Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપી મનપાએ સફાઈ ફરિયાદો સમયમર્યાદામાં ઉકેલવા સૂચના આપી:બેઠકમાં અધિકારીઓને રસ્તા, સોસાયટી અને બજારોમાં નિયમિત સફાઈ તથા કચરાના સમયસર નિકાલનો આદેશ

    6 hours ago

    વાપી શહેરમાં સફાઈ વ્યવસ્થાની સમીક્ષા માટે શુક્રવારે મહાનગરપાલિકામાં બેઠક યોજાઈ હતી. તેમાં સફાઈની ફરિયાદો સમયમર્યાદામાં ઉકેલવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ અને નાયબ મ્યુનિસિપલ કમિશનર હાજર રહ્યા હતા. બંને વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટર, સબ સેનેટરી ઇન્સ્પેક્ટર અને સ્વચ્છતા માર્શલ સાથે સફાઈ કામગીરી અંગે ચર્ચા થઈ હતી. જાહેર રસ્તાઓ, સોસાયટીઓ, બજાર વિસ્તારો અને જાહેર સ્થળોએ નિયમિત સફાઈ કરવા તેમજ કચરાનો સમયસર નિકાલ કરવા અધિકારીઓ અને કર્મચારીઓને કહેવામાં આવ્યું હતું. નાગરિકોની ફરિયાદોને પ્રાથમિકતા આપી સ્થળ તપાસ બાદ સમયમર્યાદામાં ઉકેલવા પણ સૂચના અપાઈ હતી. નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા ઘર અને દુકાનનો કચરો જાહેર સ્થળે ન ફેંકવા અપીલ કરવા જણાવાયું હતું. કચરો મહાનગરપાલિકાનાં વાહનમાં આપવા અને ભીનો તથા સૂકો કચરો અલગ રાખવા નાગરિકોને પ્રોત્સાહિત કરવા પણ સૂચના અપાઈ હતી. સફાઈ કર્મચારીઓને વોર્ડમાં ફરજ દરમિયાન પડતી મુશ્કેલીઓ અંગે પણ ચર્ચા થઈ હતી. જરૂરી સાધનો, વાહનો, માનવબળ અને અન્ય સંસાધનોની ઉપલબ્ધિ વિશે વિગતો મેળવી સમસ્યાઓ ઉકેલવા કાર્યવાહી કરવા માર્ગદર્શન અપાયું હતું. સેનેટરી ઇન્સ્પેક્ટર અને સ્વચ્છતા માર્શલને વોર્ડમાં નિયમિત દેખરેખ રાખવા, સફાઈનું સતત નિરીક્ષણ કરવા અને કર્મચારીઓ સાથે સંકલન જાળવવા કહેવામાં આવ્યું હતું. નાગરિકોની ફરિયાદો ઝડપથી ઉકેલવા અને સ્વચ્છતા અભિયાનમાં સહયોગ આપવા પણ અપીલ કરાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    दिनभर की 10 बड़ी खबरें: राजस्थान में कांग्रेस की आंधी, डोभाल को अमेरिकी समन, CM सुवेंदु पर FIR
    Next Article
    સફાઈ કામદારોના કામના કલાકો નક્કી કરવાની માંગ:સુરેન્દ્રનગર મનપામાં સાપ્તાહિક રજા માટે રજૂઆત; રાજકોટ મનપાના સમયનો પરિપત્ર આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment