Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સફાઈ કામદારોના કામના કલાકો નક્કી કરવાની માંગ:સુરેન્દ્રનગર મનપામાં સાપ્તાહિક રજા માટે રજૂઆત; રાજકોટ મનપાના સમયનો પરિપત્ર આપ્યો

    6 hours ago

    સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ મહાનગરપાલિકાના સફાઈ કામદારોના કામના કલાકો નક્કી કરવા અને અઠવાડિયામાં એક દિવસ રજા આપવા રજૂઆત કરાઈ છે. કામના ભારણ અને માનસિક દબાણનો મુદ્દો પણ રજૂઆતમાં ઉઠાવાયો હતો. ગુજરાત રાજ્ય સફાઈ સંઘના પ્રમુખ મયુરભાઈ બી. પાટડીયાની આગેવાનીમાં પ્રતિનિધિ મંડળે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી. રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓની જેમ સુરેન્દ્રનગરમાં પણ કામના કલાકો નક્કી કરવાની માંગ કરાઈ છે. રજૂઆત સાથે રાજકોટ મનપાનો સત્તાવાર પરિપત્ર પુરાવા તરીકે આપવામાં આવ્યો હતો. તેમાં શિયાળામાં સવારે 7થી 11 અને બપોરે 3થી 6 વાગ્યા સુધીનો સમય નક્કી કરાયો છે. ઉનાળામાં સવારે 6:30થી 10:30 અને બપોરે 4થી 7 વાગ્યા સુધી કામનો સમય છે. મ્યુનિસિપલ કમિશનરે રજૂઆત સાંભળી આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. મનપા કચેરીએ મહિલાઓ આવી હતી અને પરિસરમાં બેસી ગઈ હતી.
    Click here to Read More
    Previous Article
    વાપી મનપાએ સફાઈ ફરિયાદો સમયમર્યાદામાં ઉકેલવા સૂચના આપી:બેઠકમાં અધિકારીઓને રસ્તા, સોસાયટી અને બજારોમાં નિયમિત સફાઈ તથા કચરાના સમયસર નિકાલનો આદેશ
    Next Article
    Rajkot Health Department | રાજકોટ મનપાનું આરોગ્ય વિભાગ એક્શનમાં | Gujarat | News 18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment