Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાતાર પર્વત પર ચિથરીયા પીર પાસે ભાવિકનું હાર્ટ એટેકથી મોત:ગિરનાર પરિક્રમાના માહોલ વચ્ચે દાતાર પર્વત પર ચિથરીયા પીર પાસે ભાવિકનું હાર્ટ એટેકથી મોત; મૃતદેહ નીચે લાવવા સેવકો, વન વિભાગ અને પોલીસની જહેમત

    11 घंटे पहले

    ​જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાના માહોલ વચ્ચે દાતાર પર્વત પર એક ભાવિકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ દાતાર પર્વત પર ચિથરીયા પીર પાસે આ દુઃખદ ઘટના બની હતી, જેના પગલે આસપાસના વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. ​ઉલ્લેખનીય છે કે હાલ ગિરનારના જંગલમાં ૩૬ કિલોમીટરના રૂટ પર પરિક્રમા ચાલી રહી છે, જેનો ગઈકાલે મધ્યરાત્રિએ વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો અને પરિક્રમાર્થીઓએ ઈટવા ગેટથી પરિક્રમાનું પ્રયાણ કર્યું છે. પરિક્રમા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ જૂનાગઢ આવે છે, જેમાં ઘણા ભાવિકો અગાઉથી ભવનાથ ક્ષેત્રમાં પહોંચી જાય છે અને જૂનાગઢના વિવિધ સ્થળો ફરવા જતા હોય છે. આ દરમિયાન ગિરનાર નજીક આવેલા દાતાર પર્વત પર દર્શને આવેલા ભાવિકને હાર્ટ એટેક આવતા તેમનું મોત થયું હતું. ​ઘટનાની જાણ થતાં ઉપલા દાતારના મહંત ભીમ બાપુ દ્વારા મૃતદેહને નીચે ઉતારવા માટે સૂચના આપવામાં આવી હતી. મહંતની સૂચના બાદ સેવકો દ્વારા તત્કાળ તજવીજ હાથ ધરવામાં આવી હતી અને મૃતદેહને સુરક્ષિત રીતે નીચે લાવવા માટે જહેમત શરૂ કરવામાં આવી હતી. ​મૃતદેહ નીચે લાવવાની કામગીરીમાં બંદોબસ્તમાં તૈનાત વન વિભાગનો સ્ટાફ પણ સાથે જોડાયો હતો, જ્યારે પોલીસ કર્મીઓએ પણ સમગ્ર કામગીરીમાં સંપૂર્ણ સાથ આપ્યો હતો. બીજી તરફ, મૃતક ભાવિક ક્યાંના રહેવાસી છે તે અંગેની ઓળખ અને વિગતો મેળવવા માટે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મોદીએ કહ્યું-જે બિહારે દાયકાઓ સુધી દુર્દશા સહન કરી:તેને નીતિશના નેતૃત્વમાં સુશાસન મળ્યું; નીતિશ સેતુનું ઉદ્ઘાટન કર્યું, ગમછો લહેરાવ્યો
    Next Article
    મોરબીમાં કતલખાનાં બંધ કરવાની માંગ સાથે હિન્દુ સંગઠનો ધરણાં પર:નવ વર્ષથી રજૂઆતો અને RTI છતાં કોઈ કાયમી કાર્યવાહી નહીં, નક્કર ખાતરી ન મળે ત્યાં સુધી ભૂખ હડતાળ ચાલુ રાખવાની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment