Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલાના નાકમાંથી 18.5 સેમીનો મસો કાઢવામાં આવ્યો:રાજકોટના જાણીતા ENT સર્જન ડૉ.હિમાંશુ ઠક્કરે દૂરબીનથી જટિલ સર્જરી કરી

    1 day ago

    રાજકોટના જાણીતા ENT સર્જન ડૉ.હિમાંશુ ઠક્કરે એક જટિલ સર્જરી કરી છે જેમાં 40 વર્ષીય મહિલા છેલ્લા અઢી વર્ષથી સતત શરદીની સમસ્યાથી પરેશાન હતા અનેક દવાઓ છતાં મહિલાની સમસ્યાનું નિરાકરણ ન આવતા તે ડૉ.ઠક્કર પાસે પહોંચ્યા હતા અને ત્યારબાદ ડોક્ટર દ્વારા દૂરબીન વડે અંદાજે 18.5 સેન્ટિમીટર જેટલો મોટો મસો સફળતાપૂર્વક બહાર કાઢ્યો છે. આ કેસ દ્વારા જાહેર આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવતાં તબીબે જૂની અને લાંબા સમયથી રહેતી શરદીને નજરઅંદાજ ન કરવા માટે લોકોને અપીલ કરી છે. ડૉ.હિમાંશુ ઠક્કરે જણાવ્યું હતું કે, 40 વર્ષીય મહિલા દર્દીને છેલ્લા લગભગ બે થી અઢી વર્ષથી સતત શરદીની સમસ્યા રહેતી હતી. આ દરમિયાન તેમને નાકમાંથી પાણી આવવું, નાક બંધ રહેવું અને છીંકો આવવા જેવા લક્ષણો સતાવતા હતા.લાંબા સમય સુધી દવાઓ લીધા છતાં રાહત ન મળતાં જ્યારે સીટી સ્કેન કરવામાં આવ્યું ત્યારે નાકમાં મસો હોવાનું અને સાઇનસમાં કફ તથા મસો જામેલા હોવાનું સ્પષ્ટ થયું હતું. દૂરબીન (એન્ડોસ્કોપી) દ્વારા સર્જરી કરીને કોઈ પણ ચીકા-ટાકા વગર આખો મસો બહાર કાઢવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ મસો બાયપેડિકલ સ્વરૂપનો હતો. જેના બે છેડા હતા અને તે સાઇનસમાંથી નીકળતો હતો, જેના કદ અને લંબાઈનો અંદાજ સીટી સ્કેન અને દૂરબીનના દ્રશ્યો પરથી લગાવી શકાય છે.આ કિસ્સો ખાસ કરીને પબ્લિક હેલ્થ અવેરનેસ માટે મહત્વપૂર્ણ છે. લાંબા ગાળા સુધી શરદી રહેવાથી સાઇનસમાં મસો વિકસી શકે છે. જેમ આ કિસ્સામાં થયું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે જૂની શરદીને ક્યારેય અવગણવી ન જોઈએ અને લાંબા સમય સુધી શરદી રહે તો ઘરગથ્થુ ઉપાયો કરવાને બદલે યોગ્ય તબીબી રિપોર્ટ કરાવી તાત્કાલિક સારવાર કરાવવી જરૂરી છે. મહિલા દર્દીના પતિએ જણાવ્યું હતું કે, અમે રાજકોટના રહેવાસી છીએ. મારા પત્નને છેલ્લા દોઢથી બે વર્ષથી શરદીની અને નાકમાંથી પાણી પડવાની અને છીંકોની તકલીફ હતી. જે તકલીફ વધારે પડતી હોવાને કારણે અમે ડૉ.હિમાંશુ ઠક્કરને બતાવ્યું. જેમના કહેવા પ્રમાણે સીટી સ્કેન પણ કરાવ્યું હતું. સીટી સ્કેનમાં માલૂમ પડ્યું કે મસા છે. જે બાદ મસાનું ઓપરેશન ડોક્ટરે દૂરબીન વડે કરેલું છે. આ ઓપરેશન બાદ ઓપરેશનમાં 18.5 સેન્ટિમીટરનો લાંબો મસો કાઢી આપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ધારપુર-પાટણ GMERSની PMJAY ટીમને રાજ્યકક્ષાનો એવોર્ડ:ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના અધિકારીઓની હાજરીમાં મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. પારુલ શર્માએ સન્માન સ્વીકાર્યું
    Next Article
    પોલીસ કર્મચારી આપઘાત કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ:ભેસાણમાં હેડ કોન્સ્ટેબલ રોહિતસિંહ વાળાના આપઘાત કેસમાં ત્રણની ધરપકડ; સ્યુસાઈડ નોટના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment