Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    HPV રસીકરણમાં ગુજરાત દેશભરમાં અવ્વલ:એક જ દિવસમાં 71 હજાર સાથે 7.75 લાખથી વધુ કિશોરીઓને અપાયું સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષાકવચ

    6 घंटे पहले

    દીકરીઓને સર્વાઇકલ કેન્સર જેવા ગંભીર રોગથી સુરક્ષિત રાખવાના ઉદ્દેશ્ય સાથે હાથ ધરાયેલા HPV રસીકરણ અભિયાનમાં ગુજરાતે દેશભરમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 14 વર્ષની વયજૂથની 7.75 લાખથી વધુ કિશોરીઓને HPV રસી આપીને સુરક્ષાકવચ પૂરું પાડવામાં આવ્યું છે. ગુજરાતની આ સિદ્ધિ બદલ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ અભિનંદન પાઠવ્યાં છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે દીકરીઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને HPV રસીકરણ અભિયાનને જનઆંદોલનનું સ્વરૂપ આપ્યું છે. સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ પૂરું પાડવાના આ અભિયાનમાં આરોગ્ય વિભાગની ટીમે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. મેમાં જ 100 ટકા લક્ષ્યાંક પૂર્ણ કર્યો રાજ્ય સરકારે રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાન અંતર્ગત મે મહિનામાં જ 100 ટકા લક્ષ્યાંક હાંસલ કરીને દેશભરમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ગુજરાતની કામગીરીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે 7 સપ્ટેમ્બરે રાજ્યને વધુ 2.72 લાખ HPV રસીના ડોઝ ફાળવ્યા હતા. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે શરૂ કરાયેલા 'સેવા પર્વ' અંતર્ગત 17થી 26 સપ્ટેમ્બર દરમિયાન વિશેષ રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશમાં 17 સપ્ટેમ્બરે એક જ દિવસમાં 71 હજારથી વધુ કિશોરીઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જ્યારે 10 દિવસના સેવા પર્વ દરમિયાન 1.47 લાખથી વધુ દીકરીઓને HPV રસી આપવામાં આવી હતી. 31 ડિસેમ્બર સુધી રસીકરણ અભિયાન ચાલુ રહેશે આરોગ્ય મંત્રીના જણાવ્યા અનુસાર, HPV રસીકરણ અભિયાનને સમગ્ર દેશમાં 31 ડિસેમ્બર, 2026 સુધી લંબાવવામાં આવ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં HPV રસીના 1 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. આ રાષ્ટ્રીય અભિયાનમાં પણ ગુજરાતે અગ્રેસર કામગીરી કરી છે. આરોગ્ય કર્મચારીઓની મહેનતને બિરદાવી આ સિદ્ધિ બદલ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાજ્યના આરોગ્ય વિભાગના તબીબો, નર્સિંગ સ્ટાફ, આશા વર્કર્સ અને અન્ય આરોગ્ય કર્મચારીઓને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે જણાવ્યું કે, ફિલ્ડ લેવલથી લઈને જિલ્લા અને રાજ્ય કક્ષા સુધીના કર્મચારીઓની મહેનત, સમર્પણ અને સંકલનના કારણે આ અભિયાન સફળ બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં દિલજીત દોસાંજનો ફીવર, મેટ્રોમાં યંગસ્ટર મોટેરા પહોંચવાનું શરૂ:મોદી સ્ટેડિયમમાં પબ્લિક પહેલાં જ દિલજીતની એન્ટ્રી, ગ્રાઉન્ડમાં સ્ટેજ-લાઈટિંગ સેટઅપ તૈયાર
    Next Article
    ભુજના સાહિલ અજડીયાને પાસા હેઠળ અટકાવ્યો:28 જેટલા ગુનાઓ અને ફરિયાદોના આધારે સુરતની લાજપોર જેલમાં મોકલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment