Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાંગ્લાદેશમાં વિદેશ રાજ્યમંત્રીના ઘરમાં આગ લગાવી:ગઈકાલે યુનૂસનું ઘર સળગાવ્યું હતું; વડાપ્રધાને હિંસા માટે હસીનાને જવાબદાર ઠેરવી

    14 hours ago

    બાંગ્લાદેશમાં વિદેશ રાજ્યમંત્રી હુમાંયૂ કબીરના ઘર પર શુક્રવારે પેટ્રોલ બોમ્બ ફેંકીને આગ લગાવી દેવામાં આવી હતી. ઘટનાના સમયે હુમાંયૂ કબીર ત્યાં હાજર નહોતા. ઘટના બાદ નિવાસસ્થાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. કબીરે આ હુમલા માટે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગને જવાબદાર ઠેરવી. તેમણે અવામી લીગને આતંકવાદી સંગઠન ગણાવ્યું. કબીરે કહ્યું કે હિંસા દ્વારા દિલ્હીમાં રહેલા કોઈ ફરાર વ્યક્તિને કમર્શિયલ ફ્લાઇટથી બાંગ્લાદેશ પરત લાવી શકાય નહીં. તેના માટે પ્રત્યર્પણ સંધિનો જ માર્ગ અપનાવવામાં આવશે. તેમણે દોષિતો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવાની વાત કહી છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે શેખ હસીનાની વાપસીની ચર્ચાઓ અને અવામી લીગ દ્વારા બોલાવવામાં આવેલા 'લૉકડાઉન'ને કારણે બાંગ્લાદેશના અનેક ભાગોમાં હિંસક પ્રદર્શન, તોડફોડ અને આગચંપી ચાલુ છે. અવામી લીગના બંધના એલાન વચ્ચે હિંસા હસીનાની પાર્ટી અવામી લીગે ગુરુવારે દેશભરમાં બંધનું આહ્વાન કર્યું હતું. પાર્ટીએ એક અઠવાડિયા સુધી વિરોધ પ્રદર્શન અને રેલીઓ કર્યા બાદ આ નિર્ણય લીધો હતો. દેશમાં પરત ફરવા માટે શેખ હસીનાએ પાસપોર્ટ અને રાષ્ટ્રીય ઓળખપત્રની માગ કરી છે. રહમાન સરકારે શેખ હસીનાનો નવો પાસપોર્ટ જારી કરવાની માગ ફગાવી દીધી હતી. તેઓ આ જ પાસપોર્ટ દ્વારા બાંગ્લાદેશ પરત ફરવા માંગતા હતાં. બંધની સૌથી વધુ અસર દક્ષિણ જિલ્લાઓમાં જોવા મળી, જ્યાં અવામી લીગનો મજબૂત આધાર છે. આ દરમિયાન અનેક સ્થળોએ આગચંપી અને તોડફોડ થઈ હતી. 107 લોકોની ધરપકડ, 7 જિલ્લાઓમાં સુરક્ષા દળો તહેનાત હિંસા રોકવા માટે બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB)ની 97 ટુકડીઓને 7 જિલ્લાઓમાં તહેનાત કરવામાં આવી છે. તેમાં ગોપાલગંજ અને ફરીદપુરનો પણ સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં શેખ હસીનાના સમર્થકોની સંખ્યા નોંધપાત્ર છે. ઢાકા પોલીસે 24 કલાકની અંદર અવામી લીગ અને તેની સાથે જોડાયેલા સંગઠનોના 107 શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે. તેમાં ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી નુરુલ ઇસ્લામ નાહિદનો પણ સમાવેશ થાય છે. હસીનાના પરત ફરવાની જાહેરાત બાદ તણાવ વધ્યો બાંગ્લાદેશમાં 2024માં વિદ્યાર્થી આંદોલન બાદ શેખ હસીનાની સરકાર પડી ગઈ હતી. ત્યારબાદ મોહમ્મદ યુનુસે વચગાળાની સરકારની કમાન સંભાળી હતી. તેમની સરકારે અવામી લીગ પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને પાર્ટીના હજારો નેતાઓ તથા કાર્યકરોની ધરપકડ કરી હતી. હસીનાએ જુલાઈ 2026માં ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવાની અને ત્યાંની અદાલતમાં કાનૂની પ્રક્રિયાનો સામનો કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ મહિને તેમણે ફરીથી કહ્યું કે તેઓ કોઈ પણ સંજોગોમાં ડિસેમ્બરમાં પરત ફરશે. ત્યારથી દેશમાં રાજકીય તણાવ વધ્યો છે. હસીનાના ગૃહનગરથી હિંસાની શરૂઆત થઈ સૌપ્રથમ હસીનાના વતન તુંગીપારામાં તણાવ વધ્યો હતો. મંગળવારે અવામી લીગના સમર્થક હોવાની શંકામાં અનેક યુવાનોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ સેંકડો લોકોએ સ્થાનિક પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું. એક સ્થાનિક પત્રકારના જણાવ્યા અનુસાર, તે સમયે પોલીસ સ્ટેશનમાં આશરે 30 શંકાસ્પદ કાર્યકરોને કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. સરેન્ડરને લઈને બાંગ્લાદેશ અને ભારત વચ્ચે તણાવ શેખ હસીનાના પ્રત્યર્પણની માંગને લઈને ભારત અને બાંગ્લાદેશના સંબંધોમાં તણાવ યથાવત્ છે. આ વિવાદની અસર વડાપ્રધાન તારિક રહેમાનના ભારત પ્રવાસ પર પણ પડી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 17 ફેબ્રુઆરી 2026ના રોજ તારિક રહેમાનને પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેમને પરિવાર સાથે ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. આ પછી ઓગસ્ટમાં બંને દેશો વચ્ચે તેમની મુલાકાતને લઈને વાતચીત થઈ હતી, પરંતુ તારીખ નક્કી થઈ શકી નહોતી. સપ્ટેમ્બરમાં ભારતે તેમને BRICS સમિટમાં પણ સામેલ થવાનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેઓ આવ્યા નહોતા.
    Click here to Read More
    Previous Article
    રશિયાએ ક્રિમિયા બ્રિજ પરના હુમલાનો બદલો લીધો:યુક્રેન પર 400 ડ્રોન અને 110 મિસાઇલો છોડી, 8નાં મોત, પુતિને કહ્યું હતું- દર્દનાક જવાબ આપીશું
    Next Article
    3 સ્ટેચ્યૂ ઓફ યુનિટી બની જાય એટલો ખર્ચો:GTA-6ની આ વાતો કોઈ નહીં કહે, ભારતથી કેમ આવી ગેમ નથી બનતી? 100માંથી 49 ગેમર મહિલા, જાણો અબજો ડોલરનું ઈકોનોમિક્સ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment