Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જનરલ બોર્ડમાં જંગલેશ્વર ડિમોલિશન મુદ્દે તડાફડી:કોર્પોરેટર જયશ્રીબેને પ્રશ્ન પૂછવાનું પતિ પાસે ફોનમાં લાઇવ માર્ગદર્શન મેળવ્યું, ખર્ચકાંડનો તપાસ રિપોર્ટ જાહેર કરવા કોંગ્રેસની માગ

    19 hours ago

    રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડ પૂર્વે અને સભા દરમિયાન જંગલેશ્વર ડિમોલિશન ખર્ચકાંડ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે 30 મિનિટ સુધી તડાફડી થઈ હતી. કોંગ્રેસે ડિમોલિશનના 4.5 મહિના બાદ પણ ખર્ચનો તપાસ રિપોર્ટ જાહેર ન કરાતા વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ, ચાલુ બોર્ડમાં વોર્ડ 12ના મહિલા કોર્પોરેટરને તેમના પતિ ફોન પર માર્ગદર્શન આપતા હોવાની ઘટના પણ સામે આવી હતી. ખર્ચનો રિપોર્ટ જાહેર કરવા વિપક્ષ નેતાની માગ વિપક્ષ નેતા દીપ્તિબેન સોલંકીએ આક્ષેપ કર્યો હતો કે જંગલેશ્વર ડિમોલિશનને 4.5 મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં સત્તાધીશો ખર્ચનો રિપોર્ટ આપવામાં વિલંબ કરી રહ્યા છે. રિપોર્ટ આપવાના સમયે મ્યુનિસિપલ કમિશનર રજા પર ઉતરી જતાં જવાબદાર અધિકારીઓને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની આશંકા તેમણે વ્યક્ત કરી હતી. કોંગ્રેસે આ ખર્ચનો રિપોર્ટ વહેલી તકે જનતા સમક્ષ રજૂ કરવાની માગણી કરી છે. જનરલ બોર્ડ સભામાં હોબાળાની 2 તસવીર ડિમોલિશન મુદ્દે ભાજપ-કોંગ્રેસના નગરસેવકો સામસામે જનરલ બોર્ડમાં દીપ્તિબેન સોલંકીનો ડિમોલિશન અંગેનો પ્રશ્ન આવતા પૂર્વ મેયર અને વોર્ડ 12ના કોર્પોરેટર ડો. પ્રદીપ ડવે જંગલેશ્વરમાં ક્રાઇમ રેટ ઊંચો હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસના સભ્યોએ ભાજપના ઈશારે ડિમોલિશન થયાનું કહેતા બંને પક્ષના નગરસેવકો સામસામે આવી ગયા હતા. ડો. પ્રદીપ ડવે સ્પષ્ટતા કરી હતી કે ટીપી રોડ અને આજી નદીનો પટ ખુલ્લો કરવા ડિમોલિશન કરાયું હતું, જ્યાં નદીના પટમાં બંગલા અને ઓરડીઓ બનાવી ભાડે અપાતી હતી, અને આ કાર્યવાહી બાદ ક્રાઇમ રેટ ઘટ્યો છે ચાલુ સભામાં મહિલા કોર્પોરેટરને પતિનું ફોન પર માર્ગદર્શન સામાન્ય સભા દરમિયાન વોર્ડ નંબર 12ના મહિલા કોર્પોરેટર જયશ્રીબા જાડેજા જ્યારે ટાઉન પ્લાનિંગને લગતો પ્રશ્ન પૂછી રહ્યા હતા, ત્યારે તેમના પતિ દશરથસિંહ જાડેજા મીડિયા ગેલેરીમાં બેસીને ફોન પર તેમને સૂચનાઓ આપતા જોવા મળ્યા હતા. દશરથસિંહ જાડેજાએ બચાવ કરતા કહ્યું હતું કે જયશ્રીબા પ્રથમ વખત ચૂંટાયા હોવાથી પૂરતી માહિતીના અભાવે તેઓ મદદ કરી રહ્યા હતા. મેયર ડો. નેહલ શુક્લે આ બાબતે તપાસ બાદ જરૂરી સૂચના આપવાની ખાતરી આપી હતી. અસરગ્રસ્તો માટે રાજકોટમાં 30,000 આવાસ બનાવવાનું લક્ષ્યાંક જનરલ બોર્ડ બાદ મેયર ડો. નેહલ શુક્લે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા કોર્પોરેશનના માધ્યમથી જંગલેશ્વરમાં કરાયેલું ડિમોલિશન યોગ્ય છે અને અસરગ્રસ્તોને સમાવવા તંત્ર પ્રતિબદ્ધ છે. આગામી દિવસોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી રાજકોટમાં 30,000 આવાસ બનાવવાનું લક્ષ્યાંક નક્કી કરાયું છે, જેમાં ડિમોલિશનના અસરગ્રસ્તો અને જરૂરિયાતમંદ પરિવારોનો સમાવેશ કરવામાં આવશે. મચ્છરોના ઉપદ્રવ બદલ હવે રૂ. 10 હજાર સુધીનો દંડ, નવો બાયલોઝ મંજૂર રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં મેયર ડો. નેહલ શુકલ દ્વારા વર્ષ 1983ના જૂના નિયમો રદ કરી 'વાહકજન્ય રોગવાહક મચ્છર તથા અન્ય જીવાતોના નિયંત્રણ અને નિવારણ અંગેના બાયલોઝ-2026'ને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં તૈયાર થયેલા આ નવા બાયલોઝ મુજબ, જૂના રૂ. 500ના દંડને બદલે હવે પ્રથમ વખત નિયમભંગ બદલ રૂ. 2 હજાર, બીજી વખત રૂ. 5 હજાર અને ત્રીજી કે વારંવાર નિયમભંગ બદલ રૂ. 10 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવશે, જ્યારે અન્ય જોગવાઈઓના ભંગ બદલ રૂ. 20 હજાર સુધીના દંડની જોગવાઈ કરાઈ છે. રહેણાંક મકાનો, બાંધકામ સાઇટો, ખુલ્લા પ્લોટ, બેઝમેન્ટ અને ભંગારના વાડાઓમાં મચ્છરોની ઉત્પત્તિ અટકાવવાની જવાબદારી સંબંધિત મિલકત માલિકો, કબજેદારો, બિલ્ડરો અને સોસાયટી સંચાલકોની રહેશે, તેમજ નોટિસ બાદ પણ નિયમભંગ ચાલુ રહે તો દરરોજ રૂ. 200 સુધીનો વધારાનો દંડ વસૂલવામાં આવશે. કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટના નવા નિયમો મંજૂર, ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટના ઉપયોગ માટેના નવા સંકલિત નિયમોને પણ સામાન્ય સભામાં મંજૂરી આપવામાં આવી છે, જે મુજબ આ સ્થળોએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે અને અવાજની મર્યાદાનો ભંગ કરનાર સામે સ્થળ ખાલી કરાવવા તથા ડિપોઝિટ જપ્ત કરવા સુધીની કાર્યવાહી થશે. ફાયર સેફટી સાથે લાઇવ કુકિંગની મંજૂરી અપાઈ છે, તેમજ પાર્ટી પ્લોટમાં નવરાત્રિ દરમિયાન ગરબા કે ડાન્સના કાર્યક્રમો માટે બમણું ભાડું અને નવરાત્રિ સિવાયના દિવસોમાં ગરબા કે ડાન્સ ક્લાસ માટે અડધું ભાડું વસૂલવામાં આવશે, જેમાં બંને કિસ્સામાં ઓછામાં ઓછા 15 દિવસનું બુકિંગ ફરજિયાત રહેશે. ઉપરાંત વ્યાપારી પ્રવૃત્તિ માટે બમણું ભાડું વસૂલાશે .અને લગ્નપ્રસંગ માટે 180 દિવસ તેમજ અન્ય કાર્યક્રમો માટે 90 દિવસ અગાઉ બુકિંગ કરાવી શકાશે. વ્યાજમાફી યોજના, વીજ બીલ અને દિવાળી કાર્નિવલનો ખર્ચ રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડમાં 1-8-26થી 12-11 સુધીમાં 10364 લોકો વ્યાજમાફી યોજનામાં જોડાતા રૂ. 20.63 કરોડની આવક થઈ હોવાનું અને રૂ. 2.40 કરોડનું વ્યાજ માફ કરાયું હોવાનું જણાવાયું હતું. આ ઉપરાંત મનપાનો વાર્ષિક વીજ બીલ ખર્ચ રૂ. 35.16 કરોડથી વધુ હોવાની માહિતી અપાઈ હતી, જ્યારે પાંચ વર્ષના દિવાળી કાર્નિવલ પાછળ 2022માં રૂ. 14.50 લાખ, 2023માં રૂ. 1.23 કરોડ, 2024માં રૂ. 1.97 કરોડ, 2025માં રૂ. 1.62 કરોડ અને આ વર્ષે રૂ. 38 લાખ મળી કુલ આશરે રૂ. 6 કરોડ જેવો ખર્ચ થયો હોવાનું સામે આવ્યું છે. ટીપી શાખાની કામગીરી અને જંગલેશ્વર ડિમોલીશન વિવાદ સામાન્ય સભામાં ગેરકાયદે બાંધકામોની નોટીસો અને માત્ર જંગલેશ્વરમાં ડિમોલીશન કરવાની ઉતાવળ મામલે કોંગ્રેસે સવાલો ઉઠાવતા રાજકીય તડાફડી બોલી હતી. 19/9/26ની સ્થિતિએ શહેરમાં 42 ટીપી સ્કીમ હેઠળ 1691 અનામત પ્લોટમાંથી 382 પ્લોટ દબાણગ્રસ્ત હોવાનું અને નવા ટાઉન પ્લાનરની નિમણૂક બાદ વેસ્ટ ઝોનમાં 201, સેન્ટ્રલ ઝોનમાં 124 અને ઇસ્ટ ઝોનમાં 225 મળી કુલ 550 જેટલી નોટીસ અપાઈ હોવાનું જણાવાયું હતું, સાથે જ કોઈ ટાઉન પ્લાનર સામે તપાસ કે ખાતાકીય કાર્યવાહી ચાલતી ન હોવાનો જવાબ અપાયો હતો. અનામત પ્લોટની વિગત અને વેચાણની આવક એસઇડબલ્યુએસ હેતુના અનામત પ્લોટ અંગે વિગત આપતા જણાવાયું કે વેસ્ટ ઝોનમાં 209, સેન્ટ્રલમાં 47 અને ઇસ્ટમાં 52 મળી કુલ 308 પ્લોટ છે, જે પૈકી ટીપી 6 અને ટીપી 3માં સોશ્યલ ઇન્ફ્રા. તેમજ સ્કુલ એન્ડ પ્લે ગ્રાઉન્ડ માટે હેતુફેર કરાયો છે. બીજી તરફ 2015થી 2026 દરમિયાન 15 અનામત પ્લોટના વેચાણથી રૂ. 440.44 કરોડની આવક થઈ છે, જેમાંથી રૂ. 304.78 કરોડની રકમ મનપાની તિજોરીમાં જમા થઈ છે. દરખાસ્તોની મંજૂરી અને સભ્યોની ઉપસ્થિતિ આજની સામાન્ય સભામાં તમામ 4 દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી, જેમાં મચ્છરોના ઉપદ્રવને નિયંત્રિત કરવાના નવા બાયલોઝ, કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટના નિયમોની બહાલી, જુવેનાઇલ ફાઉન્ડેશનને ટોકનદરે કોમ્યુનિટી હોલની ફાળવણી તેમજ મણીયાર લાયબ્રેરી બોર્ડમાં સભ્ય તરીકે હિનાબેન નવીનભાઇ બેલાણીની નિમણૂકનો સમાવેશ થાય છે. સભામાં ભાજપના 65માંથી 8 અને કોંગ્રેસના 7માંથી 1 મળી કુલ 9 કોર્પોરેટર ગેરહાજર રહ્યા હતા અને 72માંથી 63 સભ્યોની હાજરીમાં બોર્ડ ચાલ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    Opinion: OPINION: Mekedatu Push Reopens Karnataka-Tamil Nadu's Century-Old Cauvery Battle
    Next Article
    મોરબીમાં 65 દીકરીઓનાં સમૂહલગ્ન યોજાયાં:લજાઈ ગામના શ્રી જોગ આશ્રમ ખાતે સમરસ યુવા સંગઠનનો તુલસી વિવાહ સમૂહલગ્ન કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment