Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છમાં બોલેરો-ટ્રક વચ્ચે અકસ્માતમાં 7નાં મોત:15થી વધુ કામદારોથી ભરેલી બોલેરોને બ્લેકરે ટક્કર મારતાં ચીસાચીસ મચી

    1 day ago

    કચ્છ જિલ્લાના ખાવડા સ્થિત રિન્યુએબલ એનર્જી (RE) પાર્કમાં મોડી રાત્રે એક અત્યંત ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. કામદારોને લઈને જઈ રહેલી બોલેરો ગાડીને બ્લેકર નામના વાહને જોરદાર ટક્કર મારતાં 7 કામદારોનાં કરુણ મોત નીપજ્યાં છે. આ દુર્ઘટનામાં અન્ય અનેક કામદારો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી અને શોકની કાલિમા છવાઈ ગઈ છે. 15થી વધુ કામદારો સવાર બોલેરો સાથે ટક્કર પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટના ખાવડા RE પાર્કમાં આવેલી પોલીસ ચેકપોસ્ટથી પાર્ક તરફ જતાં રસ્તા પર બની હતી. બોલેરો ગાડીમાં અંદાજે 15થી વધુ કામદારો સવાર થઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે સામેથી આવતા વાહને ધડાકાભેર ટક્કર મારી હતી. અંધકાર વચ્ચે સર્જાયેલા આ અકસ્માત બાદ ઘટનાસ્થળે આક્રંદ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને રાહત ટીમો દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત થયેલા કામદારોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં જીવ ગુમાવનાર કામદારોના મૃતદેહોને પ્રથમ ખાવડા સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વિધિવત પોસ્ટમોર્ટમ (PM) અર્થે ભુજ મોકલવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી. રિન્યુએબલ એનર્જી પાર્કમાં સર્જાયેલા આ પ્રથમ મોટા અને ગમખ્વાર અકસ્માતને પગલે કામદારોની અવરજવર અને માર્ગ સલામતી સામે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને અકસ્માત સર્જાવાના ચોક્કસ કારણો, વાહનની ઝડપ અને ઈજાગ્રસ્તોની સાચી સંખ્યા જાણવા માટે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નખત્રાણા પોલીસે પદયાત્રીઓની સુરક્ષા માટે 50 બેરીકેટ્સ ગોઠવ્યા:માતાના મઢની યાત્રા માટે 24 કલાક પેટ્રોલિંગ પણ શરૂ કરાયું
    Next Article
    Watch: Thailand Queen Makes First Solo Flight In Gripen Fighter Jet

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment