Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ ઉત્સવના પ્રથમ દિવસે રાજ ગઢવીએ શિવગીતો રજૂ કર્યા:લોકગીતો, શિવતાંડવ અને હુડો રાસની પ્રસ્તુતિ; કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ કલાકારોનું સન્માન કર્યું

    6 hours ago

    પ્રભાસતીર્થની પાવનભૂમિ પર કલા, સંસ્કૃતિ અને લોકપરંપરાના સંગમ સમાન 'શ્રી સોમનાથ ઉત્સવ-૨૦૨૬'નો ભવ્ય અને રંગેચંગે પ્રારંભ થયો હતો. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત, કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર, જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ તથા શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ ઉત્સવના પ્રથમ દિવસે જાણીતા લોકગાયક રાજ ગઢવી સહિતના કલાકારોએ પોતાની મનમોહક પ્રસ્તુતિઓથી ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમમાં લોકગાયક રાજ ગઢવીએ 'હર હર હર મહાદેવ', 'જબ જીદ પે આ ગઈ પારવતી... પારવતી' અને 'સોમનાથ મહાદેવ ભોળિયા...' સહિતની શિવમય રચનાઓ રજૂ કરતાં સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો હતો. રાજ ગઢવીના સુરીલા અવાજ અને જોશભરી રજૂઆતથી શ્રોતાઓ શિવભક્તિના રંગે રંગાયા હતા. આ ઉપરાંત સરગમ ગ્રુપના નયન પંચોલી, કલ્યાણી કોઠારકર અને પ્રહર વોરાએ 'પાટણથી પટોળા...', 'ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની...', 'લીંબુડા ઝૂલે તારા બાગમાં...' અને 'કાનુડો દાન માંગે...' સહિતનાં લોકપ્રિય ગીતોની સુરીલી પ્રસ્તુતિ કરી હતી. ઉત્સવમાં રાજકોટ ગ્રુપ દ્વારા રજૂ કરવામાં આવેલું શિવતાંડવ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જ્યારે પરંપરાગત હુડો રાસની મનમોહક રજૂઆતથી ગુજરાતની લોકસંસ્કૃતિ અને લોકકલાકારોની કલાનો સુંદર પરિચય જોવા મળ્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ ગ્રુપના ખેલૈયાઓને સોમનાથ મહાદેવની તસવીર અર્પણ કરી સન્માનિત કર્યા હતા. કાર્યક્રમમાં સોમનાથ મંદિરના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી. મકવાણા સહિતના અધિકારીઓ, સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી ઉત્સવની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓને મનભરીને માણી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરતના ઉન પાટીયામાં ચિંદીના કચરામાં ભીષણ આગ:ફાયર વિભાગની 12થી વધુ ટીમે પાણીનો મારો ચલાવ્યો, ઉન વિસ્તારમાં એક સપ્તાહમાં આગની બીજી ઘટના
    Next Article
    Restore Accounts In 7 Days: Congress Workers Damage Hyderabad Meta Office

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment