Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રશિયાએ ક્રિમિયા બ્રિજ પરના હુમલાનો બદલો લીધો:યુક્રેન પર 400 ડ્રોન અને 110 મિસાઇલો છોડી, 8નાં મોત, પુતિને કહ્યું હતું- દર્દનાક જવાબ આપીશું

    6 hours ago

    રશિયાએ યુક્રેનના ક્રિમિયા બ્રિજ પર સતત થઈ રહેલા હુમલાનો બદલો હવે લઈ લીધો છે. યુક્રેન પર ગુરુવારની રાત્રે 400થી વધુ ડ્રોન અને 110થી વધુ મિસાઇલો છોડવામાં આવી. આ હુમલામાં 8 લોકોનાં મોત થયા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ જણાવ્યું કે રશિયાએ હુમલામાં 27 બેલિસ્ટિક મિસાઇલોનો પણ ઉપયોગ કર્યો હતો. તેમણે તેને યુદ્ધના સૌથી મોટા હુમલાઓમાંનો એક ગણાવ્યો. હુમલામાં અનેક પુલો, વીજળી-પાણીની સપ્લાય અને રેલવેને નુકસાન થયું છે. આ પહેલાં ગુરુવારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ક્રિમિયા બ્રિજ પરના હુમલા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે રશિયા આ હુમલાનો પીડાદાયક જવાબ આપશે. રાતભરના હુમલાઓથી જીવ બચાવવા લોકો મેટ્રો સ્ટેશનોમાં છુપાયા યુક્રેનના વડાપ્રધાન સેરહી કોરેત્સ્કીએ જણાવ્યું કે હુમલામાં માર્યા ગયેલા 8 લોકોમાંથી 6 લોકો રાજધાની કીવના હતા. બાકીના 2 લોકોનાં મોત પશ્ચિમ શહેર લવીવના એક રેલવે સ્ટેશન પર થયાં. રાતભરના હુમલાઓ દરમિયાન કીવમાં અનેક વિસ્ફોટ થયા. જીવ બચાવવા લોકો મેટ્રો સ્ટેશનોમાં છુપાઈ ગયા. રશિયાએ નીપ્રો નદી પર બનેલા કીવના 3 પુલોને પણ નિશાન બનાવ્યા. સરકારે લોકોને કારથી કામ પર જવાનું ટાળવાની અપીલ કરી. અહેવાલો મુજબ, ફેબ્રુઆરી 2022માં યુદ્ધ શરૂ થયા બાદ આ પુલો પરનો આ અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો છે. મિસાઇલો વચ્ચે 20-30 મિનિટનું અંતર રાખવામાં આવ્યું ઝેલેન્સ્કીએ આરોપ લગાવ્યો કે રશિયાએ હુમલાની રણનીતિ એવી બનાવી હતી, જેથી વધુમાં વધુ વિનાશ થાય. તેમણે કહ્યું કે રશિયન સેનાએ ક્લસ્ટર વૉરહેડવાળી મિસાઇલોનો પણ ઉપયોગ કર્યો. આ મિસાઇલોમાં એક મોટા બોમ્બમાંથી અનેક નાના બોમ્બ બહાર નીકળે છે, જે મોટા વિસ્તારમાં વિનાશ વેરાવી શકે છે. ઝેલેન્સ્કીના જણાવ્યા મુજબ, રશિયાએ મિસાઇલો એકસાથે છોડવાને બદલે અનેક જૂથોમાં છોડી. દરેક હુમલા વચ્ચે 20થી 30 મિનિટનું અંતર રાખવામાં આવ્યું. તેના કારણે રાહત અને બચાવ ટીમો માટે કામ કરવું મુશ્કેલ બન્યું. તેઓ આગ ઓલવવા, કાટમાળ હટાવવા અને વીજળી-પાણી જેવી જરૂરી સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં વ્યસ્ત હતી. તેમણે કહ્યું કે પુતિને આ હુમલો ખૂબ જ સમજી વિચારીને અને દેખાડા તરીકે કર્યો હતો. ઝેલેન્સ્કીએ ચીનમાં યોજાયેલી બેઠકોને નબળી ગણાવી અને કહ્યું કે વિશ્વ વ્યવસ્થાને પોતાના હિસાબે બદલવાનો રશિયાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. યુક્રેને આ અઠવાડિયે ત્રીજી વખત ક્રિમિયા બ્રિજને નિશાન બનાવ્યો હતો રશિયાનો આ હુમલો ક્રિમિયા બ્રિજ પર યુક્રેનના હુમલા બાદ થયો. આ પુલ ક્રિમિયાને રશિયાના ક્રાસ્નોદાર વિસ્તાર સાથે જોડે છે. આ અઠવાડિયે યુક્રેને ત્રીજી વખત તેને નિશાન બનાવ્યો હતો. આ પુલનો ઉપયોગ માર્ગ અને રેલવે બંને માટે થાય છે. આ યુરોપનો સૌથી લાંબો પુલ છે અને પુતિન માટે તેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. યુક્રેન છેલ્લા ઘણા મહિનાઓથી રશિયાની સૈન્ય સપ્લાય અને સામાન પહોંચાડતા માર્ગોને નિશાન બનાવી રહ્યું છે. ઝેલેન્સ્કીએ જણાવ્યું છે કે યુક્રેનના પુલો અને અન્ય સુવિધાઓ પર રશિયાના હુમલાઓના જવાબમાં ક્રીમિયા બ્રિજને નિશાન બનાવવામાં આવ્યો હતો. પુતિનની બેઠક પહેલાં હુમલાનો સમય નક્કી કરવામાં આવ્યો ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, યુક્રેનના સૈન્ય સૂત્રોનું કહેવું છે કે પુલ પર હુમલાનો સમય જાણીજોઈને એવો રાખવામાં આવ્યો હતો, જેથી ચીનમાં ટ્રમ્પ અને જિનપિંગ સાથેની બેઠક પહેલાં પુતિનને આંતરરાષ્ટ્રીય મંચ પર અસહજ સ્થિતિમાં મૂકી શકાય. યુક્રેનના એક સૈન્ય અધિકારીએ કહ્યું, ‘આ પુલ પુતિનના શાસનનું પ્રતીક છે. તેને નષ્ટ કરીને બાકીના બંને મોટા નેતાઓને સંદેશ આપવામાં આવ્યો છે કે પુતિન એટલા શક્તિશાળી નથી, જેટલા તેઓ પોતાને દર્શાવે છે.’ રશિયાએ ક્રિમિયા પર કબજો કર્યા બાદ આ પુલ બનાવ્યો હતો લગભગ 3.6 અબજ ડોલરના ખર્ચે બનેલો કેર્ચ બ્રિજ રશિયાએ ક્રિમિયા પર કબજા કર્યા બાદ બનાવડાવ્યો હતો. આ પુલ રશિયાને ક્રિમિયા સાથે જોડે છે. યુક્રેન તેને રશિયાના કબજાનું પ્રતીક માને છે અને અગાઉ પણ તેના નિર્માણને ગેરકાયદેસર ગણાવી ચૂક્યું છે. યુક્રેનની સેનાનું કહેવું છે કે આ પુલ રશિયન સેના માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેના મારફતે દક્ષિણ વિસ્તારોમાં તૈનાત રશિયન સૈનિકો સુધી ઈંધણ, દારૂગોળો અને સૈન્ય સાધનો પહોંચાડવામાં આવે છે. જોકે, પુતિને દાવો કર્યો છે કે પુલનો ઉપયોગ માત્ર સામાન્ય નાગરિકો કરે છે.
    Click here to Read More
    Previous Article
    નેપાળ સામે કેપ્ટન તિલક વર્માની સદી:કુશાગ્ર 117 રન કરી આઉટ; રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં ભારત-Aનો સ્કોર- 282/4
    Next Article
    બાંગ્લાદેશમાં વિદેશ રાજ્યમંત્રીના ઘરમાં આગ લગાવી:ગઈકાલે યુનૂસનું ઘર સળગાવ્યું હતું; વડાપ્રધાને હિંસા માટે હસીનાને જવાબદાર ઠેરવી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment