Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BJPના પૂર્વ કોર્પોરેટર આશિષ જોષી અને મધુ-શ્રીવાસ્તવની દીકરી કોંગ્રેસમાં જોડાઈ:જોશીએ કહ્યું, હરણી બોટકાંડમાં માનવતાની દૃષ્ટિએ ભાજપે સાથ ન આપ્યો એટલે કોંગ્રેસમાં જોડાયો

    5 days ago

    વડોદરાના રાજકારણમાં મોટા ફેરફાર, ભાજપના પૂર્વ કોર્પોરેટર આશિષ જોષી અને વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્રી દીપા શ્રીવાસ્તવ કોંગ્રેસમાં જોડાયા છે. હરણી બોટકાંડના પીડિતોના ન્યાય માટે અવાજ ઉઠાવવા બદલ ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા જોષીએ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિપક્ષી નેતા તુષાર ચૌધરીની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. ઉલેલ્ખનીય છે કે, રાહુલ ગાંધી આજે વડોદરામાં આવ્યા હતાં. ત્યારબાદ તે જતાં રહ્યા બાદ કોંગ્રેસમાં જોડાતા વડોદરાના સ્થાનિક રાજકીય સમીકરણોમાં ગરમાવો આવ્યો છે. અમિત ચાવડાએ કોંગ્રેસનો ખેસ પહેરાવીને સ્વાગત કર્યું વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા વડોદરા ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા પૂર્વ કોર્પોરેટર અને હરણી બોટકાંડ માટે લડત આપી રહેલા આશિષ જોષી તેઓના વોર્ડના સાથી કોર્પોરેટર પારુલ પટેલ સાથે કોંગ્રેસમાં જોડાયા હતાં. પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, વિપક્ષના નેતા તુષાર ચૌધરી અને મુકુલ વાસણિકની હાજરીમાં તેઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. 'બોટકાંડના પરિવાર માટે ન્યાય માંગ્યો તો સસ્પેન્ડ કર્યો' આશિષ જોશીએ જણાવ્યું હતું કે, હરણી બોટકાંડમાં પીડિતો માટે હું લડત આપી રહ્યો છું. ભાજપ પાસે ન્યાય માંગ્યો તો મને સસ્પેન્ડ કર્યો. હું મારા સાથે પેનલના અન્ય કોર્પોરેટર પારુલ પટેલ સાથે કોંગ્રેસમાં જોડાયો છું. અને આગામી સમયમાં ચોક્કસ ચૂંટણી લડીશ. 'પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના દીકરી પણ કોંગ્રેસમાં જોડાયા' વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના દીકરી દીપા શ્રીવાસ્તવ પણ આજે કોંગ્રેસમાં જોડાયા હતા. આ ઉપરાંત ભાયલીના પૂર્વ સરપંચ દર્પણ પટેલ, સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ પણ કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓને પ્રદેશ અધ્યક્ષ, વિપક્ષના નેતા સહિતના કોંગ્રેસના કાર્યકરોએ આવકાર્યા હતાં.
    Click here to Read More
    Previous Article
    વડીલો માટે વરદાન સમાન ગેજેટ્સ:સીડી ચઢવી સરળ બની, ઝૂક્યા વિના જૂતા પહેરી શકાશે; જાણો કિંમત અને ઉપયોગની રીત
    Next Article
    નાકરા ગામે 'પોષણ સંગમ' વર્કશોપ યોજાયો:આઈસીડીએસ અને આરોગ્ય વિભાગના માઇક્રો પ્લાનિંગથી બાળકોમાં કુપોષણ નાબૂદ કરવાનો નિર્ધાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment