Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢના વિસાવદરમાં સિંહણે ખેડૂતને ફાડી ખાધો:રબારીકા ગામમાં ખેતરમાં હુમલો કરતા મોત, વન વિભાગે પાંજરા ગોઠવ્યા

    1 day ago

    જૂનાગઢ જિલ્લામાં સિંહણે ખેડૂતને ફાડી ખાધો. ઘટના 20 નવેમ્બરે રાત્રે વિસાવદરના રબારીકા ગામમાં બની હતી. જ્યાં ખેતરમાં કામ કરતા 55 વર્ષીય ખેડૂત પર સિંહણે હુમલો કરતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ખેતરમાં કામ કરતા ખેડૂત પર હુમલો રબારીકા ગામના ખેડૂત વેલજીભાઈ નાગજીભાઈ દાફડા પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક સિંહણે તેમના પર હુમલો કર્યો હતો. આ જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ખેડૂતનું મોત થયું હતું, જેના પગલે પરિવારજનો અને ગ્રામજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. સિંહણને પકડવા વન વિભાગે પાંજરા મૂક્યા બનાવની જાણ થતાં જ વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. સિંહણને પકડવા માટે વન વિભાગ દ્વારા વિસ્તારમાં પાંજરા ગોઠવવામાં આવ્યા, જ્યારે વિસ્તારમાં સિંહ અને હિંસક પ્રાણીઓના હુમલાની વધતી જતી ઘટનાઓ ગ્રામજનો તથા ખેડૂતો માટે અત્યંત ચિંતાજનક બની છે. ખેતરો અને રહેણાંક વિસ્તારો વન્યજીવોની અવરજવર વિસાવદરનો આ વિસ્તાર ગીરના જંગલ નજીક આવેલો વિસ્તાર છે, જ્યાં અગાઉ પણ વન્યજીવો અને હિંસક પ્રાણીઓના હુમલાઓના અનેક બનાવો સામે આવ્યા છે. ગીરની સરહદ નજીક હોવાથી ખેતરો અને રહેણાંક વિસ્તારો આસપાસ વન્યજીવોની અવરજવર સતત રહેતી હોય છે. આ પણ વાંચો: 13 ઓક્ટોબર 2026એ ગીર સોમનાથના કોડીનારના વલાદર ગામે સિંહણે એક યુવકને ફાડી ખાધો હતો. વલાદર ગામમાં રાત્રિના સમયે 30 વર્ષીય યુવક મહેશ પ્રતાપ રાઠોડ પોતાના ઘરની બહાર સૂતો હતો. આ દરમિયાન ત્યાં આવી પહોંચેલી સિંહણે યુવાન પર હુમલો કરી તેને ઘસડીને લઈ ગઈ હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    इन 3 राशि के लोगों को कभी नहीं पहननी चाहिए चांदी, एस्ट्रोलॉजर ने बताया बनते काम बिगड़ने लगेंगे
    Next Article
    સુરત જિલ્લા કલેક્ટરની સંકલન બેઠકમાં તડાફડી બોલી:અધિકારીના જવાબથી અકળાયેલા MLA વિનુ મોરડીયાએ કહ્યું-'જવાબ ઠીક નથી, રિઝલ્ટ જ જોઈએ'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment