Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સલમાનથી બચવા ઐશ્વર્યાએ મને બોડીગાર્ડ રાખ્યો હતો':'સૂર્યપુત્ર કર્ણ' ફેમ કેતન કરાંડેનો દાવો- 'સલમાન સામે ઊભો હતો, ડ્રાઇવરે કટ મારીને ગાડી કાઢી'

    6 hours ago

    ઐશ્વર્યા રાયે સલમાનથી બચવા માટે બોડીગાર્ડ રાખ્યો હતો. ફિલ્મ 'મુઝસે શાદી કરોગી'માં સલમાન સાથે કામ કરી ચૂકેલા અને 'સૂર્યપુત્ર કર્ણ'માં ભીમ બનનાર એક્ટર કેતન કરાંડેએ તાજેતરમાં આર્ટ મીડિયા એન્ટરટેઇનમેન્ટને આપેલા ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો કે, આશરે 20 વર્ષ પહેલાં તે 7 દિવસ સુધી ઐશ્વર્યા રાયનો બોડીગાર્ડ રહ્યો હતો. કેતનના જણાવ્યા મુજબ, તેને ખાસ કરીને ઐશ્વર્યાને સલમાન ખાનથી સુરક્ષિત રાખવા માટે હાયર કરવામાં આવ્યો હતો. જોકે, મુંબઈમાં એક ફેશન શોની બહાર સલમાન સાથે સામનો થયા બાદ તેણે બીજા જ દિવસે આ નોકરી છોડી દીધી હતી. સામે સલમાન ઊભો હતો, ઐશ્વર્યાના ડ્રાઇવરે કટ મારીને ગાડી બહાર કાઢી ઇન્ટરવ્યૂમાં કેતન કરાંડેએ એ ઘટનાને યાદ કરી, જેના પછી તેણે આ કામ છોડી દીધું હતું. કેતને જણાવ્યું કે, એક દિવસ તેણે ઐશ્વર્યાને તેના ઘરેથી પિક અપ કરી અને તેઓ વિક્રમ ભટ્ટના ફેશન શોમાં ગયા. શો પૂરો થયા પછી જ્યારે તેઓ બહાર નીકળ્યા, ત્યારે સામે સલમાન ખાન ઊભો હતો. કેતને ગાડીમાંથી ઊતરવાની વાત કહી, પરંતુ ડ્રાઇવરે તેને રોકી દીધો અને ઝડપથી કટ મારીને ગાડી ત્યાંથી લઈ ગયો. કેતન અનુસાર, તે બૉડીબિલ્ડિંગ કરતો હતો અને કોઈ મારામારી અથવા બે પ્રેમીઓની વચ્ચે પડવા માંગતો ન હતો, કારણ કે તે બંને કલાકારોનો ચાહક છે. તેણે સલમાનને મહેનતી અને સારા માણસ ગણાવતાં કહ્યું કે, તે આ જૂની વાતનો ઉલ્લેખ ક્યારેય તેની સાથે નહીં કરે. જોકે, કેતનના આ દાવાઓની કોઈ પુષ્ટિ કરી શકાય તેમ નથી. 'હમ દિલ દે ચૂકે સનમ'ના સેટ પરથી શરૂ થઈ હતી સલમાન-ઐશ્વર્યાની લવ સ્ટોરી સલમાન ખાન અને ઐશ્વર્યા રાયના સંબંધની શરૂઆત વર્ષ 1999માં ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ'ના શૂટિંગ દરમિયાન થઈ હતી. ફિલ્મમાં બંનેની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી અને વાસ્તવિક જીવનમાં પણ તેઓ એકબીજાની નજીક આવી ગયા. આ સમયગાળા દરમિયાન ઐશ્વર્યાનું સલમાનના પરિવાર સાથે, ખાસ કરીને તેમની બહેનો અલવીરા અને અર્પિતા સાથે પણ સારું જોડાણ થઈ ગયું હતું. 'ચલતે ચલતે'ના સેટ પર થયેલા વિવાદ બાદ અંતર વધ્યું વર્ષ 2001ના અંત સુધીમાં બંનેના સંબંધોમાં તણાવના અહેવાલો જાહેર થવા લાગ્યા હતા. નવેમ્બર 2001માં મુંબઈ સ્થિત ઐશ્વર્યાના એપાર્ટમેન્ટની બહાર મોડી રાત્રે સલમાન દ્વારા હંગામો કરવામાં આવ્યો હોવાના સમાચારની ઘણી ચર્ચા થઈ હતી. ત્યારબાદ વર્ષ 2002માં ફિલ્મ 'કુછ ના કહો' અને શાહરુખ ખાનના પ્રોડક્શનમાં બની રહેલી ફિલ્મ 'ચલતે ચલતે'ના સેટ પર પણ વિવાદના અહેવાલો સામે આવ્યા હતા. અહેવાલો અનુસાર, 'ચલતે ચલતે'ના સેટ પર થયેલા હંગામા બાદ નિર્માતાઓએ ઐશ્વર્યાની જગ્યાએ રાની મુખર્જીને ફિલ્મમાં કાસ્ટ કરી હતી. સપ્ટેમ્બર 2002માં ઐશ્વર્યાએ લગાવ્યા હતા ગંભીર આરોપો સતત વધતા વિવાદો વચ્ચે માર્ચ 2002માં સલમાન ખાન અને ઐશ્વર્યા રાયનું બ્રેકઅપ થઈ ગયું. 27 સપ્ટેમ્બર 2002ના રોજ 'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ને આપેલા ઇન્ટરવ્યૂમાં ઐશ્વર્યાએ પહેલી વાર જાહેરમાં બ્રેકઅપની પુષ્ટિ કરી. તેણે આરોપ મૂક્યો કે અલગ થયા પછી પણ સલમાન તેને ફોન કરીને પરેશાન કરતો હતો અને શાહરુખ ખાન તથા અભિષેક બચ્ચન સહિતના ઘણા કો-સ્ટાર્સ સાથે તેના અફેર હોવાની શંકા કરતો હતો. ઐશ્વર્યાએ ઇન્ટરવ્યૂમાં શારીરિક, માનસિક અને મૌખિક દુર્વ્યવહાર તેમજ છેતરપિંડીના આરોપો પણ લગાવ્યા હતા. બાદમાં એક પ્રેસ નિવેદન જાહેર કરીને ઐશ્વર્યાએ સ્પષ્ટ કહ્યું કે, પોતાના આત્મસન્માન અને પરિવારની ભલાઈ માટે તે ભવિષ્યમાં સલમાન ખાન સાથે ક્યારેય કામ નહીં કરે. સલમાને મારપીટના આરોપોને નકારી કાઢ્યા હતા ઐશ્વર્યાના ઇન્ટરવ્યૂ બાદ સપ્ટેમ્બર 2002માં જ મિડ-ડે અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં સલમાન ખાને તમામ આરોપો અંગે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. ઐશ્વર્યા પર હાથ ઉઠાવવાની વાતનો સ્પષ્ટ ઇનકાર કરતાં સલમાને કહ્યું હતું, 'ના, મેં તેમને ક્યારેય માર્યા નથી. હું ભાવુક થઈ જાઉં છું, ત્યારે પોતાને ઈજા પહોંચાડું છું. મેં મારું માથું દિવાલ પર માર્યું છે, પરંતુ હું કોઈ બીજાને નુકસાન પહોંચાડી શકતો નથી.' આ અંત બાદ બંને પોતાના જીવનમાં આગળ વધી ગયા. ઐશ્વર્યા રાયે એપ્રિલ 2007માં એક્ટર અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા અને બંનેને આરાધ્યા નામની એક દીકરી છે. બીજી તરફ, સલમાન ખાને હજુ સુધી લગ્ન કર્યા નથી.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસ સાંસદે કહ્યું- સિરાજ નામના કારણે ટીમમાંથી બહાર:BJPએ કહ્યું- રમત પર રાજકારણ ન કરો; ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં તક મળી નહીં
    Next Article
    પૂર્વ એર માર્શલે કહ્યું- 4 રાફેલ ગુમ થયાનો રિપોર્ટ ખોટો:બ્રિટિશ મેગેઝિને 36ની જગ્યાએ 32 ગણાવ્યા; પાકિસ્તાને તોડી પાડવાનો દાવો કર્યો હતો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment