Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજુલા તાલુકા ભાજપના સો. મીડિયા ઇન્ચાર્જ સામે દુષ્કર્મની ફરિયાદ:શારીરિક અડપલાં કરી મહિલાના ફોટા પાડ્યા, બ્લેકમેઇલિંગ કરી ઘરમાં ઘૂસી મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ

    1 day ago

    રાજુલા તાલુકા ભાજપના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ વિક્રમ સાંખટ સામે મહિલાએ દુષ્કર્મ, છેડતી, બ્લેકમેઇલિંગ અને ધમકી આપવાના ગંભીર આક્ષેપો સાથે ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડના પ્રયાસો હાથ ધરી તપાસ શરૂ કરી છે. શું છે સમગ્ર ઘટના? અમરેલીની એક મહિલાને આશરે ત્રણ વર્ષ પહેલાં વિક્રમ સાંખટ સાથે પરિચય થયો હતો. ત્યારબાદ વિક્રમ સાંખટે સમૂહલગ્નમાં લઈ જવાના બહાને મહિલાને વાવેરા ગામે પોતાના ઘરે બોલાવી હતી. જ્યાં વહેલી સવારે મહિલા વોશરૂમમાં જતી હતી ત્યારે પાછળથી આવી તેની મરજી વિરુદ્ધ શારીરિક અડપલાં કર્યાં હતા. તેમજ તેના ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી હતી. આ ઉપરાંત, આશરે એક વર્ષ પહેલાં આરોપી રાત્રિના સમયે મહિલાના પિયરે પહોંચ્યો હતો. પોતે પોલીસ સાથે આવ્યો હોવાનું કહી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ મહિલાને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. વારંવાર ફોન કરીને વાત કરવા દબાણ કરતો હતો મહિલાએ આક્ષેપ કર્યો છે કે આરોપીએ આ સમગ્ર બાબત કોઈને જણાવશે તો તેને સમાજમાં બદનામ કરવાની તેમજ તેના પુત્રને મારી નાખવાની ધમકી આપી હતી. આરોપી વારંવાર ફોન કરીને વાત કરવા દબાણ કરતો હતો. જો મહિલા વાત નહીં કરે તો દવા પીને આત્મહત્યા કરી લેવાની પણ ધમકી આપતો હતો. દરમિયાન, છેલ્લા ત્રણેક મહિનાથી મહિલાએ આરોપી સાથે ફોન પર વાત કરવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ આરોપીએ મહિલાના સંબંધીઓ અને સમાજના લોકોમાં તેના ચારિત્ર્ય અંગે ખોટી વાતો ફેલાવી બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. તાજેતરમાં મહિલાના નાના ભાઈને ફોન કરીને પણ તેના વિશે અપમાનજનક વાતો કરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપી રાજકીય કનેક્શનને કારણે ચર્ચામાં આવ્યો આરોપી વિક્રમ વીહાભાઈ સાંખટ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામનો રહેવાસી છે. જે થોડા સમય પહેલાં ભાજપમાં જોડાયો છે. હાલ તેને રાજુલા તાલુકા ભાજપના સોશિયલ મીડિયા ઇન્ચાર્જની જવાબદારી સોંપવામાં આવી છે. આ હોદ્દા પર રહી તેઓ પક્ષના પ્રચાર-પ્રસારની કામગીરી સાથે સંકળાયેલા હતા. આરોપી અગાઉ પણ કેટલાક વિવાદોમાં સપડાયો હતો. હવે તેની સામે દુષ્કર્મ સહિતના ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાતાં આ મામલો ચર્ચાસ્પદ બન્યો છે. હાલમાં ખાંભા પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર કે.વી. ચુડાસમા સમગ્ર કેસની તપાસ કરી રહ્યા છે. આરોપીની ધરપકડ માટે પોલીસ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ પાંજરાપોળમાં પ્રથમવાર તુલસીવિવાહ યોજાયો:શાલિગ્રામજી અને તુલસીમાતાના વિવાહમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
    Next Article
    ધારપુર-પાટણ GMERSની PMJAY ટીમને રાજ્યકક્ષાનો એવોર્ડ:ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના અધિકારીઓની હાજરીમાં મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. પારુલ શર્માએ સન્માન સ્વીકાર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment