Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાને કહ્યું- યુરેનિયમ દેશની બહાર જવા નહીં દઈએ:અમેરિકા ગેરંટી આપે કે સમજૂતી બાદ હુમલો નહીં થાય; ટ્રમ્પે કહ્યું- પરમાણુ હથિયારો નહીં બનાવવા દઉં

    6 hours ago

    વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ઈરાનના સરકારી અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે એમરિચ્ડ યુરેનિયમ કોઈ બીજા દેશને સોંપવામાં આવશે નહીં. અમેરિકાએ ખાતરી આપવી પડશે કે શાંતિ સમજૂતી બાદ તે ફરીથી હુમલો નહીં કરે. આ તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે તેમને ઈરાન પર હુમલો કરવાનો કોઈ અફસોસ નથી. તેઓ ઈરાનને પરમાણુ હથિયારો બનાવવાની મંજૂરી નહીં આપે. યુદ્ધમાંથી બહાર નીકળવા માટે કોઈ પણ સમજૂતી નહીં કરીએ અરાઘચીએ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ઈરાન માત્ર વર્તમાન યુદ્ધમાંથી બહાર નીકળવા માટે કોઈપણ કરાર કરશે નહીં. ઈરાન એવો કરાર ઈચ્છે છે જે લાંબા સમય સુધી ટકી રહે અને ત્યારબાદ ફરીથી લડાઈ શરૂ ન થાય. અરાઘચીના જણાવ્યા મુજબ, જૂનમાં થયેલા યુદ્ધવિરામ કરારના માત્ર 15 દિવસ બાદ ફરી લડાઈ શરૂ થઈ ગઈ હતી. તેથી આ વખતે ઈરાન કોઈપણ કરાર પહેલાં અમેરિકાની ગેરંટી ઈચ્છે છે. બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ફોક્સ ન્યૂઝને કહ્યું હતું કે 1 જાન્યુઆરી પછી જોવામાં આવશે કે ઈરાન અંગે શું નિર્ણય લેવો. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે ઈરાનનું વલણ બહુ ખરાબ છે. ટ્રમ્પ સ્પષ્ટ કરે કે તેઓ કરાર ઈચ્છે છે કે નહીં અરાઘચીએ કહ્યું કે ઈરાનની પ્રથમ માંગ છે કે ટ્રમ્પ પોતે સ્પષ્ટપણે જણાવે કે તેઓ અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી કરવા માંગે છે કે નહીં. તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિના બદલાતા નિવેદનો પર પણ સવાલ ઉઠાવ્યા હતા. અરાઘચીના જણાવ્યા મુજબ, ટ્રમ્પ આજે કંઈક કહે છે અને કાલે પોતાનું વલણ બદલી નાખે છે. અરાઘચી બોલ્યા- અમેરિકા પોતાનું વચન પાળશે ત્યારે જ હોર્મુઝ ખુલશે અરાઘચીએ કહ્યું કે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે તૈયાર છે, પરંતુ તેના માટે અમેરિકાએ પોતાનાં વચનો પૂરાં કરવા પડશે. ઈન્ટરવ્યૂ દરમિયાન તેમણે અમેરિકાએ કયા વચનો આપ્યા હતા તેનો ઉલ્લેખ કર્યો નહોતો. તેમણે જણાવ્યું કે ઈરાન અને અમેરિકા વચ્ચે ઈસ્લામાબાદમાં એક સમજૂતીપત્ર (MoU) તૈયાર થયો હતો, જેના પર બંને દેશોના રાષ્ટ્રપતિઓએ સહી પણ કરી હતી. પરંતુ અમેરિકાએ તેની એક મહત્વપૂર્ણ શરતનો ભંગ કર્યો. ત્યારબાદ આ સમજૂતી હવે અમલમાં હોવાનું માની શકાય નહીં. કતારના અધિકારીઓને મળ્યા ટ્રમ્પના દૂત યુદ્ધ બંધ કરવા માટે પ્રયાસો ચાલુ છે. એક્સિયોસના અહેવાલ મુજબ, ટ્રમ્પના દૂત સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનરે ગુરુવારે જર્મનીની રાજધાની બર્લિનમાં કતારના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી. બેઠકમાં યુદ્ધ બંધ કરવાના માર્ગો પર ચર્ચા થઈ, પરંતુ કોઈ મોટી સફળતા મળી નથી. આ પહેલાં આ જ અઠવાડિયે ઈરાનના એક નાના પ્રતિનિધિમંડળે કતારના અધિકારીઓ સાથે દોહામાં વાતચીત કરી હતી. આ રીતે યુદ્ધ વચ્ચે બંને પક્ષો વચ્ચે વાતચીતના માર્ગો ખુલ્લા છે, પરંતુ પરમાણુ કાર્યક્રમ, પ્રતિબંધો અને ભવિષ્યમાં હુમલા ન કરવાની બાંયધરી જેવા મુદ્દાઓ પર સહમતિ બની શકી નથી. 28 ફેબ્રુઆરીએ અમેરિકા-ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો હતો 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલે ઈરાનમાં અનેક ઠેકાણાઓ પર સંયુક્ત હુમલા કર્યા હતા. તેના જવાબમાં ઈરાને ખાડી ક્ષેત્રમાં આવેલા અમેરિકન ઠેકાણાઓને નિશાન બનાવ્યાં અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધો. આ માર્ગથી વિશ્વના મોટા ભાગમાં તેલ અને ગેસનો સપ્લાય થાય છે. તેના બંધ થવાથી વૈશ્વિક ઊર્જા બજાર અને અર્થતંત્ર પર અસર પડી છે. ટ્રમ્પે ઈરાનના પરમાણુ કાર્યક્રમને ખતમ કરવાનું યુદ્ધ શરૂ કરવાનો એક મોટો હેતુ ગણાવ્યો હતો. ----------------------- આ સમાચાર પણ વાંચો… ભારતના 7% GDP ગ્રોથના ટ્રમ્પ ફેન થયા:પોતાની જ બેંક ફેડરલ રિઝર્વને આડે હાથ લીધી, કહ્યું- વ્યાજ દર ઘટાડો તો અમેરિકા પણ 20%ની ઝડપે દોડે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના 7% GDP ગ્રોથનું ઉદાહરણ આપીને પોતાના દેશની કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ભારતમાં વ્યાજ દરો ઓછા છે, તેથી તેની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે. જો અમેરિકામાં પણ વ્યાજ દરો ઘટાડવામાં આવે તો અહીંનો ગ્રોથ 15થી 20% સુધી પહોંચી શકે છે. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    અમેરિકન રિપોર્ટ- LAC પર સૈન્ય હાજરી વધારી રહ્યું છે ચીન:ભારતની પ્રગતિને પડકાર માને છે; ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનનો સાથ આપ્યો
    Next Article
    ભારતમાં વ્યાજદર ઓછો, એટલે 7% ગ્રોથ:ટ્રમ્પે અમેરિકાની ફેડરલ રિઝર્વ બેંકને ટાંકીને કહ્યું- આપણે પણ વ્યાજદર ઘટાડીએ તો ગ્રોથ 15% સુધી પહોંચી જાય

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment