Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સારવાર માટે નાનકડા હાથીનું એરલિફ્ટિંગ:આસામથી જામનગર પહોંચાડવામાં આવ્યો, અનંત અંબાણીની મદદથી વનતારામાં થશે સારવાર

    2 दिन पहले

    આસામમાં સાત અઠવાડિયાનો હાથી ‘રાજા’ જન્મથી જ જીવનની લડાઈ લડી રહ્યો છે. તેની માતાની લાતથી તેના પાછળના જમણા પગના સાથળનું હાડકું તૂટી ગયું હતું. તે ઊભો થઈ શકતો નહોતો. તેને માતાનું દૂધ પણ મળી શક્યું નહોતું. છેલ્લા ઘણા દિવસોથી વનતારાની ટીમ તેની સારવાર કરી રહી હતી, પરંતુ તેની હાલત ગંભીર છે. હવે અનંત અંબાણીની પહેલ પર રાજાને એરલિફ્ટ કરીને જામનગરના વનતારા ખાતે લાવવામાં આવ્યો છે. રાજાનો જન્મ 2 ઑક્ટોબરે ગોગામુખમાં થયો હતો. જન્મ સમયે જ તેની માતાએ ગભરાટમાં લાત મારી દીધી હતી, જેના કારણે સાથળનું હાડકું તૂટી જઈને ખસી ગયું હતું. વનતારાની ટીમ 8 ઑક્ટોબરે આસામ પહોંચી હતી. એક્સ-રે બાદ પ્લાસ્ટર ચઢાવવામાં આવ્યું. ઘા રૂઝવવામાં આવ્યા. વિશેષ સહારો આપીને માતાના દૂધનો વિકલ્પ આપવામાં આવ્યો. મેડિકલ ટીમે ચોવીસે કલાક તેની સંભાળ રાખી. શરીરમાં થોડી તાકાત આવ્યા બાદ શુક્રવારે તેને એરલિફ્ટ કરવામાં આવ્યો. સારવારથી લઈને એરલિફ્ટ સુધીની 6 તસવીરો… માથા પરની ઈજાને કારણે લાંબી સારવારની જરૂર માતાનું દૂધ ન મળવાથી અને ચાલી-ફરી ન શકવાને કારણે રાજાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેને સતત ઝાડા થતા રહ્યા, જેના કારણે તે ધીમે ધીમે નબળો પડતો ગયો. આના કારણે તે ક્લેબ્સિએલા ન્યુમોનિયા બેક્ટેરિયાથી સંક્રમિત થયો હતો. ઘણી વખત બ્લડ શુગરનું સ્તર ઘટી ગયું અને લિવર પર પણ દબાણ વધ્યું. બીમાર હોવાને કારણે સતત સૂઈ રહેતાં તેના માથા પર પણ ઊંડા ઘા થઈ ગયા છે. એન્ટિબાયોટિક્સ, પ્રવાહી અને વિટામિન્સથી તેની સારવાર કરવામાં આવી. હવે વનતારાની હોસ્પિટલમાં હાડકાંની વિશેષ સારવાર અને પોષણ પર ધ્યાન આપવામાં આવશે. ઈજાની ગંભીરતાને જોતા તેને જીવનભર તબીબી સંભાળની જરૂર પડી શકે છે.
    Click here to Read More
    Previous Article
    અમરનાથ યાત્રા માર્ગ પર ભૂસ્ખલનનું જોખમ:નેશનલ ઇન્સ્ટિટ્યૂટનું સંશોધન, 85% વિસ્તાર સંવેદનશીલ; રૂટની નજીક સુરક્ષા વધારવાની જરૂર
    Next Article
    ગુજરાતમાં દિલજીત દોસાંજનો ફીવર, નમો સ્ટેડિયમમાં ફેન્સનો જમાવડો:દેશભરમાંથી યંગસ્ટર્સ-સેલેબ્સ અમદાવાદ આવશે, જાણો મેટ્રો ટ્રેન શિડ્યુલથી લઈને વાહન પાર્કિંગ સુધીનું A to Z

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment