Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક:સયાજીગંજ રેલવે બ્રિજ, અલકાપુરી ગરનાળા અને વાઘોડિયા-ડભોઈના વિકાસકામો સહિતના પડતર પ્રશ્નો ઉકેલવા સૂચના

    10 घंटे पहले

    વડોદરા કલેક્ટર કચેરીએ જિલ્લા કલેક્ટર ડૉ.અનિલ ધામેલિયાના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સયાજીગંજ વિસ્તારમાં રેલવે બ્રિજની કામગીરી, જમીન માપણી, અલકાપુરી રેલવે ગરનાળા અંગે પ્રશ્નો રજૂ કરાયા હતા. વાઘોડિયા અને ડભોઈના વિકાસ પ્રોજેક્ટ્સ અંગે ચર્ચા આ બેઠકમાં વાઘોડિયા વિસ્તારમાં પીવાનું પાણી, ટાવર શિફ્ટિંગની કામગીરી, જર્જરિત પાણીની ટાંકીઓ, જર્જરિત આંગણવાડીઓ, પ્રોપર્ટી કાર્ડ-જૂની નવી અરજીઓ અંગે પ્રશ્નો રજૂ કરાયા હતા. આ સાથે ડભોઈ વિસ્તારના તેન તળાવ પ્રોજેક્ટ, ગઢ ભવાની પ્રોજેક્ટ, કુંઢેલા ફાટક પાસે અંડરબ્રિજની કામગીરી, ડોર-ટુ-ડોર કચરાનું કલેક્શન જેવા વિવિધ પ્રશ્નો અંગે જનપ્રતિનિધિઓ દ્વારા સંકલન બેઠકમાં રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર ડૉ.અનિલ ધામેલિયા એ આ પ્રશ્નોને લગતા સૂચનો કરી તેનો નિકાલ લાવવા સંબંધિત વિભાગોને સૂચના આપી હતી. પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ જ્યોત્સનાબેન રબારી, ધારાસભ્ય શૈલેષ મહેતા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, કેયુર રોકડિયા, જિલ્લા વિકાસ અધિકારી આનંદ પાટિલ, નિવાસી અધિક કલેક્ટર બી. એસ. પટેલ સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    તુલસી વિવાહે સાળંગપુર હનુમાનજીને અનોખો શણગાર:મંદિરમાં વિવિધ મીઠાઈઓનો અન્નકૂટ ધરાવાયો, મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યાં
    Next Article
    લિફ્ટ અધવચ્ચે બંધ પડતા ગર્ભવતી મહિલા અને 108નો સ્ટાફ ફસાયો:વેસુ હેલ્થ સેન્ટરમાં અફરાતફરી મચી, ફાયર વિભાગે સાધનોની મદદથી દરવાજો ખોલી તમામનો બચાવ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment