રીમાં પાઘડી બાંધી આપવામાં આવશે. એ સાથે જ પોલીસે મોબાઈલની સાથે એક પાવરબેન્ક લઈ જવાની પણ પરમિશન આપી દીધી છે. એટલે કે કોન્સર્ટમાં જતા દર્શકો પોતાની સાથે પાવર બેન્ક લઈ જઈ શકશે. ------------------------- આ પણ વાંચો… દિલજીત દોસાંજને ગિફ્ટ આપવા અમદાવાદના ફેન્સે બનાવી ખાસ પેઇન્ટિંગ અમદાવાદનો આર્ટિસ્ટ પૌમિલ ખત્રીએ 15 દિવસની મહેનત કરીને દિલજીત દોસાંજની ખાસ પેઇન્ટિંગ બનાવી છે. આ પેઇન્ટિંગ દિલજીત દોસાંજને રૂબરૂ મળીને ગિફ્ટ કરવાનું પૌમિલનું બે વર્ષથી સ્વપ્ન છે. આજે તે ખાસ પેઇન્ટિંગ ગિફ્ટ કરવા ITC નર્મદા હોટેલ ખાતે પહોંચ્યા છે. પેઇન્ટિંગમાં દિલજીતનો ચહેરો પોપ આર્ટથી બનાવ્યો છે અને પાઘડી છે તે રિયલ લાગે તે માટે કપડાથી બનાવી છે. તેમજ જે શર્ટ છે તે એક્રેલિક પેઇન્ટથી બનાવ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    બાંગ્લાદેશમાં ફરી હિંસા, હસીના સમર્થકોનાં 50 ઘરો સળગાવાયા:બે દિવસ પહેલા PM રહમાનની પાર્ટીના 2 નેતાઓની હત્યા કરવામાં આવી હતી
    Next Article
    HPV રસીકરણમાં ગુજરાત દેશભરમાં અવ્વલ:એક જ દિવસમાં 71 હજાર સાથે 7.75 લાખથી વધુ કિશોરીઓને અપાયું સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષાકવચ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment