Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ કર્મચારી આપઘાત કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ:ભેસાણમાં હેડ કોન્સ્ટેબલ રોહિતસિંહ વાળાના આપઘાત કેસમાં ત્રણની ધરપકડ; સ્યુસાઈડ નોટના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી

    एक दिन पहले

    ભેસાણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 41 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ રોહિતસિંહ રામસિંહ વાળાના આપઘાત મામલે પોલીસે ઝીણવટભરી તપાસ બાદ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. હાઈકોર્ટમાં કરેલી ફરિયાદ અને સ્થાનિક તત્વો દ્વારા અપાતા માનસિક ત્રાસથી કંટાળીને તેમણે ભેસાણ સ્થિત પોતાના પોલીસ ક્વાર્ટરમાં સેલફોસના ઝેરી ટીકડા ખાઈને જીવન ટૂંકાવ્યું હતું, જેના પગલે સમગ્ર પોલીસ બેડા અને પંથકમાં ચકચાર મચી ગઈ છે. ​આશરે એકાદ વર્ષ પહેલાં ભેસાણ પોલીસ સ્ટેશનમાં રજનીકાંત ઉર્ફે તજાભાઈ હમીરભાઇ ખાવડુ વિરુદ્ધ પ્રોહીબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રજનીકાંત દ્વારા પોલીસ વિરુદ્ધ ખોટી ફરિયાદ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ હાઈકોર્ટમાં નોંધાવવામાં આવી હતી. આ મામલે આરોપીઓ રોહિતસિંહ વાળા અને અન્ય પોલીસ કર્મીઓ પર દબાણ લાવી ખોટી રીતે હેરાન કરતા હતા અને પોતાના ધ્યેય પાર પાડવા પ્રયત્ન કરતા હોવાનું સામે આવ્યું છે, જેમાં સફળ ન થતાં હાઈકોર્ટમાં ફરિયાદ કરી તેમને માનસિક રીતે ભાંગી પાડવામાં આવ્યા હતા. ​આરોપીઓ રજનીકાંત ઉર્ફે તજાભાઈ હમીરભાઇ ખાવડુ (રહે. ભેસાણ), ચંદુભાઈ આલાભાઇ ખાવડુ (રહે. ભેસાણ) અને વજુભાઈ રૂડાભાઈ મકવાણા (રહે. રાણપુર) સહિતના લોકો દ્વારા રોહિતસિંહ વાળાને વારંવાર માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનું મૃતકે સોસાયટી નોટમાં ઉલ્લેખ કર્યો છે . સતત અપાતા ત્રાસ અને ભયના માહોલને કારણે 41 વર્ષીય રોહિતસિંહ રામસિંહ વાળા છેલ્લા ઘણા સમયથી ભારે માનસિક તણાવ અનુભવી રહ્યા હતા અને અંતે તેમણે આત્મહત્યાનુ પગલું ભર્યું હતું.​બે દિવસ અગાઉ રોહિતસિંહ વાળાએ ભેસાણ ખાતે આવેલા તેમના પોલીસ ક્વાર્ટરમાં સેલફોસના ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. આ બનાવની જાણ પડોશમાં રહેતા તેમના મિત્રોને થતાં તેઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને સારવાર અર્થે જૂનાગઢ ખસેડ્યા હતા. જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા, જેથી પરિવારજનો અને સાથી કર્મચારીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ​આપઘાત કરતા પહેલાં મૃતક રોહિતસિંહ વાળાએ એક સ્યુસાઈડ નોટ પણ લખી હતી, જેમાં તેમણે આરોપીઓ અને અન્ય લોકો હાઈકોર્ટમાં કરેલી ફરિયાદ મામલે ત્રાસ આપતા હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો. આ સ્યુસાઈડ નોટ અને પ્રાથમિક વિગતોના આધારે ભેસાણ પોલીસે ગંભીરતાપૂર્વક તપાસ કરીને ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આ ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
    Click here to Read More
    Previous Article
    મહિલાના નાકમાંથી 18.5 સેમીનો મસો કાઢવામાં આવ્યો:રાજકોટના જાણીતા ENT સર્જન ડૉ.હિમાંશુ ઠક્કરે દૂરબીનથી જટિલ સર્જરી કરી
    Next Article
    બિહારમાં PMએ નીતિશ સેતુનું ઉદ્ઘાટન કર્યું:મોદીએ પુલ પર ચાલતાં ચાલતાં ગમછો લહેરાવ્યો, નીતિશને ભેટી પડ્યા; 227 યોજનાઓ શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment